Skip to main content

Posts

Showing posts from April, 2020

પેન્ડેમિકથી પણ ખતરનાક છે ઇન્ફોડેમિક

ઇતિહાસના પાનાઓ પર સેકન્ડે સેકન્ડની ઘટનાઓ કંડારાઈ રહી છે એવા આ કોરોના પેન્ડેમિક સમયમાં એક નવો શબ્દ ઉગીને સામે આવ્યો, જે છે ઇન્ફોડેમિક (infodemic). પેન્ડેમિક દ્વારા થતા નુકસાનના આંકડાઓ જગજાહેર થતા રહે છે પણ અફસોસ ઇન્ફોડેમિકને લગતી કોઈ આંકડાકીય માહિતી સામે નથી આવતી કે જેના દ્વારા થયેલ નુકસાનને માપી શકાય.  ઇન્ફોડેમિક એટલે માહિતીનો એવો વિસ્ફોટ કે જેમાંથી ઉડતા ચીંથડે ચીંથડાઓનો લોકો ઉપયોગ કરીને પોતાના કપડામાં થિંગડા મારી રહ્યા છે. અધકચરી માહિતીનો ઉપયોગ કરીને લોકો પોતાની થિયરી વહેતી કરી રહ્યા છે. એકબાજુ તંત્ર કોરોના સામે લડી રહ્યું છે તો બીજી બાજુ આવી અફવા બજારો સામે પણ પગલાં લેવાના શરૂ થઈ ગયા છે. અફસોસની વાત એ છે કે હવે કોરોના સામેની લડાઈ ફક્ત એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી રહી, હવે દરેક મોરચે તેની સામે લડવાનો વખત આવી ગયો છે. ઇન્ફોડેમિક એટલી હદે વકરશે તેનો અંદાજ કદાચ કોઈને નહિ હોય. આજે કોઈ પણ માહિતીથી જાગૃત હોવું, અવગત હોવું એ એક વાત છે પણ એ જ માહિતીનો સ્ત્રોત કે ઉદ્દગમ જાણ્યા વગર તેના પર ભરોસો કરી લેવો એ અલગ વાત છે. ફક્ત માહિતી મેળવી લેવાથી વાત પુરી નથી થઈ જતી. આ માહિતીમાં પોતાની હાયપોથીસીસ બનાવ