Skip to main content

Posts

જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ?

          શોર્ટ ટેમ્પર લોકોના આ દેશમાં જ્યાં નાની અમથી ટ્વિટ કે કમેન્ટ થી મોટી મોટી રાજકીય હોનારતો સર્જાતી હોય ત્યાં લોકોનું માથું ના દુઃખે એવુ તો કેમ બને? એટલે લગભગ દરેક સામાન્ય માણસના ઘરમાંથી આપણી રાષ્ટ્રીય દવા પેરસીટામોલ ના નીકળે તો જ નવાઈ! પણ આ પેરસીટામોલ જુદા જુદા રંગવેશમાં જુદા જુદા લોકોના મનમાં ઘર કરીને બેઠી છે. જેમકે માથાના દુઃખાવામાં ડી'કોલ્ડ ટેબ્લેટ લેવા વાળાને જ્યારે સરકારી દવાખાનાની પેરસીટામોલ આપશો તો તરત જ મસ્જિદમાં ચાદરની જગ્યાએ માતાજીની ચુંદડી ભૂલથી ઓઢાડી દીધી હોય એવા ભાવથી ના પાડશે અને કદાચ એ દવા ખાઈ લેશે તો પણ એના માથામાં કંઈ ખાસ ફરક પડશે નહીં. અહીં ચુંદડી ઓઢાળો કે ચાદર એમાં ઈશ્વરને કશો ફરક પડવાનો નથી એવી જ રીતે પેરાસીટામોલ ને જેનેરીકમાં બેસાડીને મોકલો કે બ્રાન્ડેડ કારમાં બેસાડીને શરીરમાં મોકલો એમા કાઈ ફરક પડવાનો નથી. તો પછી અસરમાં ફરક ક્યાંથી આવ્યો?           જેનેરીક દવા એ કોઈ બીજા ગ્રહનું એલિયન નથી પણ આપણી જ બ્રાન્ડેડ દવાનું પેટન્ટલેસ વર્ઝન છે એ આપણે પહેલાના આર્ટિકલમાં ઉડતું જોયું. (આર્ટિકલ લિંક માટે ક્લિક ક...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

ભારતમાં ફાર્મસીસ્ટ માટે લોકોની પાંચ ગેરમાન્યતાઓ

આમ તો ગેરમાન્યતાઓને(misconceptions) ભારત સાથે બહુ જૂનો સંબંધ છે આમ છતાં કોઈ પણ ક્ષેત્ર ભારતમાં એવું તો નહીં જ મળે કે જેની સાથે ખોટી ગેરસમજ જોડાયેલી ના હોય. ક્યારેક લોકોની રૂઢિચુસ્ત સમજણ હોય તો ક્યારેક નિરક્ષરતા હોય તો વળી ક્યારેક જાગૃતિનો અભાવ પણ કોઈ વસ્તુ પ્રત્યે આપણને અજાણ રાખે છે. અજાણ હોવું કે અડધું પડધુ જ્ઞાન હોવું બન્ને ગેરસમજણના રોપા ઉછેરવા માટેની ફળદ્રુપ અવસ્થા છે. આવીજ કંઈક પાંચ સામાન્ય ગેરમાન્યતાઓ સ્વાસ્થ્ય વિભાના સૈનિક એવા ફાર્મસીસ્ટ(pharmacist) માટે પણ છે જેને ફાર્મસીસ્ટ પોતાના સ્વાભિમાનના ભોગે વર્ષોથી સહન કરતો આવ્યો છે. 1. ફાર્માસીસ્ટ એક દુકાનદાર દેશમાં મોટાભાગની વસ્તી ફાર્મસીસ્ટને એક દુકાનદારથી વિશેષ માનતી નથી. લોકો એવું જ માને છે કે જેવી રીતે ઘરવાળીએ બનાવી દીધેલુ લિસ્ટ લઈને આપણે કરિયાણુ લાવીએ છીએ એવી જ રીતે ડોકટરે લખી દીધેલ પ્રિસ્ક્રિપ્શન પર આપણે દવાની દુકાનેથી દવા લઈએ છીએ. જોકે લોકોનો વાંક પણ નથી. મોટાભાગના મેડિકલ સ્ટોર પર દવાની દુકાનનો જ બોર્ડ લાગેલો હોય છે તો પછી દવાની દુકાન વાળો ફાર્મસીસ્ટ કેમ કહેવાય, દુકાનદાર જ ગણાયને! આમ પણ આજકાલ કેટલાક કરિયાણાની દ...

પ્રિસ્ક્રીપ્શનનું ભૂલદર્શનશાસ્ત્ર

           પ્રમોદભાઈને પેટમાં દુખાવો થતો હતો એટલે ડોકટર પાસે પ્રિસ્ક્રીપ્શન(prescription) લખાવી મેડિકલ સ્ટોરેથી દવા લીધી, પીધી અને સારું થઈ ગયું. દસ બાર મહિના પછી ફરીથી પેટમાં થોડી ગડબડ જેવું લાગ્યું એટલે આપણા સંગ્રહખોર પ્રમોદભાઈએ મોહેંજો દારો ના અવશેષ જેવું પેલું જૂનું પ્રિસ્ક્રીપ્શન શોધી કાઢ્યું અને લગાવી દોટ મેડિકલ સ્ટોર તરફ. મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ(Pharmacist) જેવા દેખાતા (☺️) એક ભલા માણસે તરત જ હોંશે હોંશે એ દવા કાઢી આપી. પ્રમોદભાઈએ ફરીથી દવા લીધી, પીધી પણ સારું ન થયું. પણ આ તો પ્રમોદભાઈ , હાર તો ના જ માને, પહોંચી ગયા પડોશી ઉધારમલ પાસે. ઉધારમલ ને પણ પહેલા કાંઈક પેટના દુખાવામાં અમુક દવા લીધી હતી એનાથી એ ભાઈ ને સારું થઈ ગયું હતું. એટલે આ સક્સેસ સ્ટોરીને ધ્યાને લેતા પ્રમોદભાઈએ ઉધારમલ પાસેથી તેની દવા ઉધાર લીધી, પીધી પણ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. છેલ્લી જાણકારી મુજબ પ્રમોદભાઈ હોસ્પિટલમાં દસ દિવસથી એડમિટ છે.           આવા કેટલાય પ્રમાદિ પ્રમોદભાઈ વગર વિચાર્યે કેમિકલના ઝાડ પેટમાં વાવે છે અને પાછળથી પસ્તાય છે. તો સામે એવા ઉધારમલનો...

સાતત્યતાથી દુર દવા થઈ દારુણ: Drug Adherence

"Keep a watch... on the faults of the patients, which often make them lie about the taking of things prescribed." -Hippocrates           મેડિસિન ના ભીષ્મ એવા હિપોક્રેટ્સ ઉપરની ભવિષ્યવાણી એવા સમયે કરી ગયા જ્યારે ઈશુ નો જન્મ પણ થયો ન હતો. એમને ખબર હતી કે મારા વાલીડાઓ એટલા સીધા તો નહીં જ હોય કે કીધું કરે. અહીં 'કવિ' હિપોક્રેટ્સ દર્દીઓને રૂપક બનાવીને સમજાવે છે કે દવાને કહ્યા પ્રમાણે ન લેનારો દર્દી ડોકટર પાસે જઈને તો ખોટું ડહાપણ કરશે જ  કે તમારી દવા બધી બરાબર ખાધી પણ કાંઈ ફેર પડ્યો નહીં.           દવા ખાવી એ જ ઘણી વાર પૂરતું નથી હોતું આપણી બીમારીને ડામવા માટે; સાથે સાથે એ દવા ક્યારે, કેટલી, કોની સાથે, કેટલી વાર અને કેટલા દિવસ લેવી એ પણ પુરેપુરો ખ્યાલ હોવો જરૂરી છે. દવા કે સારવાર પ્રત્યે આપણી સાતત્યતા અને ડોકટર કે ફાર્માસીસ્ટ દ્વારા એના માટે અપાયેલ તમામ સુચનોનું પાલન એટલે જ Drug adherence. અહીં દવા કે સારવાર પૂરતું મર્યાદિત ન રાખતા WHO સારવારને અનુકૂળ જીવનશૈલીમાં પરિવર્તન અને ખોરાક માં નિયમિત કહ્યા મુજબ નું અનુસરણ ને પણ Drug adhe...

બેઇમાન દુનિયાનું પ્રામાણિક ભવિષ્ય: રોબોટ્સ

                માનવહિતો નું રક્ષણ શેમાં છુપાયેલું છે!? પોતાની આવડત અને અવળચંડાઈ વચ્ચે ની પાતળી ભેદરેખાને ભૂંસીને આગળ વધી ગયેલો આજનો સુપર ડુપર હ્યુમન શું ખરેખર એ જ મેળવી રહ્યો છે જેની આદિમાનવે વર્ષો પહેલા શરૂઆત કરી હતી? ડાર્વિન કાકા ના મત મુજબ એ વાત તો એકદમ સાચી જ માનવી પડે કે જ્યારે જ્યારે જીવ ના અસ્તિત્વ સામે જોખમ ઉભું થાય ત્યારે ત્યારે જીવ  પોતાનામાં એવી નવી આવડત, અનુકૂલન, ચાલાકી... વગેરે વગેરે ઉભું કરીને પ્રતિકુળતાને ચેલેન્જ ફેંકે છે. હવે જોવું એ રહ્યું કે આ સ્વરક્ષણ માટે ઉભી કરાયેલી આવડત છે કે પછી પોતાના સ્વાર્થને ખાતર અનુકૂળ પરિસ્થિતિ માં પણ આ આવડતને પ્રયોજીને માનવ પોતાની ચલાકીનો લાભ (ગેરલાભ) લઈ રહ્યો છે. બસ,બહુ થઈ ફિલોસોફીકલ વાતો. હવે સીધા જ ટેકનિકલ પોઇન્ટ પર આવીએ. માનવ આવિશ્કૃત યંત્રમાનવ (રોબોટ) શુ ખરેખર માનવ નો પર્યાય બની રહેશે ? જી ના, હું કોઈ સાઉથ કે હોલીવુડ ની ફિલ્મો ની સ્ટોરી લાઈન ને રેફરન્સ મુકવાનો નથી. પણ હા આવી સાયન્સફિક્શન સ્ટોરી લખવા વાળાની ફિલોસોફી ને દાદ તો દેવી જ પડે. સાંભળ્યું છે કે રોબોટ્સ આપણી ઘણી બધી નોકરીઓ ...

એન્ટિબાયોટિક રજીસ્ટન્સ: ગ્લોબલ વોર્મિગનો નાનો ભાઈ

      શીર્ષકના મુખ્ય શબ્દો કદાચ પૂર્વ પશ્ચિમ જેવા લાગે કે જેને એકબીજા સાથે કંઈજ લેવા દેવા નથી, પણ બંનેના પરિણામો જે મળવાના છે તે કદાચ ભવિષ્યમાં કોઈ એક જ સમયે એક સાથે ત્રાટકશે એ સંભવ છે. ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ વગેરે વગેરે શબ્દોને જેટલો સંબંધ વાતાવરણના સ્વાસ્થ્ય સાથે છે કદાચ એટલો જ સંબંધ પ્રાણીમાત્રના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સાથે ખરો. આપણે આપણા પ્રાકૃતિક વરદાનમય સ્ત્રોતો ને એટલા મલિન બનાવી દીધા છે કે જાણે આખી પૃથ્વી જ હવે હાઈબ્રીડ બનતી જાય છે! નવું નવું બનાવવા જતા જૂનો ઘાટ જ હવે આ દુનિયામાં દેખાતો બંધ થવા લાગ્યો છે. એટલેજ હવે એ સમય દૂર નથી કે નાશપ્રાય જીવોની યાદીમાં મનુષ્યનું નામ જોડાઇ જાય.       બદલાતા વાતાવરણમાં જીવોની બદલાતી પ્રકૃતિ તેની અનુકૂલન ક્ષમતાનો પુરાવો આપે છે અને આ બદલાવ જ જે તે જીવોને અસ્તિત્વની જંગ માટે તૈયાર કરે છે. એન્ટીમાઇક્રોબીઅલ દવાઓ એટલે એવી દવાઓ જે મનુષ્ય કે પ્રાણીના શરીરમાં રહેલા ચોક્કસ હાનિકારક સુક્ષમજીવો પર હુમલો કરીને તેનો નાશ કરે છે. આવા સૂક્ષ્મજીવો જો બેક્ટેરિયા હોય તો તેના પર અસર કરતી આવી ચોક્કસ દવાઓને એન્ટિબા...