25 સપ્ટેમ્બર એટલે દુનિયાભરના ફાર્માસિસ્ટને એક જ સ્ટેજ પર લાવતો દિવસ. World Pharmacists Day. એ ફાર્માસિસ્ટ પછી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય કે અધ્યાપક હોય, હોસ્પિટલ ફાર્માસિસ્ટ હોય કે રિટેઇલ ફાર્માસિસ્ટ હોય, સાયન્ટિસ્ટ હોય કે પોલિસી મેકિંગ અથવા એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલો હોય... આ તમામ માટે આ દિવસ એક સરખો છે. પરતું આ સિવાય પણ કેટલાક પ્રોફેશન્સ છે જેમાં આપણા ફાર્માસિસ્ટ મિત્રો ફાર્માસિસ્ટ તરીકે તો નહીં પણ ફાર્માસિસ્ટના હૃદયથી જરૂર કામ કરે છે. ફાર્માસિસ્ટમાં પોતાનું કેરિયર છોડીને પબ્લિક સર્વિસમાં અથવા કોઈ પણ બીજા કેરીયરમાં જોડાયેલા હોય, તેની વર્તમાન કેરિયરનો બેઝ તો હંમેશા ફાર્મસીની આસપાસ જ ઘુમતો હોય છે. આજે આવા જ એક પૂર્વ હોસ્પિટલ ફાર્માસિસ્ટ અને વર્તમાન પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે નાની એવી શાબ્દિક મુલાકાત તમારી સાથે શેર કરું છું. રાજકોટમાં ફરજ બજાવતા PI ભાર્ગવસિંહ પાસેથી આપણે ફાર્માસિસ્ટ માટેની છોટી છોટી મગર મોટી બાતેં જાણવાનો પ્રયત્ન કરીશું. એમના જ શબ્દોમાં.. . 🔴 ફાર્માસિસ્ટ બનવાનું પહેલા વિચારેલું કે PI અથવા કલાસ 1 કે 2 બનવાનું પહેલા વિચારેલું? 🟢 " સૌથી પહેલાં બેન્કમ...
A magnifying pen