માનવહિતો નું રક્ષણ શેમાં છુપાયેલું છે!? પોતાની આવડત અને અવળચંડાઈ વચ્ચે ની પાતળી ભેદરેખાને ભૂંસીને આગળ વધી ગયેલો આજનો સુપર ડુપર હ્યુમન શું ખરેખર એ જ મેળવી રહ્યો છે જેની આદિમાનવે વર્ષો પહેલા શરૂઆત કરી હતી? ડાર્વિન કાકા ના મત મુજબ એ વાત તો એકદમ સાચી જ માનવી પડે કે જ્યારે જ્યારે જીવ ના અસ્તિત્વ સામે જોખમ ઉભું થાય ત્યારે ત્યારે જીવ પોતાનામાં એવી નવી આવડત, અનુકૂલન, ચાલાકી... વગેરે વગેરે ઉભું કરીને પ્રતિકુળતાને ચેલેન્જ ફેંકે છે. હવે જોવું એ રહ્યું કે આ સ્વરક્ષણ માટે ઉભી કરાયેલી આવડત છે કે પછી પોતાના સ્વાર્થને ખાતર અનુકૂળ પરિસ્થિતિ માં પણ આ આવડતને પ્રયોજીને માનવ પોતાની ચલાકીનો લાભ (ગેરલાભ) લઈ રહ્યો છે. બસ,બહુ થઈ ફિલોસોફીકલ વાતો. હવે સીધા જ ટેકનિકલ પોઇન્ટ પર આવીએ. માનવ આવિશ્કૃત યંત્રમાનવ (રોબોટ) શુ ખરેખર માનવ નો પર્યાય બની રહેશે ? જી ના, હું કોઈ સાઉથ કે હોલીવુડ ની ફિલ્મો ની સ્ટોરી લાઈન ને રેફરન્સ મુકવાનો નથી. પણ હા આવી સાયન્સફિક્શન સ્ટોરી લખવા વાળાની ફિલોસોફી ને દાદ તો દેવી જ પડે. સાંભળ્યું છે કે રોબોટ્સ આપણી ઘણી બધી નોકરીઓ ને હડપ કરી જવાના છે, લગભગ કરી ગયા છે. શુ આ બ
A magnifying pen