Skip to main content

Posts

Showing posts from October, 2021

મેનિપ્યુલેશન: તોડજોડનું સગવડીયું શાસ્ત્ર

હાલમાં જ આયર્લેન્ડની એક ગ્લોબલ એજન્સી કે જે દર વર્ષે ભૂખથી પીડિત દેશોનો સુચકઆંક બહાર પાડે છે જેને હંગર ઇન્ડેક્સ (Hunger Index) કહે છે તેમાં ભારત 101 નંબરે ખૂબ જ ખરાબ રીતે ચિત્રિત થયું. આપણા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ જેવા પડોશીઓ પણ આ સર્વે મુજબ ભારત કરતા સારી સ્થિતિમાં છે. એટલે કે ભારતનો ભૂખમરો આ લોલીપોપ પાડોશીઓ કરતા પણ ખરાબ છે, બોલો! આ પાડોશીઓ સાથેની સરખામણી બાદ તમને એમ થશે કે નક્કી કઈક લોચો છે આ સર્વેમાં. આવું જ ભારત સરકારને પણ થયું. તેણે આ સર્વે માટે ભારતના ફૂડ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવેલ ડેટાનું અલગ રીતે ખોટું ઇન્ટરપ્રિટેશન થયું છે એમ કહીને આ હંગર ઈન્ડેક્સ કાઢવાની પદ્ધતિને જ 'અનસાયન્ટિફિક મેથોડોલોજી' (Unscientific Methodology)ગણાવીને નકારી કાઢી. પોલિટિકલી જોઈએ તો આપણે સમજી શકીએ કે કોઈ પણ ડેટા જે સરકારના પક્ષમાં બોલતો હોય એ સાચો અને સરકારની ખરાબ કામગીરી બતાવતો હોય તો એ તરત જ 'અનસાયન્ટિફિક' કેટેગરીમાં આવી જાય છે. મતલબ કે મનને ગમે એ મોરલો! કોઈપણ સર્વે કે ડેટાને એવી રીતે સુવ્યવસ્થિત ગોઠવીને લોકોને અભિભૂત કરી દેવા કે લોકોના વિચારો પર તેની ઊંડી અ...

જો કોરોનાની વેક્સિન હજુ સુધી શોધાઈ ના હોત તો?

  ભારતમાં કોરોનાની વેક્સિન જાન્યુઆરીના મધ્યે લોન્ચ કરવામાં આવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને પ્રાધાન્ય આપીને સૌપ્રથમ તેમને આપવામાં આવી. ત્યારબાદ ધીમે ધીમે 60 વર્ષ 45 વર્ષ અને 18 વર્ષ એમ ક્રમશઃ વેક્સિનના ઉત્પાદન સાથે સમન્વય કરીને દરેકને વારાફરતી આપવામાં આવી. વચ્ચે થોડા દિવસો અથવા તો અઠવાડિયાઓ સુધી વેક્સિનની ડિમાન્ડ તેની સપ્લાયની સરખામણીએ વધી ગયેલી અને એટલે ઘણા પ્રશ્નો પણ ઉદ્દભવેલા પણ ધીમે ધીમે હવે દરેક માટે કોરોનાની વેક્સિન લેવી સરળ બની ગઈ છે. જેમ જેમ વેક્સિન સરળતાથી ઉપલબ્ધ થવા માંડ્યું તેમ તેમ સરકારે પણ વેક્સિન મરજિયાત હોવા છતાં જાહેર સ્થળોએ વેક્સિનના ડોઝ વગર પ્રવેશબંધી કરીને આડકતરી રીતે વેક્સિન મુકાવવી ફરજિયાત કરી દેવામાં આવી. આવો ડિપ્લોમેટિક નિર્ણય લઈને સરકારે તો તેમની ચતુરાઈ બતાવી દીધી પરંતુ સામે વેક્સિન ન લેવા માંગતા લોકો પણ પોતાની ચતુરાઈ અને છટકબારીનો ઉપયોગ ખુબજ સારી રીતે કરી જાણે છે. આમ પણ મેનિપ્યુલેશન (manipulation) પણ હવે એક કળા બની ગઈ છે જેના પર આવતા અઠવાડિયે વાત કરીશું. ભારતમાં એક નહિ પણ બે બે વેક્સિન બની: કોવેકસીન અને કોવિશિલ્ડ. જો ભારતને આ વેક્સિન હજ...