Skip to main content

Posts

Showing posts from July, 2026

સોશિયલ મીડિયા સાથેના મારા છૂટાછેડાની બીજી વર્ષગાંઠ

   સોશિયલ મિડીયાનો ત્યાગ કરવો એ કોઈ ભીષ્મ પ્રતિજ્ઞા જેટલું અઘરું નથી. વળી, ત્યાગ કરવાથી તમે કોઈ સંત બની જશો એવું પણ નથી. સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવો એ સંસારમાંથી સંન્યાસ લેવા જેવું કપરું કામ નથી. આમ છતાં જો તમે સોશિયલ મીડિયા છોડી દો છો અને ત્યારબાદ તમને વીથડ્રોઅલ સિન્ડ્રોમની કિક લાગે તો સમજી લેવું કે સાલું આ તો સંસાર છોડવા જેવું કપરું કામ હતું!    ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયા હવે એક અનિવાર્ય ઓળખપત્ર બનતું જાય છે. જો તમે સોશિયલ મિડીયા પર નથી તો લોકો તમને શંકાની નજરે જોઈ શકે છે. ઘણીવાર તો એવું પણ વિચારી શકે કે તમે પોતાના નામે નહી પણ કોઈ એન્જલ કે પ્રિયાના નામે સોશિયલ મીડિયા પર અગ્નાતવાસ ભોગવી રહ્યા હો.    આ બધા આરોપ પ્રત્યારોપ વચ્ચે કેટલાક મહત્વના સોશિયલ મીડિયાના અમુક ઘાતક હથિયારો વિશે જાણીએ. અલ્ગોરિધમ      સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એટલે કાબુ બહારની વાત. જેણે પણ આ અલ્ગોરિધમ ડિઝાઇન કર્યું હશે એ મગજનો મહાનતમ જાણકાર ગણાય. એક જ વાત વિશે વિચારતા વિચારતા તેને લગત બીજી વાત પર તમે કઈ રીતે પહોંચી જાઓ છો તે તમને પણ ખ્યાલ રહેતો નથી.    ...