લગભગ દોઢેક વર્ષ પહેલાં પાકિસ્તાનના પેશાવરમાં એક જ દિવસે સરકારી હોસ્પિટલો બાળકોથી ઉભરાવા માંડી. હજારો બાળકો તેમના વાલીઓ સાથે હોસ્પિટલ પર ચડી આવ્યા. વાત જાણે એમ હતી કે આગલા દિવસે આ બાળકોને પોલિયો કેમ્પેઇનમાં પોલિયોની રસી આપવામાં આવી હતી. ના રે ના રસીમાં કાંઈ વાંધો હતો નહિ, પણ એક મસ્જિદ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી કે પોલિયોની રસી લીધેલા બાળકોમાં ઝાડા અને ઉલ્ટી જોવા મળેલ છે અને તમારા બાળકોને પણ થઈ શકે માટે વિચારીને રસી આપવી. આ વાતમાં કાંઈ દમ હતો નહિ પણ બેબાકળી બનેલી અબુધ પ્રજાએ કેટલાક હેલ્થ સેંટર્સને તોડી નાખ્યા અને કેટલાક હેલ્થ વર્કર્સને પાટા પથ્થરોનો સ્વાદ ચખાડ્યો એ અલગ. આ મસ્જિદની ઘોષણાની સાથે કેટલાક વેક્સિનેશન વિરોધી વાયરલ થયેલા વિડીયોએ પણ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં વેક્સિનને કારણે કોઈ તકલીફ થઈ હોય એવું શક્ય જ ન હતું. આ બધા એક માસ હિસ્ટીરિયાનો શિકાર બન્યા હતા, જેને વાસો વેગલ રીફલેક્સ દ્વારા પણ ઓળખાવી શકાય. આ સમજવા માટે બે વર્ષ પહેલાનું ગુજરાતનું મીઝલ્સ રુબેલા વેક્સિનેશન કેમ્પેઇન યાદ કરવું પડે. વાંચો: મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાનનું અફવાશાસ્ત્ર પાકિસ્...
A magnifying pen