શીર્ષકના મુખ્ય શબ્દો કદાચ પૂર્વ પશ્ચિમ જેવા લાગે કે જેને એકબીજા સાથે કંઈજ લેવા દેવા નથી, પણ બંનેના પરિણામો જે મળવાના છે તે કદાચ ભવિષ્યમાં કોઈ એક જ સમયે એક સાથે ત્રાટકશે એ સંભવ છે. ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ વગેરે વગેરે શબ્દોને જેટલો સંબંધ વાતાવરણના સ્વાસ્થ્ય સાથે છે કદાચ એટલો જ સંબંધ પ્રાણીમાત્રના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સાથે ખરો. આપણે આપણા પ્રાકૃતિક વરદાનમય સ્ત્રોતો ને એટલા મલિન બનાવી દીધા છે કે જાણે આખી પૃથ્વી જ હવે હાઈબ્રીડ બનતી જાય છે! નવું નવું બનાવવા જતા જૂનો ઘાટ જ હવે આ દુનિયામાં દેખાતો બંધ થવા લાગ્યો છે. એટલેજ હવે એ સમય દૂર નથી કે નાશપ્રાય જીવોની યાદીમાં મનુષ્યનું નામ જોડાઇ જાય. બદલાતા વાતાવરણમાં જીવોની બદલાતી પ્રકૃતિ તેની અનુકૂલન ક્ષમતાનો પુરાવો આપે છે અને આ બદલાવ જ જે તે જીવોને અસ્તિત્વની જંગ માટે તૈયાર કરે છે. એન્ટીમાઇક્રોબીઅલ દવાઓ એટલે એવી દવાઓ જે મનુષ્ય કે પ્રાણીના શરીરમાં રહેલા ચોક્કસ હાનિકારક સુક્ષમજીવો પર હુમલો કરીને તેનો નાશ કરે છે. આવા સૂક્ષ્મજીવો જો બેક્ટેરિયા હોય તો તેના પર અસર કરતી આવી ચોક્કસ દવાઓને એન્ટિબા...
A magnifying pen