એકાદ મહિના પહેલાંની જ વાત છે જ્યારે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પૂરેપૂરો સ્ટાફ પોલીસ સ્ટેશનમાં બેઠેલો હતો. વાત ફકત એટલી જ હતી કે એક દર્દી દ્વારા નર્સ સાથે બોલાચાલી થઈ ગઈ અને એ બોલાચાલી તમામ મર્યાદાઓ ચૂકીને ડૉકટરથી માંડીને તમામ સ્ટાફ સાથે કરવામાં આવી. દર્દીને એટેન્ડ કરવામાં ફ્કત પાંચ મિનિટનો સમય લાગતા એ દર્દીની ધીરજ ખૂટી ગઈ હતી, બસ વાત ફ્કત એટલી જ હતી. દર્દીને કોઈ ઇમરજન્સી ન હોવા છતાં પોતાના નંબરની રાહ જોવા તૈયાર ન હતો. આવી સામન્ય ધીરજના આભાવને કારણે તેણે પોતાનો મિજાજ ગુમાવ્યો. કોઈ જ પ્રકારની મારામારી થઈ ન હતી, થોડી ઘણી પાયાવિહોણી ધાકધમકીઓ હતી. આમછતાં તમામ સ્ટાફ દ્વારા તરત જ આ વાત સામે બાંયો ચડાવીને ફરિયાદ દાખલ કરી જેને કારણે થોડા ઘણા અંશે પણ લોકોમાં એક ઉદાહરણ બેસાડી શકાય. ખરાબ માનસિકતા અને દાદાગીરીના પવનમાં ભાન ભૂલી ગયેલા એ 'કહેવાતા' દર્દીએ એ રાત્રિ પોલીસ સ્ટેશનમાં વિતાવી. આ વાત આજે યાદ કરવાનું કારણ રાજસ્થાનમાં થયેલ એક દુર્ઘટના છે. અહીં લોકોની નજરમાં જે દુર્ઘટના છે તેના કરતાં અલગ દુર્ઘટના દેશના ડૉકટર અને મેડિકલ સ્ટાફની નજરમાં છે. આ બંને દુર્ઘટનામાં જીવ ગયા જેમાં એક દર્દીની ...
A magnifying pen