"વી આર નોટ હીઅર ટુ મેક ફ્રેન્ડસ. આઇ ડુ નોટ લવ માય પેશન્ટસ્. ઇસ હાથ કો દેખો. હજારો ઓપરેશન કીએ હૈ ઇસ હાથને લેકીન યે કભી નહી કાંપા. મગર મેં અપની હી બેટીકા ઓપરેશન કરું તો યે હાથ જરૂર કાંપેગા." મુન્નાભાઈ એમબીબીએસ માંથી ડો.અસ્થાનાનો આ ડાયલોગ મને યાદ આવે છે જ્યારે કબીરસિંધ ફિલ્મમાં કોલેજ ડીન પણ ફૂટબોલમાં ઝઘડો કરીને આવેલા શાહિદ કપૂરને આવી જ કંઈક સલાહ આપે છે, "એન્ગર મેનેજમેન્ટમે તુમ ઝીરો હો. મેડિકલ પ્રોફેશનમે જો ઇન્સાન અપના ગુસ્સા કંટ્રોલ નહિ કર શકતા વો સર્જીકલ બ્લેડ હાથમે લિયે એક મર્ડરર સે જ્યાદા કુછ નહીં હૈ." આ બંને ડાયલોગ આમ તો એકબીજાના પૂરક છે, પરંતુ બંનેમાં બે જુદી જુદી લાગણીઓને સંબોધવામાં આવી છે. પહેલા ડાયલોગમાં ડોકટરને દર્દી પ્રત્યેની હમદર્દી અને પ્રેમથી દૂર રહેવાનું સૂચન છે તો બીજા ડાયલોગમાં નફરત અને આવેશથી પણ ડોકટરોએ જોજનો દૂર રહેવું એવી ફિલોસોફી બતાવી છે. ડોકટર કે કોઈ પણ મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલો વ્યક્તિ બીજા ગ્રહ પરથી આવેલો નથી. એ પણ આજ સમાજમાં ઉછરેલો હોમો સેપિયન્સ છે અને એટલે તેનામાં પણ સામાજિક સંવેદનાઓ અને લાગણીઓ હોવાની જ. પરંતુ શું આ લાગણીઓ ત...
A magnifying pen