સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી એ લગભગ સિત્તેર ટકા લોકોની મજબૂરી હોય છે. આર્થિક રીતે જો સક્ષમ હોય તો એ ક્યારેય સરકારી દવાખાનાના પગથિયાં ચડે નહીં. બીજા વધેલા ત્રીસ ટકા લોકોને સરકારી દવાખાનામાં થયેલ અમુક સારા અનુભવને કારણે આવતા હોય છે જેમાં સૌથી મોટો ફાળો સ્ટાફના વર્તનનો હોય છે. સરકારી સંસ્થાઓ દ્વારા અપાતી સેવાઓ પૈકી હોસ્પિટલની બાબતમાં લોકોની પહેલી પસંદગી હંમેશા પ્રાઇવેટ સેકટર જ હોય છે. જે એડમિનિસ્ટ્રેશનના કામો સરકારી ઓફિસો સિવાય પ્રાઇવેટમાં શક્ય નથી તેના માટે લોકો અનાયાસે સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. પરંતુ જ્યારે વિકલ્પ મળ્યો ત્યારે સરકારી તંત્રથી દૂર ભાગવાની જ લોકોની તૈયારી હોય છે. ખુદ સરકારી તંત્રમાં કામ કરતા લોકો પણ તેની જ સિસ્ટમથી દૂર ભાગતા જોવા મળતા હોય છે. આ બધા માટે ઉપર કહ્યુ એમ સ્ટાફના વર્તન સાથે પણ કેટલાક ફેક્ટર હોય છે જે આ પસંદગીમાં મૂળભૂત ભાગ ભજવે છે. પરંતુ તેમાં સૌથી મોટો ભાગ જો કોઈ ભજવતું હોય તો એ છે સ્વચ્છતા. થોડા દિવસ પહેલા જ પંજાબની બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના વાઇસ ચાન્સેલર અને જાણીતા સર્જન ડૉ. રાજ બહાદુરને તેમની જ હોસ્પિટલની ગંદી બેડશીટ પર સુવડાવવામાં આવ્યા...
A magnifying pen