Skip to main content

Posts

Showing posts from March, 2020

શીશશશ... કોરોના મના હૈ...

( નોંધ: પ્રસ્તુત ગેસ્ટ આર્ટિકલ લેબોરેટરી ટેક્નિશિયન કાજલ રૂપાપરા ની કલમે લખાયેલ છે. ) પ્લેગ, ડેન્ગ્યુ, બર્ડફલૂ, નિપાહથી લઈને સ્વાઈનફલૂ સુધી માનવજાત પોતાનું કૌવત દેખાડતી આવી છે. ભૂતકાળની દરેક મહામારીમાં માણસે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા મ્હાત આપી છે પરંતુ આવી નાની નાની જીતના મદમાં માણસ એટલો ઉછળી પડે છે કે નવો પડકાર થોડા જ સમયમાં તેના દરવાજા પર ઉભો રહી જાય છે. આ વખતનો પડકાર પહેલાના પડકારો કરતા વધુ ઘાતક અને માણસથી એક કદમ આગળ છે. કોરોનાનો રાક્ષસ આ નવોદિત ચેલેન્જ લઈને માનવની બુદ્ધિશક્તિ સામે બાથ ભીડી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય લાચાર ન દેખાયેલો માનવ આજે કોરોના સામે થોડો લાચાર દેખાઈ રહ્યો છે. પણ ક્યાં સુધી? આજ નહીં તો કાલ એ વધુ સમય કોરોનાને ટકવા નહીં દે એ તો સૌને ઊંડે સુધી વિશ્વાસ છે. કોરોના વાઇરસ આમ તો 2019 થી જાણીતો થયો છે.  ચીન માં 2019માં નીકળ્યો ત્યારે મનુષ્યોમાં પહેલા ના દેખાયેલો હોઇ COVID 19 નામ આપેલું.  કોરોના ફરીથી ચીનમાં વુહાન શહેર માં ૨૦૨૦ માં દેખાયો ત્યારે નવી સ્ટ્રેઈન  હોવાથી તેને નોવેલ કોરોના વાઇરસ નામ આપવામાં આવ્યું. આમ તો દુનિયા માં 210થી પણ વધારે પ્રકારના વાઇરસ

જાપાનના કાંઠે કોરોના કન્ટેનર બનીને ઊભેલું ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ

       80 વર્ષના એક વૃદ્ધને ચાઇના ઉતાર્યા બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ આગળ વધી ગયું. ક્રુઝ ઉપર કોઈને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે પોતાની સાથે 5 દિવસ સુધી મુસાફરી કરેલો એકદમ સ્વસ્થ લાગતો આ માણસ આખેઆખા ક્રુઝને જેલ બનાવી દેશે. ક્રુઝ જાપાનના રસ્તે વળ્યું અને 1 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝ કંપનીને એક મેઈલ મળ્યો. આ મેઇલને અજાણતા કે જાણીજોઈને અવગણવામાં આવ્યો હોય તેમ છેક 3 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝના તમામ યાત્રીઓને આ મેઈલથી અવગત કરવામાં આવ્યા. હવે કદાચ મામલો હાથમાંથી નીકળી રહ્યો હોય એવું લાગ્યું. ડોકટરોની ટીમ દ્વારા તથા ક્રુઝની ઓથોરિટી દ્વારા કદાચ ખૂબજ પ્રાયમરી કહી શકાય એવા પગલાં ન લેવાયા. અવગણેલા એ 48 કલાક આ ક્રુઝ પર જાણે યમરાજ બનીને ત્રાટકયા. એ મેઈલ દ્વારા હોંગકોંગની  હેલ્થટીમ વતી ક્રુઝને જાણ કરવામાં આવી હતી કે આપના ક્રુઝ પર દિવસો વિતાવેલો માણસ અહીં ઉતરીને તરતજ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તકેદારીના પગલાં લેખે કે માનવતાના ધોરણે કરવામાં આવેલી જાણ કદાચ તેના હેતુ સુધી ના પહોંચી અથવા મોડી પહોંચી. પરિણામ એ આવ્યું કે આ જાણ બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ 2700 મુસાફરો અને 1000 ક્રૂ મેમ્બર્સ સાથે