Skip to main content

Posts

શીશશશ... કોરોના મના હૈ...

( નોંધ: પ્રસ્તુત ગેસ્ટ આર્ટિકલ લેબોરેટરી ટેક્નિશિયન કાજલ રૂપાપરા ની કલમે લખાયેલ છે. ) પ્લેગ, ડેન્ગ્યુ, બર્ડફલૂ, નિપાહથી લઈને સ્વાઈનફલૂ સુધી માનવજાત પોતાનું કૌવત દેખાડતી આવી છે. ભૂતકાળની દરેક મહામારીમાં માણસે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા મ્હાત આપી છે પરંતુ આવી નાની નાની જીતના મદમાં માણસ એટલો ઉછળી પડે છે કે નવો પડકાર થોડા જ સમયમાં તેના દરવાજા પર ઉભો રહી જાય છે. આ વખતનો પડકાર પહેલાના પડકારો કરતા વધુ ઘાતક અને માણસથી એક કદમ આગળ છે. કોરોનાનો રાક્ષસ આ નવોદિત ચેલેન્જ લઈને માનવની બુદ્ધિશક્તિ સામે બાથ ભીડી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય લાચાર ન દેખાયેલો માનવ આજે કોરોના સામે થોડો લાચાર દેખાઈ રહ્યો છે. પણ ક્યાં સુધી? આજ નહીં તો કાલ એ વધુ સમય કોરોનાને ટકવા નહીં દે એ તો સૌને ઊંડે સુધી વિશ્વાસ છે. કોરોના વાઇરસ આમ તો 2019 થી જાણીતો થયો છે.  ચીન માં 2019માં નીકળ્યો ત્યારે મનુષ્યોમાં પહેલા ના દેખાયેલો હોઇ COVID 19 નામ આપેલું.  કોરોના ફરીથી ચીનમાં વુહાન શહેર માં ૨૦૨૦ માં દેખાયો ત્યારે નવી સ્ટ્રેઈન  હોવાથી તેને નોવેલ કોરોના વાઇરસ નામ આપવામાં આવ્યું. આમ તો દુનિયા માં 210થી પણ વધારે પ્રકારના વાઇરસ

જાપાનના કાંઠે કોરોના કન્ટેનર બનીને ઊભેલું ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ

       80 વર્ષના એક વૃદ્ધને ચાઇના ઉતાર્યા બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ આગળ વધી ગયું. ક્રુઝ ઉપર કોઈને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે પોતાની સાથે 5 દિવસ સુધી મુસાફરી કરેલો એકદમ સ્વસ્થ લાગતો આ માણસ આખેઆખા ક્રુઝને જેલ બનાવી દેશે. ક્રુઝ જાપાનના રસ્તે વળ્યું અને 1 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝ કંપનીને એક મેઈલ મળ્યો. આ મેઇલને અજાણતા કે જાણીજોઈને અવગણવામાં આવ્યો હોય તેમ છેક 3 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝના તમામ યાત્રીઓને આ મેઈલથી અવગત કરવામાં આવ્યા. હવે કદાચ મામલો હાથમાંથી નીકળી રહ્યો હોય એવું લાગ્યું. ડોકટરોની ટીમ દ્વારા તથા ક્રુઝની ઓથોરિટી દ્વારા કદાચ ખૂબજ પ્રાયમરી કહી શકાય એવા પગલાં ન લેવાયા. અવગણેલા એ 48 કલાક આ ક્રુઝ પર જાણે યમરાજ બનીને ત્રાટકયા. એ મેઈલ દ્વારા હોંગકોંગની  હેલ્થટીમ વતી ક્રુઝને જાણ કરવામાં આવી હતી કે આપના ક્રુઝ પર દિવસો વિતાવેલો માણસ અહીં ઉતરીને તરતજ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તકેદારીના પગલાં લેખે કે માનવતાના ધોરણે કરવામાં આવેલી જાણ કદાચ તેના હેતુ સુધી ના પહોંચી અથવા મોડી પહોંચી. પરિણામ એ આવ્યું કે આ જાણ બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ 2700 મુસાફરો અને 1000 ક્રૂ મેમ્બર્સ સાથે

હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?

"વી આર નોટ હીઅર ટુ મેક ફ્રેન્ડસ. આઇ ડુ નોટ લવ માય પેશન્ટસ્. ઇસ હાથ કો દેખો. હજારો ઓપરેશન કીએ હૈ ઇસ હાથને લેકીન યે કભી નહી કાંપા. મગર મેં અપની હી બેટીકા ઓપરેશન કરું તો યે હાથ જરૂર કાંપેગા." મુન્નાભાઈ એમબીબીએસ માંથી ડો.અસ્થાનાનો આ ડાયલોગ મને યાદ આવે છે જ્યારે કબીરસિંધ ફિલ્મમાં કોલેજ ડીન પણ ફૂટબોલમાં ઝઘડો કરીને આવેલા શાહિદ કપૂરને આવી જ કંઈક સલાહ આપે છે, "એન્ગર મેનેજમેન્ટમે તુમ ઝીરો હો. મેડિકલ પ્રોફેશનમે જો ઇન્સાન અપના ગુસ્સા કંટ્રોલ નહિ કર શકતા વો સર્જીકલ બ્લેડ હાથમે લિયે એક મર્ડરર સે જ્યાદા કુછ નહીં હૈ."  આ બંને ડાયલોગ આમ તો એકબીજાના પૂરક છે, પરંતુ બંનેમાં બે જુદી જુદી લાગણીઓને સંબોધવામાં આવી છે. પહેલા ડાયલોગમાં ડોકટરને દર્દી પ્રત્યેની હમદર્દી અને પ્રેમથી દૂર રહેવાનું સૂચન છે તો બીજા ડાયલોગમાં નફરત અને આવેશથી પણ ડોકટરોએ જોજનો દૂર રહેવું એવી ફિલોસોફી બતાવી છે. ડોકટર કે કોઈ પણ મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલો વ્યક્તિ બીજા ગ્રહ પરથી આવેલો નથી. એ પણ આજ સમાજમાં ઉછરેલો હોમો સેપિયન્સ છે અને એટલે તેનામાં પણ સામાજિક સંવેદનાઓ અને લાગણીઓ હોવાની જ. પરંતુ શું આ લાગણીઓ ત

NMC બિલ: કેટલી ખેંચ કેટલી ઢીલ?

"આજે સાંજે આઠ વાગ્યાથી હવે પછી કોલેજમાંથી બહાર આવનારા MBBSની ડિગ્રી મેડિકલ પ્રેક્ટિસ માટે રદ કરવામાં આવે છે...."☺️☺️☺️ કંઈક આવું જ જાણે થવા જઈ રહ્યું હોય એવો માહોલ ઉભો થઈ ગયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડીમોનિટાઇઝેશનની હાકલ પડી હોય એવું લાગે છે. નેશનલ મેડિકલ કમિશન બિલ સંસદમાં પાસ થયું ત્યારથી અથવા કહો કે એ પહેલાથી જ વાતાવરણ વ્હાઇટ એપ્રોન અને સ્ટેથો સાથે ગુંજી રહ્યું હતું. કાનપુર મેડિકલ કોલેજમાં લગભગ એક દશકો વિતાવીને ભણેલા ઇએનટી સર્જન ડૉ.હર્ષવર્ધન જ્યારે હેલ્થમિનિસ્ટર તરીકે સંસદમાં આ બિલનું વર્ણન કરતા હોય ત્યારે બધા ડોકટરોને જાણે આ મંત્રી પોતાના પ્રોફેશનનો ગદ્દાર હોય એવું લાગવા માંડ્યું. જોકે આ બિલના પડઘમ તો એક વર્ષ પહેલાથી જ વાગવા માંડ્યા હતા, આ તો નવી ટર્મમાં ડૉ.હર્ષવર્ધનનું બેસવું અને NMC નું પડવું એવું થયું. 👉  NMC બિલ લાવવાનું કારણ શું? NMC બિલ મુખ્યત્વે બે બાબતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે. MCIમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર દૂર કરવો. ગ્રામ્ય વિસ્તારો સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવી . MCI વર્ષોથી આપણા દેશમાં મેડિકલ એજ્યુકેશનને રેગ્યુલેટ કરતી આ

ફાર્માસિસ્ટ -અ ફરગોટન હીરો

“ભાઈ, હજુ થોડી દુ:ખાવાની બે ગોળી વધુ આપી દો ને...” “પણ તમારે જરૂર નથી એટલી દવાની, આમાં ડોકટરે જેટલી લખી એટલી મેં આપી દીધી.” “તમે આપી દોને , ડોકટરે ભલે ના લખી હોય. પડી હશે તો કામ લાગશે” આખરે કંટાળીને સરકારી દવાખાનાનો ફાર્માસિસ્ટ બે વધુ ગોળી કાપીને આપે છે એ દર્દીને અને લાઈનમાં તેના પછી ઉભેલો બીજો દર્દી- એ જ સંવાદ અને એજ માંગણી સાથે. આ સંવાદ કોઈ કરીયાણા ની દુકાન નો હોય એવું લાગે પહેલા તો, પણ લગભગ બધાજ સરકારી દવાખાનાઓમાં ફાર્માસિસ્ટ (ઓહ સોરી, તમે ના ઓળખ્યા? પેલો દવાવાળો)ની હાલત આવી જ છે, આખા ભારતભરમાં. ક્યારેક ફાર્માસિસ્ટ શબ્દ સાંભળીને અજુગતું લાગે કે આ વ્યક્તિ નક્કી કોઈ ખેતીના બિઝનેશ સાથે સંકળાયેલો હશે, ખાસ કરીને અધુરો ઘડો માથા પર રાખીને ચાલતા કહેવાતા અંગ્રેજી વિવેચકોને આવું વધુ લાગશે. આમ પણ આપણા દેશમાં ફાર્માસિસ્ટના કાર્યને અને તેની કાબેલીયતને સમજનારા એટલા જ છે જેટલા અમાસની રાત્રે આકાશમાં ચંદ્રદર્શન કરનારા. લોકોના પ્રત્યક્ષ સંપર્કમાં આવનારા બે જ ફાર્માસિસ્ટ છે, એક સરકારી દવાખાનાની દવાની બારીએ જોવા મળતા નાશપ્રાય: જીવો અને બીજા પ્રાઇવેટ મેડીકલ સ્ટોરમાં ખુબ જ ઓછા અને ભાગ્

મેદસ્વિતાએ માજા મુકી

બાળપણમાં ગાંધીજીનો એક પ્રસંગ ભણવામાં આવતો જેમાં ગાંધીજી કહેતા કે ખપ પૂરતું જ પાણી વાપરો. હવે એક કદમ આગળ વધવાનો સમય આવી ગયો છે. ગાંધીજી જો આ સમયે હયાત હોત તો વધુમાં ઉમેરતા જાત કે ખપ પૂરતું જ ખાઓ. Eat, Drink and be Merry ની ફિલોસોફીને ગળે વળગાળીને ગમતું કરવાની આપણી ટેવ છેલ્લા બે ત્રણ દસકામાં વધુ પડતી ઉભરાઈ ગઈ હોય એવું લાગે છે. આજે પણ સુકલકડી હોવું એ સ્ત્રીઓ માટે સન્માનની બાબત છે તો પુરુષો માટે શરમની શરવાણી. વધુ પડતી મેદસ્વિતા એ જાહોજલાલીની નિશાની તથા પાંસળીઓ દેખાવી એ ગરીબીની નિશાની - આ સર્વે ખૂબ જ જુના સમયથી અમલમાં છે. રૂપક તરીકે લઈએ તો સાચો પણ છે. પરંતુ જ્યારે મેદસ્વિતાના માઠાં પરિણામો ભોગવવાનો વારો આવે ત્યારે એકેય જાહોજલાલી કામ નથી લાગતી. સવારના પહોરમાં પોતાની ફાંદ લઈને રોડ પર કે ગાર્ડનમાં નીકળતા લોકો કદાચ આ વાત સારી રીતે સમજતા હશે. પશ્ચિમી દેશોએ મેદસ્વિતા(obesity)ને એક મોટી બીમારી તરીકે બઢતી આપી છે અને માન્યું છે કે આ એક એવો મીઠો રોગ છે જે સમય જતાં કડવો અનુભવ કરાવે છે. 2016 ના એક સર્વે મુજબ ભારતની 3.9% વસ્તી મેદસ્વિતાની ઝપેટમાં છે જે ભારતને વિશ્વમાં હાલમાં તો 187 મા ક્ર

મત ના મતાંતર

મારા મતે મારુ ને તારા મતે તારું, મને લાગે મીઠું એ તને લાગે ખારું. દરેક મનુષ્યના આંગળાની રેખાઓ જેમ અલગ હોય એવી જ રીતે મસ્તકની અંદર ના વિચારો પણ તદ્દન અલગ જ હોવાના. મારો કોઈ વિચાર તરંગ તારા કોઈ વિચાર તરંગ સાથે મળી જાય તો તેનો મતલબ એ નથી કે બંને એક જ રેખામાં સમાંતર દોડશે. ક્યાંક તો એ રેખાઓ એકબીજાને છેદશે જ અને આ છેદનબિંદુએ જ બંનેના મત અલગ પડી જશે. લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે ચૂંટણીમાં બસ આવી જ રેખાઓ એકબીજાને છેદી છેદીને આગળ વધતી હોય છે. આજે આપણે અનેક અંગત, સ્થાનિક, રાજકીય અને રાષ્ટ્રીય પ્રશ્નોથી ઘેરાયેલા છીએ, છતાં સમયાંતરે આવતો ચૂંટણી પર્વ એક નવી જ આશાનું કિરણ લઈને આવે છે. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આ તક આપણે અજમાવી શકીએ છીએ. હા, કદાચ હતાશ થયેલા અને દેશની પરિસ્થિતિ પર રડતા લોકોને આ અતિશયોક્તિ લાગે પણ જ્યારે આપણે આપણા મતની તાકાતની સરખામણી કોઈ બિનલોકશાહી રાષ્ટ્ર સાથે કરવા જઈએ ત્યારે સમજાશે કે આપણા હાથમાં કેટલી સતા છે. પણ આપણે શું આ સત્તા નો યોગ્ય ઉપયોગ કરી જાણીએ છીએ? ફલાણાના વિચારોમાં દોરવાઈ જઈને આપણે ફક્ત આપણો મત બીજાને નથી આપતા પણ આપણે એ વિચારધારામાં સહમતી પ

ઠગ્સ ઓફ એન્ટિબાયોટિક્સ: સુપરબગ્સ

          વિસ્મયભાઈને સામાન્ય શરદી થવાથી દસ દિવસનો બેડ રેસ્ટ ડોકટર સજેસ્ટ કરે છે. કિનલબહેને એક વર્ષ પહેલા ગર્ભાશય નું ઓપરેશન કરાવ્યું પણ હજુ સુધી તે હોસ્પિટલના બીછાને છે. રિતેશદાદાને બે વર્ષથી ટીબીની દવા શરૂ છે પણ છતાં કંઈ ખાસ ફરક લાગતો નથી. વળી તેનો પૌત્ર નેવીલ પણ બે અઠવાડિયાથી ખાંસતો દેખાય છે. ડેનિશાદાદીને છ મહિના પહેલા આંગળીમાં નખનાં ભાગે કઈક વાગ્યું હતું પણ હજુ તેમાંથી રસી નીકળવાના શરૂ છે, હવે તો જોકે એ આંગળીના બે જ વેઢા બચ્યા છે !!!           આ બધી વાતો ઇ.સ. 2040 માં જ સાંભળવા મળે તો નવાઈ નહીં.(દાદા દાદીના નામ પણ આવાં જ હશે!) એ સમય દૂર નથી જ્યારે અત્યારની યુવા પેઢી વૃદ્ધાવસ્થામાં ડગ ભરતી હશે અને આવનારી પેઢીની મહામારીઓ લાચાર થઈને જોઈ રહી હશે. અહીં દિલ્હીના 400 ઉપર પહોંચેલા એર ક્વોલીટી ઈન્ડેક્સની વાત નથી ચાલતી પણ ઝોમ્બીની જેમ આગળ વધી રહેલા 'સુપરબગ્સ'ની વાત છે.           સુપરબગ્સ એટલે એવા બેક્ટેરિયા જેના પર એન્ટિબાયોટિક દવાઓ કોઈ ખાસ અસર નથી કરી શકતી. આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓ સામે રજીસ્ટન્સ કેળવીને સર્વશક્તિમાન બની ગયા હોય છે. બસ આવા સુપરબગ્સને પોતાની આગળન

વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે સ્પેશિયલ : એક મુલાકાત હાર્દિક શિહોરા સાથે

          ઇ.સ.2009 થી ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) દ્વારા 25 સપ્ટેમ્બરને વર્લ્ડ ફાર્મસીસ્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારથી લઈને દર વર્ષે ધીમે ધીમે આ દિવસની ઉજવણીમાં ઉત્સાહ વધી રહ્યો છે. સોશિઅલ મીડિયા થી લઈને વર્ચ્યુઅલ મીડિયા દ્વારા આ વર્ષે પણ 'ફાર્મસીસ્ટ: એક મેડિસિન એક્સપર્ટ' ની થીમ પર જોરશોરથી પ્રચાર પ્રસાર કરીને લોકોમાં ફાર્મસીસ્ટ પ્રત્યે જાગૃતિ લાવવાના મહત્વપૂર્ણ પ્રયાસો થઈ રહયા છે, જો કે ભારતે હજુ આ પ્રયાસમાં માત્ર તલભારનો જ રસ દાખવ્યો છે. કારણ કે અહીં ફાર્મસીસ્ટ પોતે જાગૃત થવાની પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે.           આવા દિવસ નિમિત્તે એક મહાનુભાવ સાથે વાતચીત કરવાની તક મળી. અમદાવાદની ખ્યાતનામ એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાંથી પોતાના જ્ઞાનનું રિચાર્જ કરાવીને બહાર આવેલા અને હાલ વર્ષોથી Intas Pharma જેવી દિગ્ગજ કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવ ઇન ક્વોલિટી અસ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં પોતાની આવડત અને જ્ઞાનનો અભિષેક કરી રહયા છે એવા શ્રી હાર્દિક શિહોરા સાથે ફાર્મસીસ્ટના મહત્વ વિશે થોડી વાતચીત કરીએ. 1. સૌથી પહેલા આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો,

મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાનનું અફવાશાસ્ત્ર

          બટુકભાઈ દરરોજ બગીચામાં ફરવા જાય અને એક બાંકડા પર બેસે. એ બાંકડો તેનો પ્રિય. બે-ચાર મિત્રો સાથે ગપ્પાબાજી કરીને જ દરરોજ સાંજે છુટા પડે. પણ એક દિવસ સાંજે છુટા પડતા પહેલાં તેને પગમાં કંઈક ચુભ્યું. જોયું તો કીટકના કરડવાનું નાનું ઝખમ થયું હતું. બધા એ વાત ને અવગણીને છુટા પડ્યા. બીજા દિવસે પાછા જ્યારે બધા એ બાંકડા પાસે ભેગા થયા ત્યારે જાણવા મળ્યું કે તે બાંકડા નીચે એક દર છે જેમાં ઘણા સમયથી એક સાપ રહે છે. બસ આ વાત બટુકભાઈના કાને પડતા જ તેને ચક્કર આવવા માંડ્યા અને પરસેવો છૂટી ગયો. તરત જ ઘરે ભાગ્યા. ઊલટીઓ થવા માંડી. તાવ ચડી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બટુકભાઈને સાપ નહીં પણ કીટક જ કરડયું હતું. પરંતુ 24 કલાક પછી તેના મનમાં ઘુસેલ વહેમ અને ડરને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ કાલ્પનિક ડરને કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિને વાસો વેગલ રીફલેક્સ (vaso vagal reflex) કહે છે, જે આજકાલ ગુજરાતમાં ઓરી રુબેલા(MR) રસીકરણ અભિયાનમાં બાળકો તથા વાલીઓમાં જોવા મળી રહ્યો છે.           આ સઘળા રીફલેક્સ માટે જવાબદાર કોણ? બહુ સરળ જવાબ છે, આપણું બેજવાબદાર મીડિયા અને બે