બટુકભાઈ દરરોજ બગીચામાં ફરવા જાય અને એક બાંકડા પર બેસે. એ બાંકડો તેનો પ્રિય. બે-ચાર મિત્રો સાથે ગપ્પાબાજી કરીને જ દરરોજ સાંજે છુટા પડે. પણ એક દિવસ સાંજે છુટા પડતા પહેલાં તેને પગમાં કંઈક ચુભ્યું. જોયું તો કીટકના કરડવાનું નાનું ઝખમ થયું હતું. બધા એ વાત ને અવગણીને છુટા પડ્યા. બીજા દિવસે પાછા જ્યારે બધા એ બાંકડા પાસે ભેગા થયા ત્યારે જાણવા મળ્યું કે તે બાંકડા નીચે એક દર છે જેમાં ઘણા સમયથી એક સાપ રહે છે. બસ આ વાત બટુકભાઈના કાને પડતા જ તેને ચક્કર આવવા માંડ્યા અને પરસેવો છૂટી ગયો. તરત જ ઘરે ભાગ્યા. ઊલટીઓ થવા માંડી. તાવ ચડી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બટુકભાઈને સાપ નહીં પણ કીટક જ કરડયું હતું. પરંતુ 24 કલાક પછી તેના મનમાં ઘુસેલ વહેમ અને ડરને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ કાલ્પનિક ડરને કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિને વાસો વેગલ રીફલેક્સ (vaso vagal reflex) કહે છે, જે આજકાલ ગુજરાતમાં ઓરી રુબેલા(MR) રસીકરણ અભિયાનમાં બાળકો તથા વાલીઓમાં જોવા મળી રહ્યો છે. આ સઘળા રીફલેક્સ માટે જવાબદાર કો...
A magnifying pen