આજકાલ મીડિયા માટે લખવી જે ખૂબ જ સરળ બની ગઈ છે એવી આ હેડલાઈન દરેક લોકોના જીભે ચડી બેઠી છે. પણ આ તંત્રની વ્યાખ્યા થોડી સમજવાની જરૂર છે. આ તંત્ર એટલે કોણ? સરકારી કચેરી? સરકારી દવાખાના? સરકારી કર્મચારીઓ? સરકાર પોતે? આમાંથી કોણ? ખરેખર ઉપરના બધા તો તંત્રનો એક ચતુર્થ ભાગ સમાન જ છે. સાચું તંત્ર બનેલું છે લોકોનું. જ્યાં લોકો નથી, નાગરિકો નથી એ તંત્ર નથી. ઘણી વાર તંત્રમાં ઉપરનામાંથી એક પણ ન હોય છતાં એ તંત્ર હોઈ શકે. રેલીઓ સરકારે કરી તેને સફળ બનાવી લોકોએ. મેચોનું આયોજન થયું તેની ટિકિટો બેફામ વેચાઈ, લીધી કોણે, લોકોએ. એટલે જ્યારે જ્યારે તંત્ર સામે એક આંગળી ચીંધવામાં આવે છે ત્યારે ત્યારે ત્રણ આંગળીઓ આપણી તરફ પણ હોય છે અને આ આંગળીઓ ભેગી મળીને જ તંત્ર બનાવે છે. હવે બેદરકારી શબ્દ તરફ પ્રયાણ કરીએ. આવી મહામારીમાં પોતાની ફરજ બજાવતા (આને ઉપકાર ન સમજીને ફરજ સમજીએ તો પણ..) હેલ્થ સ્ટાફ ઉપર દરરોજ માછલાં ધોવા કેટલા વ્યાજબી છે? ક્યારેક કોઈના ટેસ્ટમાં ટેક્નિકલ ક્ષતિ આવે તો બેદરકારી. કોઈનો જીવ જાય તો હેલ્થ સ્ટાફની બેદરકારી. કોઈને બેડ ઉપલબ્ધ ન થાય તો હેલ્થસ્ટાફની બેદરકારી. કોઈને પૂરતી દવાઓ ઉપલબ્ધ ન થાય તો દવાખ...
A magnifying pen