Skip to main content

Posts

ફિલ્મના પાત્રથી પ્રભાવિત થઈ શકાય, તે પાત્ર ભજવનારથી થવું જરૂરી નથી.

આજે મોટિવેશન કે પ્રેરણા એ એક બિઝનેશ થઈ ગયો છે. પહેલા કદાચ એક બે દાયકા પહેલા આ ક્ષેત્રમાં એટલું બધું કાંઈ હતું નહિ પણ હવે ધીમે ધીમે લોકોની તાસીર પારખીને કેટલાક વકતાઓએ પોતાની જાદુઈ વાણીથી નબળી મનોદશા વાળા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આજે મોટીવેશનલ સ્પીકરોનો રાફળો ફાટ્યો છે અને તેઓના દરેક સેમિનાર પણ હાઉસફુલ જઇ રહ્યા છે.(અહીં હાઉસફુલ કોરોના કાળ પહેલા લખેલ સમજવું.) મોટીવેશનલ સ્પીકર્સ એટલા હોશિયાર છે કે તેને એ પણ ખબર છે કે મારા સેમિનારમાં હજારની ટીકીટ લઈને બેસવાવાળા જ સૌથી વધુ ડિપ્રેસ હોય છે. જો કે ડિપ્રેશનને શ્રીમંતાઈ સાથે જ ઘરોબો છે એવું નથી પણ શ્રીમંતોનું ડિપ્રેશન લાખોનું હોય છે એ વાત મોટીવેશનલ સ્પીકર સૌથી વધુ જાણે છે. મોટિવેશન એ પ્રોફેશન ના હોઈ શકે, જો આ સ્પીકર પોતે એવું જીવન જીવીને દાખલો બેસાડે તો જરૂર પ્રભાવિત થઈ જવાય. પણ વાત ડિપ્રેશન કે સ્યુસાઇડની નથી કરવી. વાત કરવી છે કોઈ પણ સેલિબ્રિટી તરફની આપણી માનસિકતાની. કોઈ પણ ફિલ્મી એકટર સાથે આપણે એટલા જોડાઈ જઈએ છીએ કે એટલા બહોળા પ્રમાણમાં લોકો બીજા કોઈ ફિલ્ડના સેલિબ્રિટી સાથે બહુ જૂજ જોડાતા હશે. ખરેખર ભૂલ અહીં જ થઈ જાય છે. આપણે એ એક્ટર સાથે ...

જીવહિંસા તો કાયમી છે પણ લોકજુવાળ તકલાદી છે

#KeralaElephantMurder આ હેશટેગ અને આવા બીજા ઘણા હેશટેગ છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય સ્તરે ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડ પોતે જ એટલો તકલાદી શબ્દ છે કે તેની શરૂઆત સાથે જ તેનો અંત પણ નક્કી જ હોય છે. ટેમ્પરરી વૈરાગ્ય, ટેમ્પરરી ગુસ્સો અને ટેમ્પરરી લોકજુવાળ આ ડિજિટલ દુનિયામાં તરત આંખે ઉડીને સામે આવે છે. થોડાક દિવસ ધૂમ મચાવે છે અને પછી તો ક્યાં સ્વાહા થઈ જાય છે કે શોધ્યા પણ જડતા નથી. આજે પણ આપણે એવા જ એક લોકજુવાળના સાક્ષી બની રહ્યા છીએ. વોટ્સએપના સ્ટેટ્સમાં મુકેલ વિચાર પણ ફક્ત ચોવીસ કલાકની જ વેલીડિટી ધરાવે છે, ત્યારબાદ ફરીથી એ વિચારને પ્રાણ ફૂંકવા પડે છે. આવું જ આપણા ક્ષણિક આવેશનું છે. જ્યારે લાગણીઓ કાબુ બહાર જાય એટલે સૌથી સરળ રસ્તે તેને વહેતી કરવા એક ઓનલાઈન બેસણું શરૂ થાય છે. જીવહિંસા એ કોઈ નવી બાબત નથી, દરરોજ નાના મોટા પ્રાણીઓ અને પંખીઓ માનવજાતની માવજતમાં કપાઈ મરે છે, પણ આ તો એક મહાકાય પ્રાણી નજરે આવ્યું અને તેમાં પણ તે હાથણીના પેટમાં ધબકારા લેતું તેનું મૃતબાળ નજરે ચડે એટલે પથ્થર દિલમાં થોડી ઝણઝણાટી આવે જ. પણ આખરે તો થોડા દિવસ દિલસોજીની થોડી વાતો થશે, થોડીક મીણબત્તીઓમાંથી મીણ ટપકશે અને પછી ફરીથી ...

શું આપણે કોરોનાના હેપી એન્ડિંગની સ્ક્રિપ્ટ લખી રહ્યા છીએ?

દરેક બનાવો અને દરેક વસ્તુને આપણે ફિક્શનના ઢબે જોવા ટેવાયેલા છીએ. આ વાત ફક્ત ફિલ્મી દુનિયાના અસ્તિત્વ પછી જ જોવા મળી એવું નથી. જ્યારે ફિલ્મો બનતી ન હતી ત્યારે પણ લોકો કોઈ પણ વાતમાં વાર્તા શોધવાનો પ્રયત્ન પોતાની જાતે પુરી રીતે કરતા હતા. આપણું અર્ધજાગૃત મન દરેક બનાવ કે સમાચારોમાં પણ વાર્તા જ શોધે છે પછી તે કરૂણ જ કેમ ના હોય. મીડિયા ચેનલ દ્વારા પરોસવામાં આવતી માહિતી પણ કઈક અંશે ફિક્શનના વાઘા પહેરાવીને જ મુકાય છે. આપણી કુટેવોને સુટેવોમાં બદલવા આપણા ઋષિમુનિઓએ પણ આપણને કેટલીક પ્રણાલીઓ પહેલેથી જ આપેલી જેનો આપણે હજુ સુધી અર્થ જાણ્યા વગર અમલ કરી જ રહ્યા છીએ પણ ધીમે ધીમે તે પ્રણાલીને એક પેઢીથી બીજી પેઢીમાં વહન કરાવતા કરાવતા તેમાં રહેલા લોજીકને સાથે બાંધીને આગળ વધારવાનું ચુકી ગયા. આ સુટેવોને પણ વાર્તાના તાંતણામાં ગૂંથીને જ આપણા વડવાઓ અને ઋષિમુનિઓ આપી ગયા. પરંતુ વાર્તાઓ અને વ્રતકથાઓ રહી ગઈ અને તેનું હાર્દ અને તેના પાછળનું વિજ્ઞાન ધીમે ધીમે વિસરાતું ગયું. તો મહત્વનો મુદ્દો એ જ છે કે ફિક્શન કે વાર્તા એ જ સૌથી સરળ રસ્તો છે કોઈ પણ મોટી વાતને ગળે ઉતારવાનો. જરા વિચાર કરો કે જો મહાભારતમાં યુદ્ધસ્થિતિનું ન...

પેન્ડેમિકથી પણ ખતરનાક છે ઇન્ફોડેમિક

ઇતિહાસના પાનાઓ પર સેકન્ડે સેકન્ડની ઘટનાઓ કંડારાઈ રહી છે એવા આ કોરોના પેન્ડેમિક સમયમાં એક નવો શબ્દ ઉગીને સામે આવ્યો, જે છે ઇન્ફોડેમિક (infodemic). પેન્ડેમિક દ્વારા થતા નુકસાનના આંકડાઓ જગજાહેર થતા રહે છે પણ અફસોસ ઇન્ફોડેમિકને લગતી કોઈ આંકડાકીય માહિતી સામે નથી આવતી કે જેના દ્વારા થયેલ નુકસાનને માપી શકાય.  ઇન્ફોડેમિક એટલે માહિતીનો એવો વિસ્ફોટ કે જેમાંથી ઉડતા ચીંથડે ચીંથડાઓનો લોકો ઉપયોગ કરીને પોતાના કપડામાં થિંગડા મારી રહ્યા છે. અધકચરી માહિતીનો ઉપયોગ કરીને લોકો પોતાની થિયરી વહેતી કરી રહ્યા છે. એકબાજુ તંત્ર કોરોના સામે લડી રહ્યું છે તો બીજી બાજુ આવી અફવા બજારો સામે પણ પગલાં લેવાના શરૂ થઈ ગયા છે. અફસોસની વાત એ છે કે હવે કોરોના સામેની લડાઈ ફક્ત એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી રહી, હવે દરેક મોરચે તેની સામે લડવાનો વખત આવી ગયો છે. ઇન્ફોડેમિક એટલી હદે વકરશે તેનો અંદાજ કદાચ કોઈને નહિ હોય. આજે કોઈ પણ માહિતીથી જાગૃત હોવું, અવગત હોવું એ એક વાત છે પણ એ જ માહિતીનો સ્ત્રોત કે ઉદ્દગમ જાણ્યા વગર તેના પર ભરોસો કરી લેવો એ અલગ વાત છે. ફક્ત માહિતી મેળવી લેવાથી વાત પુરી નથી થઈ જતી. આ માહિતીમાં પોતાની હાયપોથીસીસ ...

શીશશશ... કોરોના મના હૈ...

( નોંધ: પ્રસ્તુત ગેસ્ટ આર્ટિકલ લેબોરેટરી ટેક્નિશિયન કાજલ રૂપાપરા ની કલમે લખાયેલ છે. ) પ્લેગ, ડેન્ગ્યુ, બર્ડફલૂ, નિપાહથી લઈને સ્વાઈનફલૂ સુધી માનવજાત પોતાનું કૌવત દેખાડતી આવી છે. ભૂતકાળની દરેક મહામારીમાં માણસે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા મ્હાત આપી છે પરંતુ આવી નાની નાની જીતના મદમાં માણસ એટલો ઉછળી પડે છે કે નવો પડકાર થોડા જ સમયમાં તેના દરવાજા પર ઉભો રહી જાય છે. આ વખતનો પડકાર પહેલાના પડકારો કરતા વધુ ઘાતક અને માણસથી એક કદમ આગળ છે. કોરોનાનો રાક્ષસ આ નવોદિત ચેલેન્જ લઈને માનવની બુદ્ધિશક્તિ સામે બાથ ભીડી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય લાચાર ન દેખાયેલો માનવ આજે કોરોના સામે થોડો લાચાર દેખાઈ રહ્યો છે. પણ ક્યાં સુધી? આજ નહીં તો કાલ એ વધુ સમય કોરોનાને ટકવા નહીં દે એ તો સૌને ઊંડે સુધી વિશ્વાસ છે. કોરોના વાઇરસ આમ તો 2019 થી જાણીતો થયો છે.  ચીન માં 2019માં નીકળ્યો ત્યારે મનુષ્યોમાં પહેલા ના દેખાયેલો હોઇ COVID 19 નામ આપેલું.  કોરોના ફરીથી ચીનમાં વુહાન શહેર માં ૨૦૨૦ માં દેખાયો ત્યારે નવી સ્ટ્રેઈન  હોવાથી તેને નોવેલ કોરોના વાઇરસ નામ આપવામાં આવ્યું. આમ તો દુનિયા માં 210થી પણ વધારે પ...

જાપાનના કાંઠે કોરોના કન્ટેનર બનીને ઊભેલું ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ

       80 વર્ષના એક વૃદ્ધને ચાઇના ઉતાર્યા બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ આગળ વધી ગયું. ક્રુઝ ઉપર કોઈને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે પોતાની સાથે 5 દિવસ સુધી મુસાફરી કરેલો એકદમ સ્વસ્થ લાગતો આ માણસ આખેઆખા ક્રુઝને જેલ બનાવી દેશે. ક્રુઝ જાપાનના રસ્તે વળ્યું અને 1 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝ કંપનીને એક મેઈલ મળ્યો. આ મેઇલને અજાણતા કે જાણીજોઈને અવગણવામાં આવ્યો હોય તેમ છેક 3 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝના તમામ યાત્રીઓને આ મેઈલથી અવગત કરવામાં આવ્યા. હવે કદાચ મામલો હાથમાંથી નીકળી રહ્યો હોય એવું લાગ્યું. ડોકટરોની ટીમ દ્વારા તથા ક્રુઝની ઓથોરિટી દ્વારા કદાચ ખૂબજ પ્રાયમરી કહી શકાય એવા પગલાં ન લેવાયા. અવગણેલા એ 48 કલાક આ ક્રુઝ પર જાણે યમરાજ બનીને ત્રાટકયા. એ મેઈલ દ્વારા હોંગકોંગની  હેલ્થટીમ વતી ક્રુઝને જાણ કરવામાં આવી હતી કે આપના ક્રુઝ પર દિવસો વિતાવેલો માણસ અહીં ઉતરીને તરતજ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તકેદારીના પગલાં લેખે કે માનવતાના ધોરણે કરવામાં આવેલી જાણ કદાચ તેના હેતુ સુધી ના પહોંચી અથવા મોડી પહોંચી. પરિણામ એ આવ્યું કે આ જાણ બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ 2700 મુસાફરો અને...

હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?

"વી આર નોટ હીઅર ટુ મેક ફ્રેન્ડસ. આઇ ડુ નોટ લવ માય પેશન્ટસ્. ઇસ હાથ કો દેખો. હજારો ઓપરેશન કીએ હૈ ઇસ હાથને લેકીન યે કભી નહી કાંપા. મગર મેં અપની હી બેટીકા ઓપરેશન કરું તો યે હાથ જરૂર કાંપેગા." મુન્નાભાઈ એમબીબીએસ માંથી ડો.અસ્થાનાનો આ ડાયલોગ મને યાદ આવે છે જ્યારે કબીરસિંધ ફિલ્મમાં કોલેજ ડીન પણ ફૂટબોલમાં ઝઘડો કરીને આવેલા શાહિદ કપૂરને આવી જ કંઈક સલાહ આપે છે, "એન્ગર મેનેજમેન્ટમે તુમ ઝીરો હો. મેડિકલ પ્રોફેશનમે જો ઇન્સાન અપના ગુસ્સા કંટ્રોલ નહિ કર શકતા વો સર્જીકલ બ્લેડ હાથમે લિયે એક મર્ડરર સે જ્યાદા કુછ નહીં હૈ."  આ બંને ડાયલોગ આમ તો એકબીજાના પૂરક છે, પરંતુ બંનેમાં બે જુદી જુદી લાગણીઓને સંબોધવામાં આવી છે. પહેલા ડાયલોગમાં ડોકટરને દર્દી પ્રત્યેની હમદર્દી અને પ્રેમથી દૂર રહેવાનું સૂચન છે તો બીજા ડાયલોગમાં નફરત અને આવેશથી પણ ડોકટરોએ જોજનો દૂર રહેવું એવી ફિલોસોફી બતાવી છે. ડોકટર કે કોઈ પણ મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલો વ્યક્તિ બીજા ગ્રહ પરથી આવેલો નથી. એ પણ આજ સમાજમાં ઉછરેલો હોમો સેપિયન્સ છે અને એટલે તેનામાં પણ સામાજિક સંવેદનાઓ અને લાગણીઓ હોવાની જ. પરંતુ શું આ લાગણીઓ ત...