કોઈ પણ નાની કે મોટી બીમારી વખતે દરેકને સ્વસ્થ શરીરની કિંમત સમજાય છે. જો કે આવી કૃતજ્ઞતા બહુ લાંબી ટકતી નથી. આપણે સ્વસ્થ થવા માટે ચારેબાજુથી તકલાદી ટ્રીક્સ અને ટીપ્સ અપનાવતા હોઈએ છીએ પણ નિભાવતા હોતા નથી. જો કે ઘણા લોકોનું જીવન જ એટલું ડિસિપ્લિનથી ભરેલું હોય છે કે તેની જીવનશૈલીની સાતત્યતા જ તેના સ્વાસ્થ્યની ચાળી ખાટી હોય છે. તમે બીમાર લાગો છો એવું કહેવાવાળા અને બીમારીના લક્ષણો ઓળખાવવાવાળા તો હજારો મળી જશે પરંતુ તમે સ્વસ્થ લાગો છો એવું કહેવાવાળા બહુ ઓછા હોય છે અને જે કહેતા હોય તે પણ ઉપરછલ્લી રીતે ફક્ત તમારા શરીરના બાંધાને જોઈને જ અનુમાન લગાવતા હોય છે. લોકોની વ્યાખ્યામાં કહીએ તો તાજોમાજો કે મસ્ક્યુલર વ્યક્તિ સ્વસ્થ સમજાય છે જ્યારે દૂબળો પાતળો કે નબળા બાંધાવાળા બીમારની કેટેગરીમાં ઓળખાય છે. ખરેખર તમે સ્વસ્થ છો કે નહીં એ આ સાત પેરામીટર દ્વારા તમે તમારી જાતે જ નક્કી કરી શકો છો. 1. સવારે નિશ્ચિત કરેલા સમયે ઊઠવું સવારમાં વહેલા ઉઠવાનો મહિમા તો તમામને ખબર જ છે. વહેલું ઊઠવું શરીર માટે લાભદાયી છે પણ જો રાત્રિ દરમિયાન પૂરતી ઊંઘ થઈ હોય તો જ. કેટલાક લોકોની કામગીરી જ એવી હોય છે કે રાત્રે વહે...
A magnifying pen