આરોગ્ય અને નીતિમતા બંનેને એકસાથે સાંકળીને મારા પોતાના વિચારોને અહી રજુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ખાસ કરીને વિવિધ હકીકતો અને માહિતીઓને સાંકળીને આપની સામે થોડીક કડવી તો થોડીક હળવી ભાષામાં ભારે ખોરાક મુકી રહ્યો છું, જાળવીને આરોગવા વિનંતી.
આ બ્લોગ એક સામાન્ય માણસ માટે છે, જે આરોગ્યને તથા સાંપ્રત પ્રવાહો વિષે મારા વિચારો પોતાની માતૃભાષામાં વાંચવા માંગે છે અને એ પણ એકદમ પ્રવાહીભાષામાં. ખાસ કરીને સાંપ્રત પ્રવાહો વિષે લખાયેલા મારા વિચારો ઉપર બની શકે કે ક્યાંક મારી વિચારધારા સાથે તમે સહમત ના થઇ શકો, તો જરા પણ ચિંતા કર્યા વગર દરેક બ્લોગપોસ્ટ નીચે મુકવામાં આવેલા કમેન્ટ બૉક્સમાં આપના વિચારો મૂકીને મને જણાવી શકો છો.
આ બ્લોગ જેટલો તમારા વાંચન માટે છે એટલો જ તમારા વિચારો અને વાતો મારા સુધી પહોંચે એ માટે પણ ખરો. તો આપનુ જ્ઞાન અને માહિતીસભર ચર્ચાઓ મારા સુધી પહોંચાડવામાં જરા પણ સંકોચ અનુભવશો નહીં. જેણે ક્યારેય શાળાની બાલસભામાં ઉભા થઈને એક જોક્સ પણ ના કહ્યો હોય એ લોકો પણ બિંદાસ ટ્રોલ થવાનો ભય નેવે મૂકીને મને બ્લોગપોસ્ટ લગત વાત જણાવી શકે છે.
Comments
Post a Comment