શોર્ટ ટેમ્પર લોકોના આ દેશમાં જ્યાં નાની અમથી ટ્વિટ કે કમેન્ટ થી મોટી મોટી રાજકીય હોનારતો સર્જાતી હોય ત્યાં લોકોનું માથું ના દુઃખે એવુ તો કેમ બને? એટલે લગભગ દરેક સામાન્ય માણસના ઘરમાંથી આપણી રાષ્ટ્રીય દવા પેરસીટામોલ ના નીકળે તો જ નવાઈ! પણ આ પેરસીટામોલ જુદા જુદા રંગવેશમાં જુદા જુદા લોકોના મનમાં ઘર કરીને બેઠી છે. જેમકે માથાના દુઃખાવામાં ડી'કોલ્ડ ટેબ્લેટ લેવા વાળાને જ્યારે સરકારી દવાખાનાની પેરસીટામોલ આપશો તો તરત જ મસ્જિદમાં ચાદરની જગ્યાએ માતાજીની ચુંદડી ભૂલથી ઓઢાડી દીધી હોય એવા ભાવથી ના પાડશે અને કદાચ એ દવા ખાઈ લેશે તો પણ એના માથામાં કંઈ ખાસ ફરક પડશે નહીં. અહીં ચુંદડી ઓઢાળો કે ચાદર એમાં ઈશ્વરને કશો ફરક પડવાનો નથી એવી જ રીતે પેરાસીટામોલ ને જેનેરીકમાં બેસાડીને મોકલો કે બ્રાન્ડેડ કારમાં બેસાડીને શરીરમાં મોકલો એમા કાઈ ફરક પડવાનો નથી. તો પછી અસરમાં ફરક ક્યાંથી આવ્યો? જેનેરીક દવા એ કોઈ બીજા ગ્રહનું એલિયન નથી પણ આપણી જ બ્રાન્ડેડ દવાનું પેટન્ટલેસ વર્ઝન છે એ આપણે પહેલાના આર્ટિકલમાં ઉડતું જોયું. (આર્ટિકલ લિંક માટે ક્લિક ક...
A magnifying pen