સોપારી એટલે દરેક તમાકુ સેવન કરનાર વ્યક્તિનો અંગત મિત્ર. આ મિત્ર ઘણા જુદા જુદા રંગવેશમાં મિત્રતા નિભાવે અને છેલ્લે લાલ પિચકારી સ્વરૂપે બીજા લોકોને પણ મિત્રતાનો પાકો કલર બતાવે. ખાસ કરીને પ્રથમ લોકડાઉનમાં સોપારીએ સોના સાથે જે રીતે હોડ લગાવેલી એ જોઈને એવું લાગેલું કે જો આવું લોકડાઉન એક વર્ષ રહે તો સોપારીનો ભાવ બીટકોઈનને પણ શરમાવે. પણ વાત આપણે કોઈ કાળા બજારીની નથી કરવી કે નથી કોઈને તમાકુનું સેવન અથવા ધુમ્રપાન છોડવાનો ઉપદેશ આપવો. આપણે તો ફક્ત સોપારી વિશે ફેલાતી અફવાઓ પર થોડોક ઉપરછલ્લો પ્રકાશ પાડવો છે. કાઠિયાવાડમાં 'માવો' તરીકે પ્રખ્યાત સોપારી તમાકાનું મિશ્રણ ફક્ત સૌરાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ અલગ અલગ સ્વરૂપે આ કોમ્બોનો રુઆબ છે. આ મજેદાર વ્યસનના મોટાભાગના અનુયાયીઓ પોતાના વ્યસનને જસ્ટિફાય કરવા અથવા બીજાને પોતાના વ્યસનના લાભની લાલચ આપવા એક વાત જરૂર કહેશે કે સોપારી તો બહુ સારી, તેનાથી લોહી પાતળું રહે અને હાર્ટ એટેક ના આવે. આવું કહેવા પાછળનું એ લોકોનું મનોવિજ્ઞાન બસ એટલું જ કે પોતે જે કરે છે એ કઈક બરાબર જ કરે છે. હવે આ અનુયાયીઓને તમે કઈ રી...
A magnifying pen