એક બગીચાની બેન્ચ પાસે દરરોજ રાત દિવસ એક પોલીસ કર્મચારી સિક્યુરિટી માટે ઉભો રહે. કોઈએ તેને પુછયું કે તેને અહીં કેમ ઉભો રાખ્યો તો જવાબમાં બસ એટલું જ કહે કે અમારા સરનો ઓર્ડર છે ,તેને ખબર. જ્યારે તેના સરને પૂછવામાં આવ્યું કે અહીં પોલીસ સિક્યુરિટી કેમ? તો જવાબ ફરી પાછો એ જ કે મારી બદલી થઈને હું અહી આવ્યો એ પહેલાની અહીં ડયુટી શરૂ છે. તેની પહેલાના નિવૃત અધિકારીઓ સુધી આ સવાલ લંબાતો ગયો પણ જવાબ એક જ મળ્યો કે પહેલાથી જ ત્યાં પોલીસનો પોઇન્ટ છે. હકીકત જાણવા ઈચ્છુક એક વ્યક્તિ ત્રીસ વર્ષ પહેલાના તે સ્થળ પર ફરજ બજાવતા એક અધિકારી સુધી પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે જે તે સમયે એક નેતાએ લગાવેલા તે નવા બાંકડાને પોતાની ગ્રાન્ટમાંથી તાજો રંગ કરેલ હોવાથી લીલા બાંકડા પર કોઈ બેસે નહિ એ માટે ત્યાં એક માણસ ચોકીદાર તરીકે લગાવાનો નેતાશ્રીએ પોલીસ કચેરીને કહેલું અને કચેરીમાંથી તેના માટે એક માણસનો ઓર્ડર છૂટી ગયો. બાંકડાનો રંગ સુકાય એ પહેલાં પોલીસ ઇન્ચાર્જની બદલી થઈ ગઈ અને આજે પણ બદલી પછી આવેલ દરેક ઓફિસર તે ઓર્ડરનું આંધળું પાલન કરાવે છે. આજે પણ તે કારણે એક પોલીસ સ્ટાફ બેન્ચ પાસે વેડફાય છે. મુંબઈમાં બહુમાળી...
A magnifying pen