Skip to main content

મેદસ્વિતાએ માજા મુકી



બાળપણમાં ગાંધીજીનો એક પ્રસંગ ભણવામાં આવતો જેમાં ગાંધીજી કહેતા કે ખપ પૂરતું જ પાણી વાપરો. હવે એક કદમ આગળ વધવાનો સમય આવી ગયો છે. ગાંધીજી જો આ સમયે હયાત હોત તો વધુમાં ઉમેરતા જાત કે ખપ પૂરતું જ ખાઓ. Eat, Drink and be Merry ની ફિલોસોફીને ગળે વળગાળીને ગમતું કરવાની આપણી ટેવ છેલ્લા બે ત્રણ દસકામાં વધુ પડતી ઉભરાઈ ગઈ હોય એવું લાગે છે.

આજે પણ સુકલકડી હોવું એ સ્ત્રીઓ માટે સન્માનની બાબત છે તો પુરુષો માટે શરમની શરવાણી. વધુ પડતી મેદસ્વિતા એ જાહોજલાલીની નિશાની તથા પાંસળીઓ દેખાવી એ ગરીબીની નિશાની - આ સર્વે ખૂબ જ જુના સમયથી અમલમાં છે. રૂપક તરીકે લઈએ તો સાચો પણ છે. પરંતુ જ્યારે મેદસ્વિતાના માઠાં પરિણામો ભોગવવાનો વારો આવે ત્યારે એકેય જાહોજલાલી કામ નથી લાગતી. સવારના પહોરમાં પોતાની ફાંદ લઈને રોડ પર કે ગાર્ડનમાં નીકળતા લોકો કદાચ આ વાત સારી રીતે સમજતા હશે. પશ્ચિમી દેશોએ મેદસ્વિતા(obesity)ને એક મોટી બીમારી તરીકે બઢતી આપી છે અને માન્યું છે કે આ એક એવો મીઠો રોગ છે જે સમય જતાં કડવો અનુભવ કરાવે છે. 2016 ના એક સર્વે મુજબ ભારતની 3.9% વસ્તી મેદસ્વિતાની ઝપેટમાં છે જે ભારતને વિશ્વમાં હાલમાં તો 187 મા ક્રમે સાપેક્ષ રીતે ગૌરવ અપાવે  છે એમ કહી શકાય પરંતુ જો આમ ને આમ સવારમાં જિમ અને વોકિંગમાં પરસેવો પાડતી આપણી આન્ટીઓ સાંજે કિટ્ટીપાર્ટીમા મિજબાની માણ્યા કરશે તો થોડાક વર્ષોમાં જ આપણે ટોચના 100 દેશોમાં સામેલ થઈ જશું!

શ્રમવિહીન જીવનધોરણ કદાચ આપને સૌને માફક આવતું હશે પણ આપણું શરીર ધીમેધીમે આ જીવનધોરણ વિરૂદ્ધ બંધાતુ જાય છે. પરિણામે તેને નાથવા માટે કરવામાં આવતો અને તમારા સિવાય કોઈને પણ ઉપયોગી ના થઇ શકે એવો બળજબરીપૂર્વકનો શ્રમ જીમખાનામાં વેડફાઈ રહ્યો છે. આટલો જ શ્રમ જો ઘરને સાચવવામાં કરવામાં આવે તો? ક્યારેક સાવરણી તો ક્યારેક ધોબીઘાટનો ધોકો જો વપરાય તો આપોઆપ ચરબી શરમાઈને બહાર આવે. અડધી કલાકના અંતરે આવેલી ઓફિસને જો પૈડાંના સહારા વગર સર કરવામાં આવે તો આપોઆપ વરુણદેવ પરસેવે નવડાવે. પણ ના આપણે તો મેદસ્વિતાને હરાવવી છે ફક્ત શ્રમના વેડફાટથી.

એકબાજુ ભારત કુપોષણ સામે લડી રહ્યો છે તો સામે છેડે મેદસ્વિતાનો રાક્ષસ અટ્ટહાસ્ય કરી રહ્યો છે. આવો વિરોધાભાસ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. ક્યાંક એક ટંક ખાવા માટેના ફાંફાં છે તો ક્યાંક ખાઈને તેને પચાવવા માટેનો શ્રમ ઘટે છે. આવી વાસ્તવિકતાને નજર સામે જોઈ રહેલા આપણે આંખ આડી ફાંદ કરીને બેઠા છીએ. ચિત્રમાં દેખાતું પાટિયું ક્યાં સુધી આ ભાર ઉપાડી શકે છે એ જ જોવું રહ્યું હવે તો!

Comments

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...