મોટાભાગના નેવુંના દશકમાં જન્મેલા અલ્લાદીન અને તેના ઝીનીના દીવાના હતા. તો વળી એકવીસમી સદીના પહેલા દશકમાં સ્પાઇડર મેન અને ક્રિશ જેવા સુપરહીરોના પગરવ થયા. ત્યારબાદ મારવેલ અને ડિસીએ એટલી ધૂમ મચાવી એમાં પણ મારવેલના એવેન્જર્સ તો મોટાભાગના યુવાનો અને ટીનેજર્સ માટે ફક્ત એક ફિકશન ન રહેતા હકીકતની નજીક બની ગયા. આ બધા વચ્ચે આપણે જે. કે. રોલિંગના હેરી પોટરને થોડો ભૂલી શકીએ? એવી એકાદ જાદુઈ લાકડી આપણા હાથમાં પણ હોય અને બે ત્રણ આડા અવળાં મંત્રો બોલીને આપણે પણ જાદુ કરી શકીએ તો કેવું! આ બધી ઈચ્છાઓ પણ ધીમે ધીમે ઉંમરની સાથે બદલાતી જાય. પહેલા જે વસ્તુ ફક્ત ટીવી કે સિનેમા માં જોઈને તેનાથી ઘડી વાર અંજાઈ જતા એ ધીમે ધીમે મનમાં ઘર કરવા માંડે. એવું લાગવા માંડે કે આમાંનું કોઈ એકાદ પાત્ર હું પણ હોઉં! પણ શા માટે? તમને ક્યા સમયે આવો વિચાર આવે છે? જ્યારે તમે તમારી આજુબાજુ અકળામણ અનુભવો, અન્યાય અનુભવો ત્યારે તરત જ તમને થાય કે આવી કોઈ તાકાત મારી પાસે હોત તો બધાને સીધા કરી દેત. જ્યારે કોઈ ચેનલ પર આંતકવાદીના હુમલા ના સમાચાર જોઈને તમારી અંદર રહેલો સુપરમેનનો અવતાર જાગી ઉઠે અને મનમાં જ એ આતંકવાદીઓને પોતાના આંખની લેઝરથી ભષ્મ...
A magnifying pen