Skip to main content

Posts

Showing posts from December, 2021

ઓમિક્રોન એટલે કોરોનાએ માનવજાતને સંધિ માટે મોકલેલો દૂત...⁉️

  Sorry Omicron, you are still on second position. આવું જ કંઈક ગઇકાલે ICMR દ્વારા કહેવામાં આવ્યું. એટલે કે ICMRના ડેટા મુજબ હજુ પણ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટ ઓછો ઘાતકી છે. વિશ્વભરમાંથી ટૂંકા સમય દરમિયાન મળેલ રિસર્ચ ડેટા પણ એવું જ કંઈક કહે છે કે ઓમિક્રોનથી સાવચેત રહેવાની જરૂર છે પણ નવા વાયરસમાં ખપાવીને ડરવાની જરૂર નથી. ઓમિક્રોન પરના કોઈ જ ડેટા કે ઇન્ફોર્મેશન કે બ્લા બ્લા બ્લા આગળ આ બ્લોગમાં તમને મળશે નહીં. માટે એવી આશા હોય તો અહીંથી જ અટકી જવું અને ગૂગલ પ્રભુનું શરણ લેવું. અહીં કઈક અલગ જ વિષય પર વાત કરવાની ઈચ્છા છે. કોરોના વાઇરસથી આપણે જેવી રીતે છેલ્લા બે વર્ષથી લડી રહયા છીએ એવી જ રીતે કોરોના વાઇરસ પણ મનુષ્ય સામે છેલ્લા બે વર્ષથી લડી રહ્યો છે એવું કહી શકાય. જો આ વાઈરસની નજરોથી જોવા જઈએ તો ભલે તેનું જીવન ક્ષણિક હોય પણ તેની ઈચ્છા પણ જીવી જવાની અને પોતાની પેઢીઓને જીવતી રાખવાની હોય છે. આવી રીતે કોઈ પણ પ્રકારે નવા નવા વેરીએન્ટ લોન્ચ કરીને કોરોના માનવજાત સાથે એક પ્રકારની ડીલ કરી રહ્યો છે. માનવજાત પણ નવા વેરીએન્ટ આવતાની સાથે જ પોતાને સજ્જ કરીને જાણે આ ડીલમાં તોલભાવ કરી ...