"આજે સાંજે આઠ વાગ્યાથી હવે પછી કોલેજમાંથી બહાર આવનારા MBBSની ડિગ્રી મેડિકલ પ્રેક્ટિસ માટે રદ કરવામાં આવે છે...."☺️☺️☺️ કંઈક આવું જ જાણે થવા જઈ રહ્યું હોય એવો માહોલ ઉભો થઈ ગયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડીમોનિટાઇઝેશનની હાકલ પડી હોય એવું લાગે છે. નેશનલ મેડિકલ કમિશન બિલ સંસદમાં પાસ થયું ત્યારથી અથવા કહો કે એ પહેલાથી જ વાતાવરણ વ્હાઇટ એપ્રોન અને સ્ટેથો સાથે ગુંજી રહ્યું હતું. કાનપુર મેડિકલ કોલેજમાં લગભગ એક દશકો વિતાવીને ભણેલા ઇએનટી સર્જન ડૉ.હર્ષવર્ધન જ્યારે હેલ્થમિનિસ્ટર તરીકે સંસદમાં આ બિલનું વર્ણન કરતા હોય ત્યારે બધા ડોકટરોને જાણે આ મંત્રી પોતાના પ્રોફેશનનો ગદ્દાર હોય એવું લાગવા માંડ્યું. જોકે આ બિલના પડઘમ તો એક વર્ષ પહેલાથી જ વાગવા માંડ્યા હતા, આ તો નવી ટર્મમાં ડૉ.હર્ષવર્ધનનું બેસવું અને NMC નું પડવું એવું થયું. 👉 NMC બિલ લાવવાનું કારણ શું? NMC બિલ મુખ્યત્વે બે બાબતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે. MCIમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર દૂર કરવો. ગ્રામ્ય વિસ્તારો સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવી . MCI વર્ષોથી આપણા દેશમાં મેડિકલ એજ્યુકેશનને રેગ્યુલેટ કરતી આ
A magnifying pen