ઇ.સ.2009 થી ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) દ્વારા 25 સપ્ટેમ્બરને વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારથી લઈને દર વર્ષે ધીમે ધીમે આ દિવસની ઉજવણીમાં ઉત્સાહ વધી રહ્યો છે. સોશિઅલ મીડિયા થી લઈને વર્ચ્યુઅલ મીડિયા દ્વારા આ વર્ષે પણ 'ફાર્મસીસ્ટ: એક મેડિસિન એક્સપર્ટ' ની થીમ પર જોરશોરથી પ્રચાર પ્રસાર કરીને લોકોમાં ફાર્મસીસ્ટ પ્રત્યે જાગૃતિ લાવવાના મહત્વપૂર્ણ પ્રયાસો થઈ રહયા છે, જો કે ભારતે હજુ આ પ્રયાસમાં માત્ર તલભારનો જ રસ દાખવ્યો છે. કારણ કે અહીં ફાર્મસીસ્ટ પોતે જાગૃત થવાની પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે. આવા દિવસ નિમિત્તે એક મહાનુભાવ સાથે વાતચીત કરવાની તક મળી. અમદાવાદની ખ્યાતનામ એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાંથી પોતાના જ્ઞાનનું રિચાર્જ કરાવીને બહાર આવેલા અને હાલ વર્ષોથી Intas Pharma જેવી દિગ્ગજ કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવ ઇન ક્વોલિટી અસ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં પોતાની આવડત અને જ્ઞાનનો અભિષેક કરી રહયા છે એવા શ્રી હાર્દિક શિહોરા સાથે ફાર્મસીસ્ટના મહત્વ વિશે થોડી વાતચીત કરીએ. 1. સ...
A magnifying pen