બાળપણમાં ગાંધીજીનો એક પ્રસંગ ભણવામાં આવતો જેમાં ગાંધીજી કહેતા કે ખપ પૂરતું જ પાણી વાપરો. હવે એક કદમ આગળ વધવાનો સમય આવી ગયો છે. ગાંધીજી જો આ સમયે હયાત હોત તો વધુમાં ઉમેરતા જાત કે ખપ પૂરતું જ ખાઓ. Eat, Drink and be Merry ની ફિલોસોફીને ગળે વળગાળીને ગમતું કરવાની આપણી ટેવ છેલ્લા બે ત્રણ દસકામાં વધુ પડતી ઉભરાઈ ગઈ હોય એવું લાગે છે. આજે પણ સુકલકડી હોવું એ સ્ત્રીઓ માટે સન્માનની બાબત છે તો પુરુષો માટે શરમની શરવાણી. વધુ પડતી મેદસ્વિતા એ જાહોજલાલીની નિશાની તથા પાંસળીઓ દેખાવી એ ગરીબીની નિશાની - આ સર્વે ખૂબ જ જુના સમયથી અમલમાં છે. રૂપક તરીકે લઈએ તો સાચો પણ છે. પરંતુ જ્યારે મેદસ્વિતાના માઠાં પરિણામો ભોગવવાનો વારો આવે ત્યારે એકેય જાહોજલાલી કામ નથી લાગતી. સવારના પહોરમાં પોતાની ફાંદ લઈને રોડ પર કે ગાર્ડનમાં નીકળતા લોકો કદાચ આ વાત સારી રીતે સમજતા હશે. પશ્ચિમી દેશોએ મેદસ્વિતા(obesity)ને એક મોટી બીમારી તરીકે બઢતી આપી છે અને માન્યું છે કે આ એક એવો મીઠો રોગ છે જે સમય જતાં કડવો અનુભવ કરાવે છે. 2016 ના એક સર્વે મુજબ ભારતની 3.9% વસ્તી મેદસ્વિતાની ઝપેટમાં છે જે ભારતને વિશ્વમાં હાલમાં તો 187 મા ક્ર
A magnifying pen