Skip to main content

Posts

Showing posts with the label વ્યંગોપદેશ

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

દર્દીનારાયણ સામે ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું?

ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું? આ બે લાગણીઓ પર કાબુ રાખતા આવડે તો જ મેડિકલ ફિલ્ડમાં સફળતાપૂર્વક કામ કરી શકાય. અન્યથા લોકોની નારાજગીનો ભોગ બનવું પડે તો નવાઈ નહિ! ઘણીવખત એવું બને છે કે ગાંભીર્ય અને અટ્ટહાસ્ય એ બંને અંતિમો વચ્ચેનો ભેદ પારખવામાં થાપ ખાઈ જવાય છે. આ ભૂલનું પરિણામ દર્દી કે તેના સગાના માનસપટ પર કેવું આવે એ જાણવું હોય તો તેની જગ્યાએ તેની મનોસ્થિતિ મુજબ અને તેના આઈકયુ લેવલ સાથે વિચારવામાં આવે તો જ સાચી પરિસ્થિતિનો તાગ મળી શકે.  આઈસીયુ જેવા વિભાગમાં કામ કરતા સ્ટાફને આ બાબતો વધુ સારી રીતે લાગુ પડે છે. આઇસીયુ કે ઇમરજન્સી વિભાગમાં કામ કરતા કરતા જુદા જુદા દર્દીઓની માનસિકતા સાથે પણ કામ કરવું પડે છે. ઘણીવાર કિસ્સાઓ હાસ્યાસ્પદ પણ થતા હોય છે અને ઘણીવાર કિસ્સામાં ઉમેરાતી કરુણતા દર્દીને પણ ઢીલો પાડી શકે છે. આ બંને વચ્ચેની ફ્રિકવન્સી મેચ કરીને કાર્ય કરી શકે એ જ મહારથી. આવા ગંભીર વોર્ડમાં કામ કરતા મેડિકલ કે પેરામેડીકલ સ્ટાફ પોતાના મોબાઈલ સાથે કે બીજા સ્ટાફ સાથે મજાકમશ્કરી કરતા હોય ત્યારે પોતાની બીમારી સાથે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો દર્દી પર શું વિતતું હશે? એનાથી ઉલટું ગંભીર દર્દીને સ...

સરકારી દવાખાનાના કેટલાક વીઆઇપી દર્દીઓ સાથે પરિચય

આ લેખની પાત્ર અને ઘટનાઓ જરાય કાલ્પનિક નથી. જેની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા થઈ શકે એવું પણ બની શકે અને જો એવું બને તો સમજવું કે આ વ્યક્તિ કે ઘટનાને ઉદ્દેશીને જ લખાયું છે. સરકારી દવાખાનામાં આવનારા કેટલાક દર્દીઓ (ના, ખરેખર આ લોકો દર્દીઓ નથી હોતા) પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો કોઈ પણ દર્દ વગર દવાખાનાના નામે કરતા જાય એ ખરેખર પ્રશંસાપાત્ર છે. આ મહાનુભાવોને કારણે જ દવાખાના આટલા વ્યસ્ત રહે છે જે હકીકતમાં સાચા દર્દીઓના સમયને મફતમાં ઓહિયા કરી જતા હોય છે. હવે આ શું માંડી યાર.. સાચા દર્દી અને ખોટા દર્દી..? એવું તે કાઈ હોતું હશે? હા... હોય.. જ્યાં મફતનું બોર્ડ લાગે ત્યાં ઘઉં સાથે કાકરા હોવાના જ... તો તમારી તર્કશક્તિ ને થોડો આરામ આપો અને હલકા ફૂલકા પણ કડવા સત્યને આ મહાનુભાવોના ચરિત્રદર્શન દ્વારા માણીએ.  🧐 ડોકટરના જ્ઞાનની ખરાઈ કરવાવાળા વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય. પણ અત્યારે વિશ્વાસ કરવો કોના પર? અને આ તો વળી દવાખાનાનો મામલો. કોણ જાણે શું વાંધો હોય અને ડોકટર શું નવુ કાઢીને બેસે? ગાડીને ગેરેજ પર લઇ જાઓ ત્યારે આપણે જે પ્રોબ્લેમ રિપેર કરવા ગયા હોય તેની સાથે બીજી એકાદ વસ્તુઓ પણ 'હવે ચાલે એમ નથ...

કોરોનાનો માનવજાતને પત્ર...

  મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે. થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે ...