મારે કોરોનાની વેક્સિન લેવી જોઈએ કે નહીં? આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે ફરીથી 2020 ના એપ્રિલ મહિનામાં ટાઈમ ટ્રાવેલ કરવું પડે. યાદ કરો એ સમય જ્યારે આપણે પૃથ્વીના વિનાશની કાલીઘેલી વાતો કરતા હતા. નાસ્તિકમાંથી કેટલાય રાતોરાત આસ્તિક પાર્ટીમાં આવી ગયા હતા. ઘરમાં ભરાઈને નિર્બળ થઈ ગયેલા લોકો કલ્કી અવતારની રાહ જોતાં હતા તો કેટલાક પ્રકૃતિના કોપ સામે હાથ જોડીને બેઠા હતા. દરેકની જિંદગીમાં અમુક એવી ઘાતક ક્ષણો હોય છે જેને જીવી જનાર પોતાની આગલી પેઢીને પણ આ ક્ષણો સામે કેવી બાથ ભીડી હતી તેની ફાંકા ફોજદારી કરતા હોય છે. પણ એવી ક્ષણો બહુ ઓછી હોય છે જ્યારે સમગ્ર માનવસમાજ એકસાથે પોતાના સંતાનોને ભવિષ્યમાં આવી કપરી ક્ષણોનું સાચું વર્ણન કરે. મારા સમકાલીન તમામની વાત કરું તો અત્યાર સુધીની જીવેલી ડરામણી પળોમાં ઉડીને આંખે વળગે એવું કંઈ હોય તો એ છે 2001નો ભુકંપ અને 2020નો કોરોના. માર્ચ 2020 મહિનાથી શરૂ કરીએ તો આપણા વૈજ્ઞાનિકો અને ડોકટરોએ કોરોનાને નાથવા શક્ય તમામ પ્રયાસો કર્યા. એમાં ઘણા નિષ્ફળ પ્રયાસો પણ હતા. હાઇડ્રોકસી ક્લોરોકવીન, આઈવરમેકટિન, ફેબીફ્લુ, રેમડેસીવીર, ટોસિલિઝુમેબ આ બધા નામો ગામડાના સામાન્ય માણસને પણ ક...
A magnifying pen