"એલી તારા ઘરમાં ય કોરોના આઇવો?" "હા..બેન. તમારા ભાઈને ય થ્યો." "બેન ઇ સારું.. વેલાસર નવરા થઈ ગ્યા એમ સમજી લેવાનું. હવે પાડોશવાળા ભલે બીવે." આવો સંવાદ મેં સાંભળેલો છે એટલે લખ્યો પણ મોટાભાગના લોકો અને પાડોશીઓ આવું જ વિચારે છે કારણકે મોટા ભાગના લોકોને કોરોના ઘરમાં જ મટી ગયો છે અને હોસ્પિટલના બિછાને નથી જાવું પડ્યું એટલે કોરોનાને મજાક સમજી રહ્યા છે. ઉપરોક્ત સંવાદ ઉપરથી બીજી એક વાત નોટિસ પણ કરવા જેવી છે જેના મૂળમાં જ કોરોનાના ફેલાવાની હકીકત ઉડીને આંખે વળગે એમ છે. એ મુદ્દો છે સ્વાર્થનો. લોકો જો ખરેખર કાળજી રાખતા જ હોત તો આ નોબત જ ન આવી હોત. ક્યારેક ગાફેલાઈમાં તો ક્યારેક જાણીજોઈને આ લોકો કોરોના ફેલાવતા હોય છે અથવા કહો કે કોરોના ફેલાય તેમાં તેને મજા પણ આવતી હોય છે. નજીકમાં જોયેલો જ એક કિસ્સો ધ્યાનમાં આવે છે જેમાં એક સાથે એક જ ઘરનાં ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા. બે પુરુષ અને એક સ્ત્રી. બધાના લક્ષણો બે કે ત્રણ દિવસમાં જ જતા રહ્યા એટલે જાણે કે પોતે રાજા થઈ ગયા. એ બન્ને પુરુષો પોતાના ઘર પાસેના રસ્તા પર જ માવો ખાઈને થૂંકે. આ રસ્તા પરથી જ સોસાયટીના તમામ લોકો પસાર ...
A magnifying pen