Sunday, November 1, 2020

સરકારી દવાખાનાના કેટલાક વીઆઇપી દર્દીઓ સાથે પરિચય

આ લેખની પાત્ર અને ઘટનાઓ જરાય કાલ્પનિક નથી. જેની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા થઈ શકે એવું પણ બની શકે અને જો એવું બને તો સમજવું કે આ વ્યક્તિ કે ઘટનાને ઉદ્દેશીને જ લખાયું છે. સરકારી દવાખાનામાં આવનારા કેટલાક દર્દીઓ (ના, ખરેખર આ લોકો દર્દીઓ નથી હોતા) પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો કોઈ પણ દર્દ વગર દવાખાનાના...

Sunday, October 4, 2020

કોરોનાનો માનવજાતને પત્ર...

 મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સજય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો...

Sunday, August 23, 2020

મહામારીની વેક્સિન તો મળી જશે પણ વેક્સિનની મગજમારી કોણ હલ કરશે?

લગભગ દોઢેક વર્ષ પહેલાં પાકિસ્તાનના પેશાવરમાં એક જ દિવસે સરકારી હોસ્પિટલો બાળકોથી ઉભરાવા માંડી. હજારો બાળકો તેમના વાલીઓ સાથે હોસ્પિટલ પર ચડી આવ્યા. વાત જાણે એમ હતી કે આગલા દિવસે આ બાળકોને પોલિયો કેમ્પેઇનમાં પોલિયોની રસી આપવામાં આવી હતી. ના રે ના રસીમાં કાંઈ વાંધો હતો નહિ, પણ એક મસ્જિદ દ્વારા એવી ઘોષણા...

Monday, June 15, 2020

ફિલ્મના પાત્રથી પ્રભાવિત થઈ શકાય, તે પાત્ર ભજવનારથી થવું જરૂરી નથી.

આજે મોટિવેશન કે પ્રેરણા એ એક બિઝનેશ થઈ ગયો છે. પહેલા કદાચ એક બે દાયકા પહેલા આ ક્ષેત્રમાં એટલું બધું કાંઈ હતું નહિ પણ હવે ધીમે ધીમે લોકોની તાસીર પારખીને કેટલાક વકતાઓએ પોતાની જાદુઈ વાણીથી નબળી મનોદશા વાળા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આજે મોટીવેશનલ સ્પીકરોનો રાફળો ફાટ્યો છે અને તેઓના દરેક સેમિનાર પણ...

Thursday, June 4, 2020

જીવહિંસા તો કાયમી છે પણ લોકજુવાળ તકલાદી છે

#KeralaElephantMurder આ હેશટેગ અને આવા બીજા ઘણા હેશટેગ છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય સ્તરે ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડ પોતે જ એટલો તકલાદી શબ્દ છે કે તેની શરૂઆત સાથે જ તેનો અંત પણ નક્કી જ હોય છે. ટેમ્પરરી વૈરાગ્ય, ટેમ્પરરી ગુસ્સો અને ટેમ્પરરી લોકજુવાળ આ ડિજિટલ દુનિયામાં તરત આંખે ઉડીને સામે આવે છે. થોડાક દિવસ...

Monday, May 11, 2020

શું આપણે કોરોનાના હેપી એન્ડિંગની સ્ક્રિપ્ટ લખી રહ્યા છીએ?

દરેક બનાવો અને દરેક વસ્તુને આપણે ફિક્શનના ઢબે જોવા ટેવાયેલા છીએ. આ વાત ફક્ત ફિલ્મી દુનિયાના અસ્તિત્વ પછી જ જોવા મળી એવું નથી. જ્યારે ફિલ્મો બનતી ન હતી ત્યારે પણ લોકો કોઈ પણ વાતમાં વાર્તા શોધવાનો પ્રયત્ન પોતાની જાતે પુરી રીતે કરતા હતા. આપણું અર્ધજાગૃત મન દરેક બનાવ કે સમાચારોમાં પણ વાર્તા જ શોધે છે પછી...

Sunday, April 12, 2020

પેન્ડેમિકથી પણ ખતરનાક છે ઇન્ફોડેમિક

ઇતિહાસના પાનાઓ પર સેકન્ડે સેકન્ડની ઘટનાઓ કંડારાઈ રહી છે એવા આ કોરોના પેન્ડેમિક સમયમાં એક નવો શબ્દ ઉગીને સામે આવ્યો, જે છે ઇન્ફોડેમિક (infodemic). પેન્ડેમિક દ્વારા થતા નુકસાનના આંકડાઓ જગજાહેર થતા રહે છે પણ અફસોસ ઇન્ફોડેમિકને લગતી કોઈ આંકડાકીય માહિતી સામે નથી આવતી કે જેના દ્વારા થયેલ નુકસાનને માપી શકાય. ઇન્ફોડેમિક...

આપના પગરવ

Search This Blog

Sandip Herma

My photo
ભણતરથી ફાર્માસિસ્ટ પણ ચણતરથી (બની બેઠેલો, સેલ્ફ સર્ટિફાઇડ) લેખક, જે પોતાના અનુભવો તમારી સાથે થોડીક કડવી તો થોડીક હળવી ભાષામાં રજૂ કરવા માંગે છે અને વાચકો પાસેથી કંઈક શીખવા માંગે છે.

Contact Form

Name

Email *

Message *

Followers