“ભાઈ, હજુ થોડી દુ:ખાવાની બે ગોળી વધુ આપી દો ને...” “પણ તમારે જરૂર નથી એટલી દવાની, આમાં ડોકટરે જેટલી લખી એટલી મેં આપી દીધી.” “તમે આપી દોને , ડોકટરે ભલે ના લખી હોય. પડી હશે તો કામ લાગશે” આખરે કંટાળીને સરકારી દવાખાનાનો ફાર્માસિસ્ટ બે વધુ ગોળી કાપીને આપે છે એ દર્દીને અને લાઈનમાં તેના પછી ઉભેલો બીજો દર્દી- એ જ સંવાદ અને એજ માંગણી સાથે. આ સંવાદ કોઈ કરીયાણા ની દુકાન નો હોય એવું લાગે પહેલા તો, પણ લગભગ બધાજ સરકારી દવાખાનાઓમાં ફાર્માસિસ્ટ (ઓહ સોરી, તમે ના ઓળખ્યા? પેલો દવાવાળો)ની હાલત આવી જ છે, આખા ભારતભરમાં. ક્યારેક ફાર્માસિસ્ટ શબ્દ સાંભળીને અજુગતું લાગે કે આ વ્યક્તિ નક્કી કોઈ ખેતીના બિઝનેશ સાથે સંકળાયેલો હશે, ખાસ કરીને અધુરો ઘડો માથા પર રાખીને ચાલતા કહેવાતા અંગ્રેજી વિવેચકોને આવું વધુ લાગશે. આમ પણ આપણા દેશમાં ફાર્માસિસ્ટના કાર્યને અને તેની કાબેલીયતને સમજનારા એટલા જ છે જેટલા અમાસની રાત્રે આકાશમાં ચંદ્રદર્શન કરનારા. લોકોના પ્રત્યક્ષ સંપર્કમાં આવનારા બે જ ફાર્માસિસ્ટ છે, એક સરકારી દવાખાનાની દવાની બારીએ જોવા મળતા નાશપ્રાય: જીવો અને બીજા પ્રાઇવેટ મેડીકલ સ્ટોરમાં ખુબ જ ઓછા અને ભાગ્...
A magnifying pen