Skip to main content

Posts

Showing posts with the label હેલ્થકેર પ્રોગ્રામ્સ

તંત્રની બેદરકારી એટલે શું?

 આજકાલ મીડિયા માટે લખવી જે ખૂબ જ સરળ બની ગઈ છે એવી આ હેડલાઈન દરેક લોકોના જીભે ચડી બેઠી છે. પણ આ તંત્રની વ્યાખ્યા થોડી સમજવાની જરૂર છે. આ તંત્ર એટલે કોણ? સરકારી કચેરી? સરકારી દવાખાના? સરકારી કર્મચારીઓ? સરકાર પોતે? આમાંથી કોણ? ખરેખર ઉપરના બધા તો તંત્રનો એક ચતુર્થ ભાગ સમાન જ છે. સાચું તંત્ર બનેલું છે લોકોનું. જ્યાં લોકો નથી, નાગરિકો નથી એ તંત્ર નથી. ઘણી વાર તંત્રમાં ઉપરનામાંથી એક પણ ન હોય છતાં એ તંત્ર હોઈ શકે. રેલીઓ સરકારે કરી તેને સફળ બનાવી લોકોએ. મેચોનું આયોજન થયું તેની ટિકિટો બેફામ વેચાઈ, લીધી કોણે, લોકોએ. એટલે જ્યારે જ્યારે તંત્ર સામે એક આંગળી ચીંધવામાં આવે છે ત્યારે ત્યારે ત્રણ આંગળીઓ આપણી તરફ પણ હોય છે અને આ આંગળીઓ ભેગી મળીને જ તંત્ર બનાવે છે. હવે બેદરકારી શબ્દ તરફ પ્રયાણ કરીએ. આવી મહામારીમાં પોતાની ફરજ બજાવતા (આને ઉપકાર ન સમજીને ફરજ સમજીએ તો પણ..) હેલ્થ સ્ટાફ ઉપર દરરોજ માછલાં ધોવા કેટલા વ્યાજબી છે? ક્યારેક કોઈના ટેસ્ટમાં ટેક્નિકલ ક્ષતિ આવે તો બેદરકારી. કોઈનો જીવ જાય તો હેલ્થ સ્ટાફની બેદરકારી. કોઈને બેડ ઉપલબ્ધ ન થાય તો હેલ્થસ્ટાફની બેદરકારી. કોઈને પૂરતી દવાઓ ઉપલબ્ધ ન થાય તો દવાખાનાન

મહામારીની વેક્સિન તો મળી જશે પણ વેક્સિનની મગજમારી કોણ હલ કરશે?

લગભગ દોઢેક વર્ષ પહેલાં પાકિસ્તાનના પેશાવરમાં એક જ દિવસે સરકારી હોસ્પિટલો બાળકોથી ઉભરાવા માંડી. હજારો બાળકો તેમના વાલીઓ સાથે હોસ્પિટલ પર ચડી આવ્યા. વાત જાણે એમ હતી કે આગલા દિવસે આ બાળકોને પોલિયો કેમ્પેઇનમાં પોલિયોની રસી આપવામાં આવી હતી. ના રે ના રસીમાં કાંઈ વાંધો હતો નહિ, પણ એક મસ્જિદ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી કે પોલિયોની રસી લીધેલા બાળકોમાં ઝાડા અને ઉલ્ટી જોવા મળેલ છે અને તમારા બાળકોને પણ થઈ શકે માટે વિચારીને રસી આપવી. આ વાતમાં કાંઈ દમ હતો નહિ પણ બેબાકળી બનેલી અબુધ પ્રજાએ કેટલાક હેલ્થ સેંટર્સને તોડી નાખ્યા અને કેટલાક હેલ્થ વર્કર્સને પાટા પથ્થરોનો સ્વાદ ચખાડ્યો એ અલગ. આ મસ્જિદની ઘોષણાની સાથે કેટલાક વેક્સિનેશન વિરોધી વાયરલ થયેલા વિડીયોએ પણ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં વેક્સિનને કારણે કોઈ તકલીફ થઈ હોય એવું શક્ય જ ન હતું. આ બધા એક માસ હિસ્ટીરિયાનો શિકાર બન્યા હતા, જેને વાસો વેગલ રીફલેક્સ દ્વારા પણ ઓળખાવી શકાય. આ સમજવા માટે બે વર્ષ પહેલાનું ગુજરાતનું મીઝલ્સ રુબેલા વેક્સિનેશન કેમ્પેઇન યાદ કરવું પડે. વાંચો:  મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાનનું અફવાશાસ્ત્ર પાકિસ્તાન,

NMC બિલ: કેટલી ખેંચ કેટલી ઢીલ?

"આજે સાંજે આઠ વાગ્યાથી હવે પછી કોલેજમાંથી બહાર આવનારા MBBSની ડિગ્રી મેડિકલ પ્રેક્ટિસ માટે રદ કરવામાં આવે છે...."☺️☺️☺️ કંઈક આવું જ જાણે થવા જઈ રહ્યું હોય એવો માહોલ ઉભો થઈ ગયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડીમોનિટાઇઝેશનની હાકલ પડી હોય એવું લાગે છે. નેશનલ મેડિકલ કમિશન બિલ સંસદમાં પાસ થયું ત્યારથી અથવા કહો કે એ પહેલાથી જ વાતાવરણ વ્હાઇટ એપ્રોન અને સ્ટેથો સાથે ગુંજી રહ્યું હતું. કાનપુર મેડિકલ કોલેજમાં લગભગ એક દશકો વિતાવીને ભણેલા ઇએનટી સર્જન ડૉ.હર્ષવર્ધન જ્યારે હેલ્થમિનિસ્ટર તરીકે સંસદમાં આ બિલનું વર્ણન કરતા હોય ત્યારે બધા ડોકટરોને જાણે આ મંત્રી પોતાના પ્રોફેશનનો ગદ્દાર હોય એવું લાગવા માંડ્યું. જોકે આ બિલના પડઘમ તો એક વર્ષ પહેલાથી જ વાગવા માંડ્યા હતા, આ તો નવી ટર્મમાં ડૉ.હર્ષવર્ધનનું બેસવું અને NMC નું પડવું એવું થયું. 👉  NMC બિલ લાવવાનું કારણ શું? NMC બિલ મુખ્યત્વે બે બાબતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે. MCIમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર દૂર કરવો. ગ્રામ્ય વિસ્તારો સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવી . MCI વર્ષોથી આપણા દેશમાં મેડિકલ એજ્યુકેશનને રેગ્યુલેટ કરતી આ

મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાનનું અફવાશાસ્ત્ર

          બટુકભાઈ દરરોજ બગીચામાં ફરવા જાય અને એક બાંકડા પર બેસે. એ બાંકડો તેનો પ્રિય. બે-ચાર મિત્રો સાથે ગપ્પાબાજી કરીને જ દરરોજ સાંજે છુટા પડે. પણ એક દિવસ સાંજે છુટા પડતા પહેલાં તેને પગમાં કંઈક ચુભ્યું. જોયું તો કીટકના કરડવાનું નાનું ઝખમ થયું હતું. બધા એ વાત ને અવગણીને છુટા પડ્યા. બીજા દિવસે પાછા જ્યારે બધા એ બાંકડા પાસે ભેગા થયા ત્યારે જાણવા મળ્યું કે તે બાંકડા નીચે એક દર છે જેમાં ઘણા સમયથી એક સાપ રહે છે. બસ આ વાત બટુકભાઈના કાને પડતા જ તેને ચક્કર આવવા માંડ્યા અને પરસેવો છૂટી ગયો. તરત જ ઘરે ભાગ્યા. ઊલટીઓ થવા માંડી. તાવ ચડી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બટુકભાઈને સાપ નહીં પણ કીટક જ કરડયું હતું. પરંતુ 24 કલાક પછી તેના મનમાં ઘુસેલ વહેમ અને ડરને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ કાલ્પનિક ડરને કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિને વાસો વેગલ રીફલેક્સ (vaso vagal reflex) કહે છે, જે આજકાલ ગુજરાતમાં ઓરી રુબેલા(MR) રસીકરણ અભિયાનમાં બાળકો તથા વાલીઓમાં જોવા મળી રહ્યો છે.           આ સઘળા રીફલેક્સ માટે જવાબદાર કોણ? બહુ સરળ જવાબ છે, આપણું બેજવાબદાર મીડિયા અને બે