Skip to main content

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

 

"તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે.


🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન? 

વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર.


😱 જો વિટામિન B12 શરીરને પૂરતું ન મળે તો?

વિચાર કરો જો ઉપરના તમામ કામમાં B12ની ઇજારાશાહી હોય તો પછી તેના વગર કેવા કેવા પ્રોબ્લેમ થઈ શકે!? જો ચેતાતંતુને જ તેનો ડોઝ ન મળે તો પછી ઝણઝણાટી અને ખાલી ચડવા જેવી માથાકૂટ તો રહેવાની જ. વળી માથામાં રહેલ મગજને પણ જો B12 ના મળે એટલે જાણે કે દારૂડિયાને દારૂ ન મળે એવી સ્થિતિ ઊભી થાય. મગજ કહ્યામાં રહે નહીં અને રહે તો સાલું વહેલું થાકી જાય! વળી આ B12ની એક શાખા RBC પ્રોડક્શન હાઉસમાં પણ સ્થપાયેલી છે એટલે સમજો કે B12ની ગેરહાજરીમાં આ શાખાઓના શટર થઈ જાય ડાઉન અને પરિણામે તરત જ એનિમિયા થવાની આગાહી સો ટકા!


પણ મારા વ્હાલાઓ આવા ઉપયોગી VIPને આપણી સાથે બનતું કેમ નથી? શરીરમાં એકવાર જાય તો પડ્યું રહેતું હોય તો ક્યાંક છાનુંમાનું. પણ આ B12 એકદમ ચંચળ. જેવું પાણી જોયું નથી કે તેના પ્રેમમાં ઓગળીને શરીરની બહાર. જેટલો સમય અંદર તેનું કામ લઈ શકો એટલું લઈ લો બાકી શરીરમાં તેનો પ્રવેશ જ કન્ફર્મ રિટર્ન ટિકિટ સાથે થાય છે. પાણીમાં ઓગળે એવા વિટામિન્સનો આ જ વાંધો, જરાય લાંબો સાથ નિભાવે નહીં. એટલે જો તમને તેની ગરજ હોય, કે જે છે જ, તો તેને નિયમિત પણે શરીરમાં ઠુંસવું જ પડે.  


🧐 આ વિટામિન B12 કઇ દુકાને મળે હેં?

હવે તો મોઢે મોઢે એવી વાતો સંભળાય છે કે આ માંસાહારી વાળાઓને B12ના ઘટવાની શક્યતા ઓછી છે જ્યારે શાકાહારીને તો આવી તકલીફ રે'વાની જ. માંસ, મટન અને ઈંડામાંથી B12 મળે એવું ક્યાંય ન મળે. તો શું શાકાહારી બધા ગાંડા છે? શું અત્યાર સુધી જે પણ પેઢી દર પેઢી શાકાહારી જ છે તેનો નાશ થઈ ગયો કે થઈ જશે? આ બધી વેવલી વાતો કરીને ડરાવતા લોકોથી દસ ફૂટનું અંતર રાખવું. આપણી પાસે શાકાહારમાં પણ સમતોલ આહાર લેવાની આદત પાડવામાં આવે તો B12 આપણી થાળીમાં જ હજરાહજૂર છે. દૂધ, દહીં, ફણગાવેલા કઠોળ, સોયા, બીટ , પાલક અને બીજું પણ ઘણું કે જે ફરમેન્ટેશન પ્રોસેસથી એટલે કે નેચરલી જેમ આથો આવે તે રીતે બને છે તેમાંથી ભલે વિપુલમાત્રામાં નહીં પણ થોડું થોડું કરીને જરૂરિયાત મુજબનું B12 ઉલેચી શકાય છે. કાનમાં એક વાર કહું, ઈડલી અને ઢોકળાંમાં પણ આ રીતે થોડુંક નામ પૂરતું B12 વિટામિન હોય છે. જો શાકાહારી ભગતના ખાવામાં જ કોઈ નેઠા ન હોય તો પછી ઈંડા અને માંસની ઈર્ષ્યા થવાની જ છે. 


😕 વિટામિન B12ની ખામીનું કારણ શું?

આ તો થઈ ખોરાકની વાત. પણ હવે જો તમારામાં જ પાણી ના હોય તો વિટામિન B12 શું કરે? મતલબ કે તમારા પાણીમાં જ વિટામિન B12 ના હોય તો શું કામનું? 


અરે.. પાણીમાં કંઇ વિટામિન જેવું થોડું હોય!? હોય ને. જો પાણીને આડી અવળી RO કીટમાંથી પાસ ન કર્યું હોય તો. જી હા. પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોબાલ્ટથી લઈને કેટલાક મિનરલ્સ પણ હોય છે સાથે સાથે કેટલાક સારા બેક્ટેરિયા પણ હોય છે જે વિટામિન B12 બનાવે છે. પણ આપણી RO ની નળીઓમાંથી તો માત્ર H2O જ નીકળે બીજું બધું તો ગંદુ કહેવાય ને! પ્રદૂષિત પાણીને પીવાલાયક કરવાની પળોજણમાં આપણે પાણીને જ પ્રદૂષિતમાંથી કુપોષિત બનાવી દઈએ છીએ. તો શું આ પ્રદૂષિત પાણી પીવું? ના રે ના. ઘણી દેશી પદ્ધતિઓ છે પાણીને પીવા લાયક બનાવવાની ક્યાંક થી ગૂગલ કરી લેજો અને ના મળે તો એટલું તો સમજી જ લેજો કે ભગવાન ઉપરથી આખું ચોમાસું પાણી વરસાવે છે તે આપણા પીવા માટે પણ છે જો સંગ્રહ કરતા આવડે તો. 


હવે તો અધૂરામાં પૂરું RO માંથી પાણીમાં વિટામિન B12 દૂર ન થાય તેની અલગ કોલમ પણ આવે છે, બોલો! છે ને બીઝનેશ! ખબર નથી આ કોલમ કેટલી કારગત છે કે કઈ રીતે કામ કરે છે. આ બીઝનેશ આઇડિયા બધા આવા જ હોવાના. પહેલા કહેશે કે તમારા દાંતણ કે નમક દાંતમાં ઘસવા કરતા અમારું ટૂથપેસ્ટ સારું. પછી અમુક વર્ષે એ જ ટૂથપેસ્ટવાળા એમ કહે કે અમારા ટૂથપેસ્ટમાં નમક છે. 


એટલે કે મૂળ RO પાણી પીવાવાળાને થોડી ઘણી B12ની પૂરતી જે પ્રોસેસ વગરના કુદરતી પાણી દ્વારા થતી હતી એ પણ હવે બંધ થઈ ગઈ છે એટલે શરીરમાં લાંબાગાળે નાનીમોટી તકલીફ તો રહેવાની જ.


હજુ એક પ્રચુર વર્ગ છે કે જે સામે ચાલીને વિટામિન B12 ની ખામીને નોતરે છે. દરરોજ એન્ટાસીડ એટલે કે એસિડિટી ની દવા લેવા વાળા. ખોરાકમાં જરા સરખી બાંધછોડ નહી કરવાની પણ જરૂર પડે તો એક ગોળી ભૂખ્યા પેટે ખાઈ લેવાની એવી માનસિકતા વાળાની જઠરાગ્નિને ઠારવાનું કામ આ એસિડિટીની દવાઓ કરે છે. ખોરાકમાંથી વિટામિન B12 ને અલગ કરવા માટે જરૂરી એસિડિક વાતાવરણ આ દવાઓ બગાડી મૂકે છે. એટલે ખોરાક ભલે B12 વાળો લઈએ તો પણ તેનું શરીરમાં શોષણ થઈ શકતું નથી અને કામમાં લઈ શકાતું નથી. પેટની ગડબડ દૂર કરવાના પણ ઘણા ઉપાય છે. દરરોજ એસિડિટીની દવાઓનો કચરો પેટમાં ઠાલવવાના બદલે થોડું પોતાની કફ, પિત્ત અને વાયુને અનુરૂપ પ્રકૃતિ મુજબ સમતોલ ભોજન લો ને ભલા માણસ!


🙂‍↔️ શું B12 ની દવા રોજ લઈ શકાય?

લઈ શકાય અને લેવી જોઈએ એ બંને અલગ માથાકૂટ છે. દરરોજ લેવાથી કોઈ લાંબુ નુકશાન નથી જો તમારી પાસે વિટામિન M ની અછત ન હોય તો. પણ લાકડી લઈને ચાલવું કે લાકડી વગર ચાલી શકવું એ બંનેમાંથી તમારે નક્કી કરવાનું છે કે દરરોજ આ ગોળીઓ લઈને જીવવું કે પછી ઉપર કથા કરી એ બાબતો અને ખોરાકનું ધ્યાન રાખીને B12ની પૂર્તિ કરવી.


ઇન્જેક્શન લેવાથી જે તાત્કાલિક ફાયદો નજરે ચડે છે એ કંઇ આજીવન રહેવાનો નથી કારણ કે આ વિટામિન જ પાણી પ્રેમી છે, બે દિવસમાં તો વધ્યું ઘટ્યું બહાર આવી જ જવાનું. એટલે બહુ જ તાતી જરૂરિયાત ન હોય તો આવા ઇન્જેક્ટેબલ સાયનોકોબાલ ની બબાલથી દૂર જ રહેવું સારું. 


સુપર ઓવર: આ વિટામિન B12ની ગોળીઓ બનાવવામાં માઇક્રોબાયોલોજિકલ ફરમેન્ટેશન પ્રોસેસ થાય છે એ બરાબર પણ 

આ ગોળીઓ વેજમાં આવે કે નોનવેજમાં ?

Comments

  1. Well done, great article 👏

    ReplyDelete
  2. વાહ..ખૂબ સરસ માહિતી સરળ ભાષા માં..

    ReplyDelete
  3. Great Article,very good

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...