હાલમાં જ આયર્લેન્ડની એક ગ્લોબલ એજન્સી કે જે દર વર્ષે ભૂખથી પીડિત દેશોનો સુચકઆંક બહાર પાડે છે જેને હંગર ઇન્ડેક્સ (Hunger Index) કહે છે તેમાં ભારત 101 નંબરે ખૂબ જ ખરાબ રીતે ચિત્રિત થયું. આપણા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ જેવા પડોશીઓ પણ આ સર્વે મુજબ ભારત કરતા સારી સ્થિતિમાં છે. એટલે કે ભારતનો ભૂખમરો આ લોલીપોપ પાડોશીઓ કરતા પણ ખરાબ છે, બોલો! આ પાડોશીઓ સાથેની સરખામણી બાદ તમને એમ થશે કે નક્કી કઈક લોચો છે આ સર્વેમાં. આવું જ ભારત સરકારને પણ થયું. તેણે આ સર્વે માટે ભારતના ફૂડ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવેલ ડેટાનું અલગ રીતે ખોટું ઇન્ટરપ્રિટેશન થયું છે એમ કહીને આ હંગર ઈન્ડેક્સ કાઢવાની પદ્ધતિને જ 'અનસાયન્ટિફિક મેથોડોલોજી' (Unscientific Methodology)ગણાવીને નકારી કાઢી. પોલિટિકલી જોઈએ તો આપણે સમજી શકીએ કે કોઈ પણ ડેટા જે સરકારના પક્ષમાં બોલતો હોય એ સાચો અને સરકારની ખરાબ કામગીરી બતાવતો હોય તો એ તરત જ 'અનસાયન્ટિફિક' કેટેગરીમાં આવી જાય છે. મતલબ કે મનને ગમે એ મોરલો! કોઈપણ સર્વે કે ડેટાને એવી રીતે સુવ્યવસ્થિત ગોઠવીને લોકોને અભિભૂત કરી દેવા કે લોકોના વિચારો પર તેની ઊંડી અ
A magnifying pen