Skip to main content

Posts

Showing posts with the label એન્ટીબાયોટીક

શું તમને દવા અસર નથી કરતી? તો આ વાંચો...

શું ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ દવા તમે લેતા હો અને  એ દવા તમારા પર અસર કરવાનું જ છોડી દે? શું ક્યારેય એવું લાગ્યું કે તમે લીધેલી દવા શરીર પર હવે પહેલા જેટલી કારગત નથી રહી? આ એ જ દવા હતી જેનાથી તમે ભૂતકાળમાં સાજા પણ થઈ ગયેલા છો પણ હવે જોઈએ તેવું પરિણામ નથી મળતું. આવા સંજોગોમાં બે શક્યતાઓ રહેલી છે. 1. DRUG TOLERANCE (ડ્રગ ટોલરન્સ) 2. DRUG RESISTANCE (ડ્રગ રજીસ્ટન્સ) બન્ને બાબતો લગભગ શરૂઆતમાં એક સરખી લાગે પરંતુ બન્નેમાં ઘણું અંતર હોય છે. જો કે બન્નેના પરિણામ આપણા માટે વધુ ચિંતાજનક બની શકે છે જો તેને બરાબર સમયસર ઓળખી લેવામાં ના આવે.   દવા પહેલા જેટલી માત્રમાં લેવાથી શરીરને આરામ પહોંચાડતી હતી તેટલી માત્રમાં હવે કારગત ન હોય તો તેને ડ્રગ ટોલરન્સ કહેવાય. આવા કિસ્સામાં મોટાભાગે દવાનો ડોઝ વધારવાથી તેની મૂળ અસર પાછી ફરતી હોય છે પણ એ જ અસર કેટલા સમય સુધી ટકશે એ કહેવું મુશ્કેલ હોય છે. કારણ કે ઈચ્છિત ફાર્મકોલોજીકલ એક્શન (દવાની શરીર પર અસર) મેળવવા દવાના પ્રમાણમાં વધારો કરતા તેનું ફાર્મેકોકાઈનેટિક્સ અને ડાયનેમિક્સ (શરીરમાં દવાનું વિઘટન) બદલાઈ જાય છે. આવા સંજોગોમાં તે દવા ટૂંકા ગાળા માટે...

ઠગ્સ ઓફ એન્ટિબાયોટિક્સ: સુપરબગ્સ

          વિસ્મયભાઈને સામાન્ય શરદી થવાથી દસ દિવસનો બેડ રેસ્ટ ડોકટર સજેસ્ટ કરે છે. કિનલબહેને એક વર્ષ પહેલા ગર્ભાશય નું ઓપરેશન કરાવ્યું પણ હજુ સુધી તે હોસ્પિટલના બીછાને છે. રિતેશદાદાને બે વર્ષથી ટીબીની દવા શરૂ છે પણ છતાં કંઈ ખાસ ફરક લાગતો નથી. વળી તેનો પૌત્ર નેવીલ પણ બે અઠવાડિયાથી ખાંસતો દેખાય છે. ડેનિશાદાદીને છ મહિના પહેલા આંગળીમાં નખનાં ભાગે કઈક વાગ્યું હતું પણ હજુ તેમાંથી રસી નીકળવાના શરૂ છે, હવે તો જોકે એ આંગળીના બે જ વેઢા બચ્યા છે !!!           આ બધી વાતો ઇ.સ. 2040 માં જ સાંભળવા મળે તો નવાઈ નહીં.(દાદા દાદીના નામ પણ આવાં જ હશે!) એ સમય દૂર નથી જ્યારે અત્યારની યુવા પેઢી વૃદ્ધાવસ્થામાં ડગ ભરતી હશે અને આવનારી પેઢીની મહામારીઓ લાચાર થઈને જોઈ રહી હશે. અહીં દિલ્હીના 400 ઉપર પહોંચેલા એર ક્વોલીટી ઈન્ડેક્સની વાત નથી ચાલતી પણ ઝોમ્બીની જેમ આગળ વધી રહેલા 'સુપરબગ્સ'ની વાત છે.           સુપરબગ્સ એટલે એવા બેક્ટેરિયા જેના પર એન્ટિબાયોટિક દવાઓ કોઈ ખાસ અસર નથી કરી શકતી. આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓ સામે રજીસ્ટન્સ ...

એન્ટિબાયોટિક રજીસ્ટન્સ: ગ્લોબલ વોર્મિગનો નાનો ભાઈ

      શીર્ષકના મુખ્ય શબ્દો કદાચ પૂર્વ પશ્ચિમ જેવા લાગે કે જેને એકબીજા સાથે કંઈજ લેવા દેવા નથી, પણ બંનેના પરિણામો જે મળવાના છે તે કદાચ ભવિષ્યમાં કોઈ એક જ સમયે એક સાથે ત્રાટકશે એ સંભવ છે. ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ વગેરે વગેરે શબ્દોને જેટલો સંબંધ વાતાવરણના સ્વાસ્થ્ય સાથે છે કદાચ એટલો જ સંબંધ પ્રાણીમાત્રના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સાથે ખરો. આપણે આપણા પ્રાકૃતિક વરદાનમય સ્ત્રોતો ને એટલા મલિન બનાવી દીધા છે કે જાણે આખી પૃથ્વી જ હવે હાઈબ્રીડ બનતી જાય છે! નવું નવું બનાવવા જતા જૂનો ઘાટ જ હવે આ દુનિયામાં દેખાતો બંધ થવા લાગ્યો છે. એટલેજ હવે એ સમય દૂર નથી કે નાશપ્રાય જીવોની યાદીમાં મનુષ્યનું નામ જોડાઇ જાય.       બદલાતા વાતાવરણમાં જીવોની બદલાતી પ્રકૃતિ તેની અનુકૂલન ક્ષમતાનો પુરાવો આપે છે અને આ બદલાવ જ જે તે જીવોને અસ્તિત્વની જંગ માટે તૈયાર કરે છે. એન્ટીમાઇક્રોબીઅલ દવાઓ એટલે એવી દવાઓ જે મનુષ્ય કે પ્રાણીના શરીરમાં રહેલા ચોક્કસ હાનિકારક સુક્ષમજીવો પર હુમલો કરીને તેનો નાશ કરે છે. આવા સૂક્ષ્મજીવો જો બેક્ટેરિયા હોય તો તેના પર અસર કરતી આવી ચોક્કસ દવાઓને એન્ટિબા...