(નોંધ: પ્રસ્તુત ગેસ્ટ આર્ટિકલ લેબોરેટરી ટેક્નિશિયન કાજલ રૂપાપરા ની કલમે લખાયેલ છે.)
પ્લેગ, ડેન્ગ્યુ, બર્ડફલૂ, નિપાહથી લઈને સ્વાઈનફલૂ સુધી માનવજાત પોતાનું કૌવત દેખાડતી આવી છે. ભૂતકાળની દરેક મહામારીમાં માણસે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા મ્હાત આપી છે પરંતુ આવી નાની નાની જીતના મદમાં માણસ એટલો ઉછળી પડે છે કે નવો પડકાર થોડા જ સમયમાં તેના દરવાજા પર ઉભો રહી જાય છે. આ વખતનો પડકાર પહેલાના પડકારો કરતા વધુ ઘાતક અને માણસથી એક કદમ આગળ છે. કોરોનાનો રાક્ષસ આ નવોદિત ચેલેન્જ લઈને માનવની બુદ્ધિશક્તિ સામે બાથ ભીડી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય લાચાર ન દેખાયેલો માનવ આજે કોરોના સામે થોડો લાચાર દેખાઈ રહ્યો છે. પણ ક્યાં સુધી? આજ નહીં તો કાલ એ વધુ સમય કોરોનાને ટકવા નહીં દે એ તો સૌને ઊંડે સુધી વિશ્વાસ છે.
કોરોના વાઇરસ આમ તો 2019 થી જાણીતો થયો છે. ચીન માં 2019માં નીકળ્યો ત્યારે મનુષ્યોમાં પહેલા ના દેખાયેલો હોઇ COVID 19 નામ આપેલું. કોરોના ફરીથી ચીનમાં વુહાન શહેર માં ૨૦૨૦ માં દેખાયો ત્યારે નવી સ્ટ્રેઈન હોવાથી તેને નોવેલ કોરોના વાઇરસ નામ આપવામાં આવ્યું. આમ તો દુનિયા માં 210થી પણ વધારે પ્રકારના વાઇરસ છે. પણ સવાલ એ છે કે આ બધા આપણા શરીરમાં પ્રવેશીને રોગ ફેલાવી શકે કે કેમ? તો જવાબ એ છે કે હા..જો આપણી રોગપ્રિકારકશક્તિ ઓછી કે નબળી હોય કે આપણે રોગ પ્રતિકારક ક્ષમતા ઘટાડે એવી દવા લેતા હોઈએ (શરીર ના કોઈ અંગ ના પ્રત્યારોપણ પછી આવી દવાઓ લેવી પડતી હોય છે) તો સંભવ છે કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે વાઇરસ આપણા શરીરમાં પોતાનું ઘર કરી લે અને આપણે બીમાર થઈ શકીએ.
હવે સવાલ એ છે કે આપણે રોગપ્રિકારકશક્તિ કોને કહી શકીએ? અને એ કઈ રીતે વધે?
આપણા શરીરની નાડીઓમાં ત્રણ પ્રકારના કણો હોય છે. રક્ત કણ, શ્વેત કણ, ત્રાક કણ. લસિકાતંત્રના પ્રવાહી માં આ ત્રણેય વસ્તુઓ માપસર હોવી જરૂરી છે. જો બધા કણો નું પ્રમાણ બરાબર હોય તો જ શરીર ની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે. આમાંથી શ્વેત કણ સૌથી વધારે રોગ પ્રતિકારક ક્ષમતા માટે જવાબદાર છે. શ્વેત કણ આપણા શરીર માટે બોર્ડર પર ના સિપાહી જેવું કામ કરે છે. જેમ સરહદ પર કોઈ ઘૂસણખોર ને આપણા સિપાહીઓ દેશમાં ઘૂસવા ના દે ને ત્યાં ને ત્યાં જ પૂરો કરે અથવા બાર ફેકી દે એમ જ આપણા શ્વેત કણો કોઈ પણ બહાર ના પ્રોટીન ને આપણા શરીર માં દાખલ થવાની અનુમતિ આપતા નથી જેથી કરીને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કોઈ પણ બેક્ટેરિયા કે વાઇરસ માં રહેલું જીનેટિક મટીરિયલ એટલે કે આનુવંશિક પરિબળો આપણા શરીર ના કોષ માટે અજાણ્યા પ્રોટીન તરીકે વર્તે છે જેથી કરીને આપણા શ્વેત કણો એમને ઓળખીને ખતમ કરી દે છે. આ તો થઈ શરીરના અંદરના દુશ્મનો સામે લડવાની વાત. શરીરની બહારનું વાતાવરણ પણ આવા વાઇરસ-બેક્ટેરિયાથી ભરેલું છે તેના માટે શું કરશુ? પુરાતનકાળમાં આપણા ૠષિઓ દ્વારા ઘર આંગણે થતા હોમ હવન એ માત્ર ક્રિયાકાંડ ન હતા પણ નેચરલ ફ્યુમીગેશનની જ એક ટેકનિક હતી. દેશી ગાયના મળમાંથી બનાવેલ છાણાની સાથે કપૂર અને ઘી મેળવી ધૂપ કરવાથી ઘરમાંથી બધા વાઇરસ નો નાશ થાય છે આ વાતનો તર્ક પણ આયુર્વેદના જાણકાર પાસેથી તમને પચે તેવી ભાષામાં મેળવી શકો છો. ગાયના મળની જેમ જ તેનુ મૂત્ર પણ એટલું જ રોગપ્રતિરોધક ક્ષમતા માટે જાણીતું છે એટલે જ તો તેને હિન્દૂ સંસ્કૃતિમાં પંચામૃતમાં સ્થાન આપ્યું છે.
હવે જોઈએ આહાર વ્યવહાર ને લીધે આવતી રોગપ્રતિકારકશક્તિ. કોઈ પણ વાઇરસ થી રક્ષણ માટે રોગપ્રતિકારકશક્તિ વધારવા ૩ દિવસનો એક પ્રયોગ કરવા જેવો ખરો.
પહેલા દિવસે તમારા શરીર ના વજન ને કિલો માં તોલી ને એને ૧૦ થી ભાગો ત્યારે જે સંખ્યા મળે
ઉદાહરરૂપે, ૬૦ કિલો વજન વાળા વ્યક્તિ માટે ...
૬૦/૧૦= ૬
૬ ગ્લાસ ખાટા ફળો એટલે કે વિટામિન સી વાળા ફળો જેમ કે સંતરા, નારંગી, મોસંબી કે અનાનસ, લીંબુ નું જ્યૂસ+ ૬ ગ્લાસ લીલા નાળિયેર (ત્રોફા) નું પાણી આખા દિવસ દરમિયાન પીવું. એ સિવાય કઈ ખાવું નહિ. સાદુ પાણી પી શકાય. (અહીં એક ગ્લાસ એટલે 200 મિલી)
હવે બીજા દિવસે શરીર ના વજન ને ૨૦ થી ભાગો ...૬૦/૨૦=૩
તો ૩ ગ્લાસ ખાટા ફળો એટલે કે વિટામિન સી વાળા ફળો જેમ કે સંતરા, નારંગી, મોસંબી કે અનાનસ, લીંબુ નું જ્યૂસ+ ૩ ગ્લાસ લીલા નાળિયેર (ત્રોફા) નું પાણી આખા દિવસ દરમિયાન પીવું. સાથે સાથે શરીર નું વજન ગુણ્યા ૫ .....
એટલે કે ૬૦*૫=૩૦૦
૩૦૦ ગ્રામ ટામેટા ને કાકડી નું સલાડ ખાવું. બીજું કશું ખાવું નહિ. સાદુ પાણી પી શકાય.
હવે ત્રીજા દિવસે શરીર ના વજન ને ૩૦ થી ભાગો....૬૦/૩૦=૨
તો ૨ ગ્લાસ ખાટા ફળો એટલે કે વિટામિન સી વાળા ફળો જેમ કે સંતરા, નારંગી, મોસંબી કે અનાનસ, લીંબુ નું જ્યૂસ+ ૨ ગ્લાસ લીલા નાળિયેર (ત્રોફા) નું પાણી આખા દિવસ દરમિયાન પીવું. સાથે સાથે શરીર નું વજન ગુણ્યા ૫ .....
એટલે કે ૬૦*૫=૩૦૦
૩૦૦ ગ્રામ ટામેટા ને કાકડી નું સલાડ ખાવું ને સાંજે ખીચડી જેવું પકાવેલું હળવુ સાત્વિક ભોજન લેવું.
આવી રીતે ત્રણ દિવસ ની આહાર પધ્ધતિ કરવાથી, તમારા શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે ને એને કારણે કોરોના તો શું, કોઈ પણ વાઇરસ તમારા શરીર માં ઘુસી શકતો નથી.
આ સિવાય સવારમાં સૂર્યનો કુમળો તડકો રેડીયોએક્ટિવ સેનીટાઇઝેશનનું કામ કરે છે અને જેવા તેવા વાઇરસ-બેકટેરિયા તો સૂર્યના અલ્ટ્રાવ્યોલેટ કિરણોમાં જ અલવિદા થઈ જાય છે. ટીબી જેવા જિદ્દી સ્વભાવના બેક્ટેરિયા પણ તડકા માં રહેવાથી મરી જાય છે. એટલે આપણે પણ આપણા પૂર્વજો ને અનુસરીને સૂર્ય નારાયણ ને સવારમાં જલ ચડાવવું જોઈએ. આ ઉપરાંત આપણને વિટામિન ડી મફત મળે છે ને આપણે જીવાણુ વિષાણુ રહિત થઇએ છીએ. એટલે રોગપરતિકારકશક્તિ વધે છે. આટલા ફાયદા ફક્ત સવારનો ૨૦ મિનીટ નો સમય સૂર્ય ના ખુલ્લા તડકા માં રેહવાંથી મળે છે. સવારમાં સૂર્યનમસ્કાર સાથે સૂર્યને જળ અર્પણ કરનારા આપણા પૂર્વજો કાંઈ બેવકૂફ ન હતા કે આવી પ્રણાલી શરૂ કરીને સ્વાસ્થ્યને શ્રદ્ધા સાથે જોડવાનું અમૂલ્ય કાર્ય કર્યું જે આગળ વાત કરી એમ મદમાં મદમસ્ત માનવ ધીમેધીમે વિસરતો જાય છે. પાણી પહેલાં પાળ બાંધવાની કળા આપણે થોડું પાછું વળીને શીખવા જેવી ખરી.
હવે જોઈએ કે કોરોના વાઇરસ આટલો ભયંકર કેમ લાગે છે? છે શું આ કોરોના? કોરોના એક પોઝિટિવ સ્ટ્રેન્ડ RNA વાઇરસ છે, જેનું જીનોમ એટલે કે જનીનિક બંધારણ 27-32 kb જેટલું હોય છે. જે ત્રણ પ્રકારની દીવાલોમાં વિંટાયેલું હોય છે. જેને કારણે તે સસ્તન અને ખેચરમાં સંક્રમણ કરી શકે છે. કોરોના એક ઝૂનોટિક વાઇરસ છે, એટલે કે પ્રાણીઓ અને મનુષ્યોમાં અરસપરસ ચેપ ફેલાવી શકે છે. આ વાઇરસ નું કદ 400-500 માઇક્રોન જેટલું હોય છે જેથી કરીને એ સુતરાઉ કપડાં ના તાણાવાણા ના છિદ્રોમાંથી પસાર થઈ શકતો નથી. એટલે ખર્ચાળ માસ્ક લેવાની જરૂરીયાત નથી. સાદા હાથરૂમાલ કે કપડાં થી કામ ચલાવી શકાય. આ વાઇરસ હવામાં રહીને ઉડી કે ફેલાઈ શકતો નથી. તે કોઈ પણ સપાટીની સાથે ચોંટી જાય છે, અથવા કોઈ મનુષ્ય કે પ્રાણીના શરીરની ચામડી પર કે અંદર જીવે છે. જેથી કરીને કોઈ પણ સપાટી સુરક્ષિત ના હોય, કોઈ પણ વ્યક્તિ કે સપાટી ને સ્પર્શ કર્યા પછી સાબુ પાણી થી હાથ સરસથી ધોઈ લેવા જોઈએ. કપડાં પર કોરોના વાઇરસ ૯ કલાક સુધી જીવે છે, એટલે કપડાં વ્યવસ્થિત ધોઈને તડકે સૂકવવા. હાથ પર કોરોના ૧૦ મિનીટ સુધી જીવે છે એટલે હાથ પર આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર લગાડવું અથવા સાબુ પાણી થી હાથ વારંવાર વ્યવસ્થિત રીતે ધોવા. 26-27 ડિગ્રી સેલ્શિયસ તાપમાને આ વાઇરસ નાશ પામે છે, એટલે સવારમાં તડકે બેસવું, આઇસ્ક્રીમ કે ઠંડા પીણાંના ખાવા પીવા તથા ગરમ પાણી પીવું ને હળદર- મીઠાં વાળા ગરમ પાણી ના કોગળા કરવા.
આમ તો કોરોના ના મુખ્ય ચાર પ્રકાર છે...
આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા
આલ્ફા અને બીટા કોરોના વાઇરસ સસ્તન પ્રાણીઓ માં સંક્રમણ માટે જવાબદાર છે.
આલ્ફા કોરોના વાઇરસ ના ઉદાહણરૂપે, human Corona virus NL63,
Porcine epidemic diarrhoea Corona virus,
Transmissible gastroenteritis Corona virus,
Porcine respiratory Corona virus.
બીટા કોરોના વાઇરસ ખેચરમા સંક્રમણ માટે જવાબદાર છે.
ઉદાહરરૂપ...SARS CoV means severe acute respiratory syndrome,
MERS-CoV means middle East respiratory syndrome,
HKU4 means Bat Corona virus,
Mouse hepatitis Corona virus,
Bovine Corona virus,
OC43-human Corona virus.
ગામા કોરોના વાઇરસ ખેચર પ્રાણીઓમાં સંક્રમણ માટે જવાબદાર છે.
Infectious bronchitis Corona virus.
ડેલ્ટા કોરોના વાઇરસ ખેચર તેમજ સસ્તન પ્રાણીઓમાં સંક્રમણ માટે જવાબદાર છે.
ઉદાહણરૂપે porcine delta Corona virus.
કોરોના વાઇરસના લક્ષણો પણ મોટેભાગે બીજા વાઇરલ ફિવરને મળતાં જ આવે છે આમ છતાં તેને નજર અંદાજ કર્યા વગર ધ્યાનમાં લેવા જરૂરી છે. તાવ, શરદી, કફ, નાકમાંથી પાણી વેહવું, ગળા માં દુઃખાવો, શ્વાસમાં તકલીફ, શ્વાસ લેવામાં મૂશ્કેલી, ધ્રુજારી વગેરે હોય તો કદાચ કોરોનાનો ચેપ હોય શકે એટલે ડોક્ટરને જરૂર બતાવવું. જો કે સામાન્ય તાવ શરદીના પણ આ જ લક્ષણો હોય છે એટલે ગભરાઈ જવાની જરૂર નથી. નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. ગંભીર કેસ માં જોવા મળતા લક્ષણોમાં ન્યુમોનીયા, શ્વાસ ની ગંભીર તકલીફ, કિડની ફેલ કે મરણ થઈ શકે.
કોરોના ને દૂર રાખવા આપણે શું કરવું જોઈએ?
- ભીડભાડ વાળી જગ્યાઓ પર જવું નહિ.
- શાકાહાર જ કરવો. માંસાહાર ત્યાગવો.
- વારંવાર વ્યવસ્થિત સાબુ પાણીથી હાથ ધોવા.
- આલ્કોહોલ આધારિત સેનીતાઇઝેર કે સ્પિરિત થી પણ હાથ સાફ કરી શકાય.
- ખાંસતી/છિકતી વખતે મોં- નાક આડે રૂમાલ કે કપડું રાખવું.
- વાપરેલ ટિસ્યુ પેપર તરત જ કચરાટોપલીમાં નાખવું.
- જાહેરમાં જ્યાં ત્યાં થુંકવું નહિ.
- જીવંત પ્રાણીઓ ના સંપર્ક માં રેહવાનું થાય તો ત્યારપછી તરત જ નહાઈ લેવું અથવા હાથ પગ મોં વ્યવસ્થિત સાબુ પાણી થી ધોઈ લેવા.
- જે વ્યક્તિ બીમાર દેખાતી હોય, ખાંસતી કે છીંકતી હોય તેનાથી ૧ મીટર કે ૩ ફૂટ દૂર રહેવું. ઉધરસ કે છીંકથી નાના નાના થૂંકના ડ્રોપલેટ્સ આજુ બાજુ ઉડે છે ને સંક્રમિત વ્યક્તિ દ્વારા આવી જ રીતે ચેપ ફેલાય છે. આ ઉડેલા ડ્રોપલેટ્સમાં કોરોના વાઇરસ હોઇ શકે, જે કોઈ પણ દીવાલ, ખુરશી, હેન્ડલ કે દરવાજા પર ચોંટી રહી શકે. જ્યારે તે જગ્યા પર બીજા કોઈનો હાથ પડે ત્યારે તેના હાથ પર ચોંટીને તેને પણ ચેપ લગાડી શકે. કેમ કે એવા જ હાથે એ વ્યક્તિ પોતાના મોં નાક કાન કે આંખ ને હાથ લગાડશે, જેથી કરીને વાઇરસ ત્યાં બધે જ પહોંચી જાય છે, અને ત્યાંથી ચેપ લગાડે છે. તો બીજા કોઈ પણ જોડે હાથ મિલાવવા નું ટાળો અને દૂરથી નમસ્તે કરો, જે વરસોથી ભારતીય સંસ્કૃતિ ની સભ્યતા રહી છે.
- કાચા કે રંધાયેલ માંસ નું સેવન ના કરવું.
- મરઘાં ઉછેર કેન્દ્ર, પશુ બજાર કે કતલખાના ની મુલાકાત ના લેવી.
આવી છોટી છોટી મગર મોટી બાતેં યાદ રાખશું તો જ કોરોના આપણો કોલર છોડશે અને કોલર ટ્યુન પણ છોડશે.
સંભાળ રાખો, સ્વસ્થ રહો.
ગભરાહટ નહિ સમજદારી
સતર્કતા આપણી જવાબદારી.
Comments
Post a Comment