Skip to main content

વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે પર એક મુલાકાત પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે



25 સપ્ટેમ્બર એટલે દુનિયાભરના ફાર્માસિસ્ટને એક જ સ્ટેજ પર લાવતો દિવસ. World Pharmacists Day. એ ફાર્માસિસ્ટ પછી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય કે અધ્યાપક હોય, હોસ્પિટલ ફાર્માસિસ્ટ હોય કે રિટેઇલ ફાર્માસિસ્ટ હોય, સાયન્ટિસ્ટ હોય કે પોલિસી મેકિંગ અથવા એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલો હોય... આ તમામ માટે આ દિવસ એક સરખો છે. પરતું આ સિવાય પણ કેટલાક પ્રોફેશન્સ છે જેમાં આપણા ફાર્માસિસ્ટ મિત્રો ફાર્માસિસ્ટ તરીકે તો નહીં પણ ફાર્માસિસ્ટના હૃદયથી જરૂર કામ કરે છે. ફાર્માસિસ્ટમાં પોતાનું કેરિયર છોડીને પબ્લિક સર્વિસમાં અથવા કોઈ પણ બીજા કેરીયરમાં જોડાયેલા હોય, તેની વર્તમાન કેરિયરનો બેઝ તો હંમેશા ફાર્મસીની આસપાસ જ ઘુમતો હોય છે. આજે આવા જ એક પૂર્વ હોસ્પિટલ ફાર્માસિસ્ટ અને વર્તમાન પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ સાથે નાની એવી શાબ્દિક મુલાકાત તમારી સાથે શેર કરું છું. રાજકોટમાં ફરજ બજાવતા PI ભાર્ગવસિંહ પાસેથી આપણે ફાર્માસિસ્ટ માટેની છોટી છોટી મગર મોટી બાતેં જાણવાનો પ્રયત્ન કરીશું. એમના જ શબ્દોમાં...



🔴 ફાર્માસિસ્ટ બનવાનું પહેલા વિચારેલું કે PI અથવા કલાસ 1 કે 2 બનવાનું પહેલા વિચારેલું?

🟢 "સૌથી પહેલાં બેન્કમાં નોકરીનું વિચારેલું અને તેનાં માટે બરોડામાં IBPS ની પરીક્ષા માટેનાં ક્લાસ પણ કરેલાં.

પણ પછી GPSC -1&2 ની પરીક્ષા માટેની જાહેરાત આવી જતાં ફોકસ બદલાય ગયું.

GPSC Class-1&2 ની પ્રીલીમ પરીક્ષાની તૈયારીમાં ફાર્માસિસ્ટની પરીક્ષાની તૈયારી થઈ ગઈ  અને પરીક્ષા પાસ થઈ ગયેલી."





મતલબ કે હોસ્પિટલ ફાર્માસિસ્ટની ગવર્મેન્ટ જોબ એ તમારા માટે ખરેખર GPSC પરીક્ષાની તૈયારીની બાયપ્રોડકટ હતી.

🔴 ફાર્માસિસ્ટ દ્વારા થતા ક્રાઈમ ક્યા પ્રકારના હોય છે અને ક્યારેય ફાર્માસિસ્ટનો કેસ ડેસ્ક પર આવ્યો છે?

🟢 "Drugs without Prescription એ પ્રકારના સોફ્ટ ક્રાઈમ ફાર્માસિસ્ટ દ્વારા ઘણી વખત થતાં હોય છે જે ક્યારેય બહાર પડતાં નથી.જેમ કે 'Prescription વગર  ઉંઘની ગોળીઓ આપવી, એન્ટીબાયોટિક દવાઓ આપવી' જેની લોકાનાં શરીરમાં લાંબા ગાળે ગંભીર અસરો પડે છે.

ફાર્માસિસ્ટ ઘણી વખત પ્રાઈવેટ પ્રેકટીસ કરતાં હોય છે જે કાયદા મુજબ ગેરકાયદેસર છે. પરંતુ ફાર્માસિસ્ટને પ્રાઈવેટ પ્રેકટીસની મંજુરી આપવી જોઈએ અને CHO તરીકે પણ લેવા જોઈએ.

ફાર્માસિસ્ટ દ્વારા કોઈ ક્રાઈમ થયેલ હોય એવો કોઈ કેસ હજુ સુધી મારી પાસે આવ્યો નથી."


ચાલો સારું થયું કે હજુ સુધી તમારા ચોપડે ક્રિમિનલ ફાર્માસિસ્ટ નથી ચડ્યો.

🔴 આજનો દિવસ દરેક ફાર્માસિસ્ટ માટે ખાસ છે. આપે WPD મનાવેલ હોય એવી કોઈ મુખ્ય યાદો?

🟢 "WPD કોલેજ સમયમાં મનાવેલ હતો.
બરોડા સીટીમાં તે દિવસે રેલી કાઢી હતી.
WPD નાં આગલાં દિવસે બેનર બનાવવામાં બહું મહેનત કરી હતી."



WPDની તૈયારી જે આપે કહી એ ખરેખર આ વિવિધતા વાળા પ્રોફેશનના ટીમ વર્કનું મોટું ઉદાહરણ પૂરું પાડે છે કારણ કે આ સેલિબ્રેશનની તૈયારીમાં ફાર્મસીના વિધાર્થીઓ થી લઈને ઉપર વાત કરી એમ દરેક ફિલ્ડના ફાર્માસિસ્ટ એક જ સ્ટેજ પર કામ કરે છે. તેમાં પણ આપના જેવા પૂર્વ ફાર્માસિસ્ટ અને પોલીસ ઇન્સ્પેકટર જ્યારે  આ દિવસ પર વાત કરે ત્યારે આ પ્રોફેશનની ડાયવર્સીટી વધુ વિશાળ થતી જાય છે.

🔴 આપની Ph થી PI ની સફર કેવી રહી? Class અને Salary સિવાય એવી કઈ બાબત હતી જેણે તમને ફાર્મસિસ્ટ માંથી પોલીસ બનાવ્યા?

🟢 "ફાર્માસિસ્ટમાંથી PI ની સફર ખુબ જ યાદગાર અને સંઘર્ષપૂર્ણ હતી.

ફાર્માસિસ્ટની વિશાળ કામગીરીમાંથી સમય કાઢવો અને તૈયારી કરવી એ ઘણું જ મુશ્કેલ હતું.

હું કલાસ-2 અને સેલેરી માટે પીઆઈ બન્યો જ નથી. પરંતુ હું GPSC ની કોઈ પણ સારી પરીક્ષામાં સિલેક્ટ થાવ એ મારા માતાં-પિતાંનું સપનું હતું જે હું કોઈપણ સંજોગોમાં પુર્ણ કરવાં માંગતો હતો."




તમારું down to earth કેરેકટર જ બતાવે છે કે તમે કલાસ 2 કે સેલેરી માટે PI બન્યા જ નથી. ફાર્મસી પરિવારને જો આપના સંઘર્ષ પર આટલું ગૌરવ હોય તો આપના માતાપિતાને આપ પર ચોક્કસ અનેક ગણું ગૌરવ હશે જ.

🔴 પોલીસ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં તમને શું સામ્ય લાગે છે?

🟢 "પોલીસ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ઘણી બાબતોમાં સામ્યતા છે જેમ કે 24 કલાક જોબ,નાઈટ ડયુટી, ડિઝાસ્ટર ડ્યુટી,ઈલેકશન ડ્યુટી,લોકો સાથે સંપર્ક વગેરે.

બંને ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓ એવાં છે જેમને કાંઈ કામ કરવું જ નથી. બહાર બંદોબસ્તમાં નામ આવે તો બહાનાં કાઢવાં. ઉપરી અધિકારીને ચાપલૂસી કરવી. સમયસર જોબ પર ના આવવું.

જેમની અંદર  Self-Discipline છે એવાં કર્મચારીઓ બંને ડીપાર્ટમેન્ટમાં છે જેમને કોઈ ના કહે તો પણ પોતાનું કામ કરી લે છે."



અપેક્ષા કરતા પણ વધુ ઊંડાણ વાળો અને કડવું સત્ય કહી શકાય એવો જવાબ આપની પાસેથી મળ્યો.

🔴 આ દિવસે કહેવું તો ન જોઈએ પણ ફાર્માસિસ્ટ પ્રોફેશનની કોઈ એવી ખરાબ બાબતો જે તમને ના ગમતી હોય..

🟢 "ફાર્માસિસ્ટ પ્રોફેશનલ પોતાનાં મેડીકલ સ્ટોરનાં લાયસન્સ ભાડે આપે છે તે નથી ગમતું. એનાં લીધે ફાર્માસિસ્ટની વેલ્યુ ડાઉન થાય છે અને ખોટાં લોકો પ્રોફેશન જમાવીને બેઠાં છે."



સો ટકા. આ ખૂબ જ પેધી ગયેલો સડો છે અને આવી બેદરકારી ખુદ ફાર્મસિસ્ટને પણ સામાન્ય લાગે છે એ તેનાથી પણ મોટું દુઃખ છે.

🔴 હેલ્થ ડિપાર્ટમેન્ટમાં તેમાં પણ ખાસ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટનું મહત્વ કેટલું લાગે છે? અને કેટલું મહત્વ આપવામાં આવે છે?

🟢 "અમુક પ્રાઈવેટ હોસ્પિટલોમાં ફાર્માસિસ્ટને સંપૂર્ણ સાઈડલાઈન કરવામાં આવે છે.

કોઈ ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લઈને ઓછાં પગારમાં કોઈ એક કર્મચારીને મેડીકલ સ્ટોરમાં રાખી દેવામાં આવે છે. જયારે ઈન્સપેકશન આવે એટલે જેમનાં નામનું લાયસન્સ હોય એમને બોલાવી લેવામાં આવે છે.

સરકારી હોસ્પિટલમાં પણ District Hospital ને CHC માં ફાર્માસિસ્ટને જોઈએ તેવું મહત્વ આપવામાં આવતું નથી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટનું થોડું મહત્વ એટલાં માટે છે કારણ કે PHC માં બધું ફાર્માસીસ્ટ જ કરતાં હોય છે."



PHCમાં ફાર્મસિસ્ટને લોક સંપર્ક માટેનો સમય કદાચ બીજાની સાપેક્ષમાં વધુ મળે છે એટલે જ તે લોકોની નજરમાં વધુ મહત્વ ધરાવતો બની જાય છે.

🔴 મને યાદ છે કે જ્યારે આપણે કારકિર્દી પસંદ કરતાં ત્યારે ફાર્મસી એક ઉજ્જવળ કારકિર્દી તરીકે હંમેશા હરીફાઈમાં રહેતી, આજે શું સ્ટેટસ લાગે છે આ કેરિયરનું, નવા વિદ્યાર્થીઓ માટે?

🟢 "ફાર્મસીમાં એડમીશન માટે મેરીટ ઘણું ઉંચું રહેતું હતું. મારી સાથે ઘણા મિત્રો હતાં જેમને 12 સાયન્સમાં 80% થી ઉપર હતાં.

B.Pharm માં એડમીશન ના મળે તો D.Pharm માં એડમીશન વિદ્યાર્થીઓ લઈ લેતાં હતાં.  D.Pharm કરીને પછી B.Pharm કરતાં.

આજથી 15 વર્ષ પહેલાં ફાર્મસીની કોલેજો પણ ઓછી હતી.

એક સમય હતો કે બીજા રાજયમાં જેમ કે બેંગ્લોર B.Pharm કરવા માટે ગુજરાતનાં વિદ્યાર્થીઓ જતાં.

આજે ફાર્મસીની કોલેજો માંડ માંડ ભરાય છે અને અમુક કોલેજોમાં સીટો ભરાતી પણ નથી. એનું એક મુખ્ય કારણ વધુ કોલેજ ફી અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી શોધવામાં પડતી તકલીફ.

પરંતુ ભારતમાં ફાર્માસિસ્ટનું ભવિષ્ય ઉજળું છે અને વિદેશ જવા માટે ખુબ સ્કોપ છે."




વધતી જતી કોલેજોએ ફાર્મસી પ્રોફેશનના ટેલેન્ટ અને સ્કીલને પણ ડાયલ્યુટ કરી દીધું છે એ પણ એક હકીકત છે.

🔴 હેલ્થ અને ડિફેન્સ સરકારની આ બન્ને બાજુઓથી તમે હવે પુરેપુરા અવગત છો એવું કહી શકાય, તમને હજુ ક્યા વિભાગમાં વધુ સુધારાનો અવકાશ લાગે છે અને કેમ?

🟢 "હેલ્થ અને પોલીસ વિભાગ બંનેમાં એક સૌથી મોટી તકલીફ હોય તો એ પુરતો સ્ટાફ નથી.

બંને વિભાગમાં ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેવો થતો નથી.

જ્યાં સુધી પુરતો ટેકનીકલ સ્ટાફ નહીં હોય ત્યાં બંને વિભાગમાં તમામ રજીસ્ટરો તથા તમામ કામગીરી ઓનલાઇન શકય નથી.

ટેકનોલોજીનાં નિષ્ણાંતને બંને વિભાગમાં નિમણૂંક આપવી જોઈએ. જેમ કે સાયબર ક્રાઈમમાં જે Expert છે તેમની સાયબરનાં PI/PSI તરીકે નિમણૂક થાય તો તે બેસ્ટ કામગીરી કરી શકે. આરોગ્ય વિભાગમાં પણ બ્લોક ઓફિસમાં એક Computer Expert હોવો જોઈએ જે તમામ સ્ટાફને ગાઈડ કરી શકે."



ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ સરકારી ક્ષેત્રે ચોક્કસ વધ્યો છે પણ હજુ પ્રાઇવેટ સેકટરની સાપેક્ષે આપણે ઘણા પાછળ છીએ નવી ટેકનોલોજીને અપનાવવામાં.


🔴 ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ફાર્માસિસ્ટની ઓળખ ક્યાંક બીજા નોન ફાર્માસિસ્ટ પ્રોફેશનલ વચ્ચે ડાઇલ્યુટ થતી હોય એવું લાગે છે કે નહીં?

🟢 "ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં ફાર્માસિસ્ટની ઓળખ હવે અન્ય પ્રોફેશન સાથે dilute થતી હોય એવું લાગે છે.

ઈન્ડસ્ટ્રીમાં ફાર્માસિસ્ટ કરતાં ઓછી સેલેરીમાં અન્ય સ્ટાફ જોઈએ તેટલો મળી જાય છે એટલે જે જગ્યાએ ખાસ ફાર્માસિસ્ટની જરુર હોય ત્યાં જ B.Pharm કે M.Pharm વાળાની ભરતી કરે છે. બાકી અન્ય સ્ટાફથી કામ ચલાવી લેવામાં આવે છે."




વળી તેમની ઓળખ અને ડેજીગ્નેશનમાં પણ ફાર્માસિસ્ટ શબ્દ નહિવત આવતો હોવાથી ફક્ત એક ઓફિસ મેનની છબી લોકો પર ઉપસે છે.

🔴 એવું કંઈ જે મારે પૂછવાનું રહી જતું હોય અને તમારે કહેવાનું રહી જતું હોય...

🟢 "ફાર્માસિસ્ટની એક પોતાની ઓળખ હોવી જોઈએ.

Pharmacy is World's best profession.

The primary mission of the pharmacy profession is to have a positive impact on the provision of public health service by ensuring the safe and effective use of medications.

ફાર્માસિસ્ટ દવા બનાવશે પછી જ લોકોની સારવાર થશે ને!

આરોગ્ય વિભાગે ફાર્માસિસ્ટનું મહત્વ સમજવું જોઈએ. અત્યારે ફાર્માસિસ્ટને  ખાસ મહત્વ મળતું નથી.

Primary Health Center માં જ્યાં MBBS ડોકટર નથી ત્યાં BAMS/BHMS દ્વારા ઓપીડી જોવામાં આવે છે જે બંને બ્રાન્ચની એક પોતાની ઓળખ છે પણ એલોપેથી દવા એમનાં દ્વારા Prescribe થાય એ લોકોનાં હિતમાં નથી.

ફાર્માસિસ્ટ મિત્રોએ એલોપેથી ડૉક્ટર્સના official Prescription વગર દવા આપવી જ ના જોઈએ."



એકદમ વ્યસ્ત સિડ્યુલમાં પણ ફાર્મસી પ્રોફેશનની ખાટીમીઠી વાતો કરવા સમય આપવા બદલ ફાર્માસિસ્ટ કમ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ભાર્ગવસિંહ ઝણકાટનો ખુબ ખુબ આભાર. આપ તેમનું નીચે આપેલ ટ્વીટર એકાઉન્ટ ફોલો કરીને તેમની રોજિંદી કામગીરી અને પ્રેરણાત્મક વિચારો સાથે જોડાઈ શકો છો.   

Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...