Skip to main content

Posts

Showing posts from August, 2026

Happy આ Day કે Happy તે Day: આપણું તો આ રોજનું છે, કે હતું?

પશ્ચિમની પરંપરા તો જુઓ. દરેક સંબધો માટે વર્ષમાં એક એક દિવસની જોગવાઈ કરી છે. આજે વોટ્સ એપ ખોલ્યું તો ફ્રેન્ડશિપ ડે હોય એવું લાગ્યુ. ના, ના, એવું ન સમજતા કે આવા દિવસોને પશ્ચિમના નામે બાકાઝિકી કરીને આવા દિવસોનું કાસળ કાઢી નાખવા માટે હું આહ્વાન કરી રહ્યો છું. આ દિવસો ઉજવવામાં કંઇ ખોટું નથી. આમ પણ આ બધી દિવસોની ઉજવણી આપણી પાસેથી જ તો શીખ્યા છે આ ભૂરિયાઓ. આપણે દરરોજ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્યદેવો ભવ જેવા શિષ્ટાચાર અને સંસ્કારો આપણા બાળકોને શીખવી રહ્યા છીએ(છીએ?) એવા જ સંસ્કારોની ફર્સ્ટ કોપી સ્વરૂપે આ લોકો વર્ષનો એકાદ દિવસ નક્કી કરીને તેને રિસ્પેક્ટ આપે છે. ભલે એક તો એક દિવસ પણ આવા સંબધો સમજતા થયા એ ઘણું કહેવાય.પણ આ ઉજવણી આપણે આપણો પોતીકો દરરોજનો શિષ્ટાચાર મૂકીને તો ન જ કરાય.  જવા દો. આવી બધી વણમાંગી અને જગજાહેર સલાહો વાંચવાનો તમને સમય નથી. એટલે એક નવી વાત કરવી છે. આપણે આ ડે તો ઉજવવા માંડ્યા પણ આપણા સંસ્કારો એટલા યુનિવર્સલ છે કે આ વર્ષે એકવાર આવતા જુદા જુદા ડે નું પણ આપણે ઊંધિયું કરી દીધું છે. ના સમજ્યા? જુઓ સમજાવું.  જ્યારે મધર્સ ડે હોય ત્યારે પોતાની માંની સાથે સાથે સાસુને ...