દરેક બનાવો અને દરેક વસ્તુને આપણે ફિક્શનના ઢબે જોવા ટેવાયેલા છીએ. આ વાત ફક્ત ફિલ્મી દુનિયાના અસ્તિત્વ પછી જ જોવા મળી એવું નથી. જ્યારે ફિલ્મો બનતી ન હતી ત્યારે પણ લોકો કોઈ પણ વાતમાં વાર્તા શોધવાનો પ્રયત્ન પોતાની જાતે પુરી રીતે કરતા હતા. આપણું અર્ધજાગૃત મન દરેક બનાવ કે સમાચારોમાં પણ વાર્તા જ શોધે છે પછી તે કરૂણ જ કેમ ના હોય. મીડિયા ચેનલ દ્વારા પરોસવામાં આવતી માહિતી પણ કઈક અંશે ફિક્શનના વાઘા પહેરાવીને જ મુકાય છે. આપણી કુટેવોને સુટેવોમાં બદલવા આપણા ઋષિમુનિઓએ પણ આપણને કેટલીક પ્રણાલીઓ પહેલેથી જ આપેલી જેનો આપણે હજુ સુધી અર્થ જાણ્યા વગર અમલ કરી જ રહ્યા છીએ પણ ધીમે ધીમે તે પ્રણાલીને એક પેઢીથી બીજી પેઢીમાં વહન કરાવતા કરાવતા તેમાં રહેલા લોજીકને સાથે બાંધીને આગળ વધારવાનું ચુકી ગયા. આ સુટેવોને પણ વાર્તાના તાંતણામાં ગૂંથીને જ આપણા વડવાઓ અને ઋષિમુનિઓ આપી ગયા. પરંતુ વાર્તાઓ અને વ્રતકથાઓ રહી ગઈ અને તેનું હાર્દ અને તેના પાછળનું વિજ્ઞાન ધીમે ધીમે વિસરાતું ગયું. તો મહત્વનો મુદ્દો એ જ છે કે ફિક્શન કે વાર્તા એ જ સૌથી સરળ રસ્તો છે કોઈ પણ મોટી વાતને ગળે ઉતારવાનો. જરા વિચાર કરો કે જો મહાભારતમાં યુદ્ધસ્થિતિનું ન...
A magnifying pen