પશ્ચિમની પરંપરા તો જુઓ. દરેક સંબધો માટે વર્ષમાં એક એક દિવસની જોગવાઈ કરી છે. આજે વોટ્સ એપ ખોલ્યું તો ફ્રેન્ડશિપ ડે હોય એવું લાગ્યુ. ના, ના, એવું ન સમજતા કે આવા દિવસોને પશ્ચિમના નામે બાકાઝિકી કરીને આવા દિવસોનું કાસળ કાઢી નાખવા માટે હું આહ્વાન કરી રહ્યો છું. આ દિવસો ઉજવવામાં કંઇ ખોટું નથી. આમ પણ આ બધી દિવસોની ઉજવણી આપણી પાસેથી જ તો શીખ્યા છે આ ભૂરિયાઓ. આપણે દરરોજ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્યદેવો ભવ જેવા શિષ્ટાચાર અને સંસ્કારો આપણા બાળકોને શીખવી રહ્યા છીએ(છીએ?) એવા જ સંસ્કારોની ફર્સ્ટ કોપી સ્વરૂપે આ લોકો વર્ષનો એકાદ દિવસ નક્કી કરીને તેને રિસ્પેક્ટ આપે છે. ભલે એક તો એક દિવસ પણ આવા સંબધો સમજતા થયા એ ઘણું કહેવાય.પણ આ ઉજવણી આપણે આપણો પોતીકો દરરોજનો શિષ્ટાચાર મૂકીને તો ન જ કરાય. જવા દો. આવી બધી વણમાંગી અને જગજાહેર સલાહો વાંચવાનો તમને સમય નથી. એટલે એક નવી વાત કરવી છે. આપણે આ ડે તો ઉજવવા માંડ્યા પણ આપણા સંસ્કારો એટલા યુનિવર્સલ છે કે આ વર્ષે એકવાર આવતા જુદા જુદા ડે નું પણ આપણે ઊંધિયું કરી દીધું છે. ના સમજ્યા? જુઓ સમજાવું. જ્યારે મધર્સ ડે હોય ત્યારે પોતાની માંની સાથે સાથે સાસુને ...
સોશિયલ મિડીયાનો ત્યાગ કરવો એ કોઈ ભીષ્મ પ્રતિજ્ઞા જેટલું અઘરું નથી. વળી, ત્યાગ કરવાથી તમે કોઈ સંત બની જશો એવું પણ નથી. સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવો એ સંસારમાંથી સંન્યાસ લેવા જેવું કપરું કામ નથી. આમ છતાં જો તમે સોશિયલ મીડિયા છોડી દો છો અને ત્યારબાદ તમને વીથડ્રોઅલ સિન્ડ્રોમની કિક લાગે તો સમજી લેવું કે સાલું આ તો સંસાર છોડવા જેવું કપરું કામ હતું! ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયા હવે એક અનિવાર્ય ઓળખપત્ર બનતું જાય છે. જો તમે સોશિયલ મિડીયા પર નથી તો લોકો તમને શંકાની નજરે જોઈ શકે છે. ઘણીવાર તો એવું પણ વિચારી શકે કે તમે પોતાના નામે નહી પણ કોઈ એન્જલ કે પ્રિયાના નામે સોશિયલ મીડિયા પર અગ્નાતવાસ ભોગવી રહ્યા હો. આ બધા આરોપ પ્રત્યારોપ વચ્ચે કેટલાક મહત્વના સોશિયલ મીડિયાના અમુક ઘાતક હથિયારો વિશે જાણીએ. અલ્ગોરિધમ સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એટલે કાબુ બહારની વાત. જેણે પણ આ અલ્ગોરિધમ ડિઝાઇન કર્યું હશે એ મગજનો મહાનતમ જાણકાર ગણાય. એક જ વાત વિશે વિચારતા વિચારતા તેને લગત બીજી વાત પર તમે કઈ રીતે પહોંચી જાઓ છો તે તમને પણ ખ્યાલ રહેતો નથી. ...