આજે મોટિવેશન કે પ્રેરણા એ એક બિઝનેશ થઈ ગયો છે. પહેલા કદાચ એક બે દાયકા પહેલા આ ક્ષેત્રમાં એટલું બધું કાંઈ હતું નહિ પણ હવે ધીમે ધીમે લોકોની તાસીર પારખીને કેટલાક વકતાઓએ પોતાની જાદુઈ વાણીથી નબળી મનોદશા વાળા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આજે મોટીવેશનલ સ્પીકરોનો રાફળો ફાટ્યો છે અને તેઓના દરેક સેમિનાર પણ હાઉસફુલ જઇ રહ્યા છે.(અહીં હાઉસફુલ કોરોના કાળ પહેલા લખેલ સમજવું.) મોટીવેશનલ સ્પીકર્સ એટલા હોશિયાર છે કે તેને એ પણ ખબર છે કે મારા સેમિનારમાં હજારની ટીકીટ લઈને બેસવાવાળા જ સૌથી વધુ ડિપ્રેસ હોય છે. જો કે ડિપ્રેશનને શ્રીમંતાઈ સાથે જ ઘરોબો છે એવું નથી પણ શ્રીમંતોનું ડિપ્રેશન લાખોનું હોય છે એ વાત મોટીવેશનલ સ્પીકર સૌથી વધુ જાણે છે. મોટિવેશન એ પ્રોફેશન ના હોઈ શકે, જો આ સ્પીકર પોતે એવું જીવન જીવીને દાખલો બેસાડે તો જરૂર પ્રભાવિત થઈ જવાય. પણ વાત ડિપ્રેશન કે સ્યુસાઇડની નથી કરવી. વાત કરવી છે કોઈ પણ સેલિબ્રિટી તરફની આપણી માનસિકતાની. કોઈ પણ ફિલ્મી એકટર સાથે આપણે એટલા જોડાઈ જઈએ છીએ કે એટલા બહોળા પ્રમાણમાં લોકો બીજા કોઈ ફિલ્ડના સેલિબ્રિટી સાથે બહુ જૂજ જોડાતા હશે. ખરેખર ભૂલ અહીં જ થઈ જાય છે. આપણે એ એક્ટર સાથે ...
A magnifying pen