વિસ્મયભાઈને સામાન્ય શરદી થવાથી દસ દિવસનો બેડ રેસ્ટ ડોકટર સજેસ્ટ કરે છે. કિનલબહેને એક વર્ષ પહેલા ગર્ભાશય નું ઓપરેશન કરાવ્યું પણ હજુ સુધી તે હોસ્પિટલના બીછાને છે. રિતેશદાદાને બે વર્ષથી ટીબીની દવા શરૂ છે પણ છતાં કંઈ ખાસ ફરક લાગતો નથી. વળી તેનો પૌત્ર નેવીલ પણ બે અઠવાડિયાથી ખાંસતો દેખાય છે. ડેનિશાદાદીને છ મહિના પહેલા આંગળીમાં નખનાં ભાગે કઈક વાગ્યું હતું પણ હજુ તેમાંથી રસી નીકળવાના શરૂ છે, હવે તો જોકે એ આંગળીના બે જ વેઢા બચ્યા છે !!! આ બધી વાતો ઇ.સ. 2040 માં જ સાંભળવા મળે તો નવાઈ નહીં.(દાદા દાદીના નામ પણ આવાં જ હશે!) એ સમય દૂર નથી જ્યારે અત્યારની યુવા પેઢી વૃદ્ધાવસ્થામાં ડગ ભરતી હશે અને આવનારી પેઢીની મહામારીઓ લાચાર થઈને જોઈ રહી હશે. અહીં દિલ્હીના 400 ઉપર પહોંચેલા એર ક્વોલીટી ઈન્ડેક્સની વાત નથી ચાલતી પણ ઝોમ્બીની જેમ આગળ વધી રહેલા 'સુપરબગ્સ'ની વાત છે. સુપરબગ્સ એટલે એવા બેક્ટેરિયા જેના પર એન્ટિબાયોટિક દવાઓ કોઈ ખાસ અસર નથી કરી શકતી. આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓ સામે રજીસ્ટન્સ કેળવીને સર્વશક્તિમાન બની ગયા હોય છે. બસ આવા સુપરબગ્સને પોતાની આગળન
A magnifying pen