Skip to main content

Posts

કોરોનાની વેક્સિન લઉં કે નહીં?

મારે કોરોનાની વેક્સિન લેવી જોઈએ કે નહીં? આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે ફરીથી 2020 ના એપ્રિલ મહિનામાં ટાઈમ ટ્રાવેલ કરવું પડે. યાદ કરો એ સમય જ્યારે આપણે પૃથ્વીના વિનાશની કાલીઘેલી વાતો કરતા હતા. નાસ્તિકમાંથી કેટલાય રાતોરાત આસ્તિક પાર્ટીમાં આવી ગયા હતા. ઘરમાં ભરાઈને નિર્બળ થઈ ગયેલા લોકો કલ્કી અવતારની રાહ જોતાં હતા તો કેટલાક પ્રકૃતિના કોપ સામે હાથ જોડીને બેઠા હતા.  દરેકની જિંદગીમાં અમુક એવી ઘાતક ક્ષણો હોય છે જેને જીવી જનાર પોતાની આગલી પેઢીને પણ આ ક્ષણો સામે કેવી બાથ ભીડી હતી તેની ફાંકા ફોજદારી કરતા હોય છે. પણ એવી ક્ષણો બહુ ઓછી હોય છે જ્યારે સમગ્ર માનવસમાજ એકસાથે પોતાના સંતાનોને ભવિષ્યમાં આવી કપરી ક્ષણોનું સાચું વર્ણન કરે. મારા સમકાલીન તમામની વાત કરું તો અત્યાર સુધીની જીવેલી ડરામણી પળોમાં ઉડીને આંખે વળગે એવું કંઈ હોય તો એ છે 2001નો ભુકંપ અને 2020નો કોરોના. માર્ચ 2020 મહિનાથી શરૂ કરીએ તો આપણા વૈજ્ઞાનિકો અને ડોકટરોએ કોરોનાને નાથવા શક્ય તમામ પ્રયાસો કર્યા. એમાં ઘણા નિષ્ફળ પ્રયાસો પણ હતા. હાઇડ્રોકસી ક્લોરોકવીન, આઈવરમેકટિન, ફેબીફ્લુ, રેમડેસીવીર, ટોસિલિઝુમેબ આ બધા નામો ગામડાના સામાન્ય માણસને પણ કંઠસ્

મને તો કોરોના થઈ ગયો...

"એલી તારા ઘરમાં ય કોરોના આઇવો?" "હા..બેન. તમારા ભાઈને ય થ્યો." "બેન ઇ સારું.. વેલાસર નવરા થઈ ગ્યા એમ સમજી લેવાનું. હવે પાડોશવાળા ભલે બીવે." આવો સંવાદ મેં સાંભળેલો છે એટલે લખ્યો પણ મોટાભાગના લોકો અને પાડોશીઓ આવું જ વિચારે છે કારણકે મોટા ભાગના લોકોને કોરોના ઘરમાં જ મટી ગયો છે અને હોસ્પિટલના બિછાને નથી જાવું પડ્યું એટલે કોરોનાને મજાક સમજી રહ્યા છે. ઉપરોક્ત સંવાદ ઉપરથી બીજી એક વાત નોટિસ પણ કરવા જેવી છે જેના મૂળમાં જ કોરોનાના ફેલાવાની હકીકત ઉડીને આંખે વળગે એમ છે. એ મુદ્દો છે સ્વાર્થનો. લોકો જો ખરેખર કાળજી રાખતા જ હોત તો આ નોબત જ ન આવી હોત. ક્યારેક ગાફેલાઈમાં તો ક્યારેક જાણીજોઈને આ લોકો કોરોના ફેલાવતા હોય છે અથવા કહો કે કોરોના ફેલાય તેમાં તેને મજા પણ આવતી હોય છે. નજીકમાં જોયેલો જ એક કિસ્સો ધ્યાનમાં આવે છે જેમાં એક સાથે એક જ ઘરનાં ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા. બે પુરુષ અને એક સ્ત્રી. બધાના લક્ષણો બે કે ત્રણ દિવસમાં જ જતા રહ્યા એટલે જાણે કે પોતે રાજા થઈ ગયા. એ બન્ને પુરુષો પોતાના ઘર પાસેના રસ્તા પર જ માવો ખાઈને થૂંકે. આ રસ્તા પરથી જ સોસાયટીના તમામ લોકો પસાર

સરકારી દવાખાનાના કેટલાક વીઆઇપી દર્દીઓ સાથે પરિચય

આ લેખની પાત્ર અને ઘટનાઓ જરાય કાલ્પનિક નથી. જેની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા થઈ શકે એવું પણ બની શકે અને જો એવું બને તો સમજવું કે આ વ્યક્તિ કે ઘટનાને ઉદ્દેશીને જ લખાયું છે. સરકારી દવાખાનામાં આવનારા કેટલાક દર્દીઓ (ના, ખરેખર આ લોકો દર્દીઓ નથી હોતા) પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો કોઈ પણ દર્દ વગર દવાખાનાના નામે કરતા જાય એ ખરેખર પ્રશંસાપાત્ર છે. આ મહાનુભાવોને કારણે જ દવાખાના આટલા વ્યસ્ત રહે છે જે હકીકતમાં સાચા દર્દીઓના સમયને મફતમાં ઓહિયા કરી જતા હોય છે. હવે આ શું માંડી યાર.. સાચા દર્દી અને ખોટા દર્દી..? એવું તે કાઈ હોતું હશે? હા... હોય.. જ્યાં મફતનું બોર્ડ લાગે ત્યાં ઘઉં સાથે કાકરા હોવાના જ... તો તમારી તર્કશક્તિ ને થોડો આરામ આપો અને હલકા ફૂલકા પણ કડવા સત્યને આ મહાનુભાવોના ચરિત્રદર્શન દ્વારા માણીએ.  🧐 ડોકટરના જ્ઞાનની ખરાઈ કરવાવાળા વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય. પણ અત્યારે વિશ્વાસ કરવો કોના પર? અને આ તો વળી દવાખાનાનો મામલો. કોણ જાણે શું વાંધો હોય અને ડોકટર શું નવુ કાઢીને બેસે? ગાડીને ગેરેજ પર લઇ જાઓ ત્યારે આપણે જે પ્રોબ્લેમ રિપેર કરવા ગયા હોય તેની સાથે બીજી એકાદ વસ્તુઓ પણ 'હવે ચાલે એમ નથ

કોરોનાનો માનવજાતને પત્ર...

  મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે. થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે થોડુ

મહામારીની વેક્સિન તો મળી જશે પણ વેક્સિનની મગજમારી કોણ હલ કરશે?

લગભગ દોઢેક વર્ષ પહેલાં પાકિસ્તાનના પેશાવરમાં એક જ દિવસે સરકારી હોસ્પિટલો બાળકોથી ઉભરાવા માંડી. હજારો બાળકો તેમના વાલીઓ સાથે હોસ્પિટલ પર ચડી આવ્યા. વાત જાણે એમ હતી કે આગલા દિવસે આ બાળકોને પોલિયો કેમ્પેઇનમાં પોલિયોની રસી આપવામાં આવી હતી. ના રે ના રસીમાં કાંઈ વાંધો હતો નહિ, પણ એક મસ્જિદ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી કે પોલિયોની રસી લીધેલા બાળકોમાં ઝાડા અને ઉલ્ટી જોવા મળેલ છે અને તમારા બાળકોને પણ થઈ શકે માટે વિચારીને રસી આપવી. આ વાતમાં કાંઈ દમ હતો નહિ પણ બેબાકળી બનેલી અબુધ પ્રજાએ કેટલાક હેલ્થ સેંટર્સને તોડી નાખ્યા અને કેટલાક હેલ્થ વર્કર્સને પાટા પથ્થરોનો સ્વાદ ચખાડ્યો એ અલગ. આ મસ્જિદની ઘોષણાની સાથે કેટલાક વેક્સિનેશન વિરોધી વાયરલ થયેલા વિડીયોએ પણ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં વેક્સિનને કારણે કોઈ તકલીફ થઈ હોય એવું શક્ય જ ન હતું. આ બધા એક માસ હિસ્ટીરિયાનો શિકાર બન્યા હતા, જેને વાસો વેગલ રીફલેક્સ દ્વારા પણ ઓળખાવી શકાય. આ સમજવા માટે બે વર્ષ પહેલાનું ગુજરાતનું મીઝલ્સ રુબેલા વેક્સિનેશન કેમ્પેઇન યાદ કરવું પડે. વાંચો:  મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાનનું અફવાશાસ્ત્ર પાકિસ્તાન,

ફિલ્મના પાત્રથી પ્રભાવિત થઈ શકાય, તે પાત્ર ભજવનારથી થવું જરૂરી નથી.

આજે મોટિવેશન કે પ્રેરણા એ એક બિઝનેશ થઈ ગયો છે. પહેલા કદાચ એક બે દાયકા પહેલા આ ક્ષેત્રમાં એટલું બધું કાંઈ હતું નહિ પણ હવે ધીમે ધીમે લોકોની તાસીર પારખીને કેટલાક વકતાઓએ પોતાની જાદુઈ વાણીથી નબળી મનોદશા વાળા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આજે મોટીવેશનલ સ્પીકરોનો રાફળો ફાટ્યો છે અને તેઓના દરેક સેમિનાર પણ હાઉસફુલ જઇ રહ્યા છે.(અહીં હાઉસફુલ કોરોના કાળ પહેલા લખેલ સમજવું.) મોટીવેશનલ સ્પીકર્સ એટલા હોશિયાર છે કે તેને એ પણ ખબર છે કે મારા સેમિનારમાં હજારની ટીકીટ લઈને બેસવાવાળા જ સૌથી વધુ ડિપ્રેસ હોય છે. જો કે ડિપ્રેશનને શ્રીમંતાઈ સાથે જ ઘરોબો છે એવું નથી પણ શ્રીમંતોનું ડિપ્રેશન લાખોનું હોય છે એ વાત મોટીવેશનલ સ્પીકર સૌથી વધુ જાણે છે. મોટિવેશન એ પ્રોફેશન ના હોઈ શકે, જો આ સ્પીકર પોતે એવું જીવન જીવીને દાખલો બેસાડે તો જરૂર પ્રભાવિત થઈ જવાય. પણ વાત ડિપ્રેશન કે સ્યુસાઇડની નથી કરવી. વાત કરવી છે કોઈ પણ સેલિબ્રિટી તરફની આપણી માનસિકતાની. કોઈ પણ ફિલ્મી એકટર સાથે આપણે એટલા જોડાઈ જઈએ છીએ કે એટલા બહોળા પ્રમાણમાં લોકો બીજા કોઈ ફિલ્ડના સેલિબ્રિટી સાથે બહુ જૂજ જોડાતા હશે. ખરેખર ભૂલ અહીં જ થઈ જાય છે. આપણે એ એક્ટર સાથે

જીવહિંસા તો કાયમી છે પણ લોકજુવાળ તકલાદી છે

#KeralaElephantMurder આ હેશટેગ અને આવા બીજા ઘણા હેશટેગ છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય સ્તરે ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડ પોતે જ એટલો તકલાદી શબ્દ છે કે તેની શરૂઆત સાથે જ તેનો અંત પણ નક્કી જ હોય છે. ટેમ્પરરી વૈરાગ્ય, ટેમ્પરરી ગુસ્સો અને ટેમ્પરરી લોકજુવાળ આ ડિજિટલ દુનિયામાં તરત આંખે ઉડીને સામે આવે છે. થોડાક દિવસ ધૂમ મચાવે છે અને પછી તો ક્યાં સ્વાહા થઈ જાય છે કે શોધ્યા પણ જડતા નથી. આજે પણ આપણે એવા જ એક લોકજુવાળના સાક્ષી બની રહ્યા છીએ. વોટ્સએપના સ્ટેટ્સમાં મુકેલ વિચાર પણ ફક્ત ચોવીસ કલાકની જ વેલીડિટી ધરાવે છે, ત્યારબાદ ફરીથી એ વિચારને પ્રાણ ફૂંકવા પડે છે. આવું જ આપણા ક્ષણિક આવેશનું છે. જ્યારે લાગણીઓ કાબુ બહાર જાય એટલે સૌથી સરળ રસ્તે તેને વહેતી કરવા એક ઓનલાઈન બેસણું શરૂ થાય છે. જીવહિંસા એ કોઈ નવી બાબત નથી, દરરોજ નાના મોટા પ્રાણીઓ અને પંખીઓ માનવજાતની માવજતમાં કપાઈ મરે છે, પણ આ તો એક મહાકાય પ્રાણી નજરે આવ્યું અને તેમાં પણ તે હાથણીના પેટમાં ધબકારા લેતું તેનું મૃતબાળ નજરે ચડે એટલે પથ્થર દિલમાં થોડી ઝણઝણાટી આવે જ. પણ આખરે તો થોડા દિવસ દિલસોજીની થોડી વાતો થશે, થોડીક મીણબત્તીઓમાંથી મીણ ટપકશે અને પછી ફરીથી

શું આપણે કોરોનાના હેપી એન્ડિંગની સ્ક્રિપ્ટ લખી રહ્યા છીએ?

દરેક બનાવો અને દરેક વસ્તુને આપણે ફિક્શનના ઢબે જોવા ટેવાયેલા છીએ. આ વાત ફક્ત ફિલ્મી દુનિયાના અસ્તિત્વ પછી જ જોવા મળી એવું નથી. જ્યારે ફિલ્મો બનતી ન હતી ત્યારે પણ લોકો કોઈ પણ વાતમાં વાર્તા શોધવાનો પ્રયત્ન પોતાની જાતે પુરી રીતે કરતા હતા. આપણું અર્ધજાગૃત મન દરેક બનાવ કે સમાચારોમાં પણ વાર્તા જ શોધે છે પછી તે કરૂણ જ કેમ ના હોય. મીડિયા ચેનલ દ્વારા પરોસવામાં આવતી માહિતી પણ કઈક અંશે ફિક્શનના વાઘા પહેરાવીને જ મુકાય છે. આપણી કુટેવોને સુટેવોમાં બદલવા આપણા ઋષિમુનિઓએ પણ આપણને કેટલીક પ્રણાલીઓ પહેલેથી જ આપેલી જેનો આપણે હજુ સુધી અર્થ જાણ્યા વગર અમલ કરી જ રહ્યા છીએ પણ ધીમે ધીમે તે પ્રણાલીને એક પેઢીથી બીજી પેઢીમાં વહન કરાવતા કરાવતા તેમાં રહેલા લોજીકને સાથે બાંધીને આગળ વધારવાનું ચુકી ગયા. આ સુટેવોને પણ વાર્તાના તાંતણામાં ગૂંથીને જ આપણા વડવાઓ અને ઋષિમુનિઓ આપી ગયા. પરંતુ વાર્તાઓ અને વ્રતકથાઓ રહી ગઈ અને તેનું હાર્દ અને તેના પાછળનું વિજ્ઞાન ધીમે ધીમે વિસરાતું ગયું. તો મહત્વનો મુદ્દો એ જ છે કે ફિક્શન કે વાર્તા એ જ સૌથી સરળ રસ્તો છે કોઈ પણ મોટી વાતને ગળે ઉતારવાનો. જરા વિચાર કરો કે જો મહાભારતમાં યુદ્ધસ્થિતિનું ન

પેન્ડેમિકથી પણ ખતરનાક છે ઇન્ફોડેમિક

ઇતિહાસના પાનાઓ પર સેકન્ડે સેકન્ડની ઘટનાઓ કંડારાઈ રહી છે એવા આ કોરોના પેન્ડેમિક સમયમાં એક નવો શબ્દ ઉગીને સામે આવ્યો, જે છે ઇન્ફોડેમિક (infodemic). પેન્ડેમિક દ્વારા થતા નુકસાનના આંકડાઓ જગજાહેર થતા રહે છે પણ અફસોસ ઇન્ફોડેમિકને લગતી કોઈ આંકડાકીય માહિતી સામે નથી આવતી કે જેના દ્વારા થયેલ નુકસાનને માપી શકાય.  ઇન્ફોડેમિક એટલે માહિતીનો એવો વિસ્ફોટ કે જેમાંથી ઉડતા ચીંથડે ચીંથડાઓનો લોકો ઉપયોગ કરીને પોતાના કપડામાં થિંગડા મારી રહ્યા છે. અધકચરી માહિતીનો ઉપયોગ કરીને લોકો પોતાની થિયરી વહેતી કરી રહ્યા છે. એકબાજુ તંત્ર કોરોના સામે લડી રહ્યું છે તો બીજી બાજુ આવી અફવા બજારો સામે પણ પગલાં લેવાના શરૂ થઈ ગયા છે. અફસોસની વાત એ છે કે હવે કોરોના સામેની લડાઈ ફક્ત એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી રહી, હવે દરેક મોરચે તેની સામે લડવાનો વખત આવી ગયો છે. ઇન્ફોડેમિક એટલી હદે વકરશે તેનો અંદાજ કદાચ કોઈને નહિ હોય. આજે કોઈ પણ માહિતીથી જાગૃત હોવું, અવગત હોવું એ એક વાત છે પણ એ જ માહિતીનો સ્ત્રોત કે ઉદ્દગમ જાણ્યા વગર તેના પર ભરોસો કરી લેવો એ અલગ વાત છે. ફક્ત માહિતી મેળવી લેવાથી વાત પુરી નથી થઈ જતી. આ માહિતીમાં પોતાની હાયપોથીસીસ બનાવ

શીશશશ... કોરોના મના હૈ...

( નોંધ: પ્રસ્તુત ગેસ્ટ આર્ટિકલ લેબોરેટરી ટેક્નિશિયન કાજલ રૂપાપરા ની કલમે લખાયેલ છે. ) પ્લેગ, ડેન્ગ્યુ, બર્ડફલૂ, નિપાહથી લઈને સ્વાઈનફલૂ સુધી માનવજાત પોતાનું કૌવત દેખાડતી આવી છે. ભૂતકાળની દરેક મહામારીમાં માણસે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા મ્હાત આપી છે પરંતુ આવી નાની નાની જીતના મદમાં માણસ એટલો ઉછળી પડે છે કે નવો પડકાર થોડા જ સમયમાં તેના દરવાજા પર ઉભો રહી જાય છે. આ વખતનો પડકાર પહેલાના પડકારો કરતા વધુ ઘાતક અને માણસથી એક કદમ આગળ છે. કોરોનાનો રાક્ષસ આ નવોદિત ચેલેન્જ લઈને માનવની બુદ્ધિશક્તિ સામે બાથ ભીડી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય લાચાર ન દેખાયેલો માનવ આજે કોરોના સામે થોડો લાચાર દેખાઈ રહ્યો છે. પણ ક્યાં સુધી? આજ નહીં તો કાલ એ વધુ સમય કોરોનાને ટકવા નહીં દે એ તો સૌને ઊંડે સુધી વિશ્વાસ છે. કોરોના વાઇરસ આમ તો 2019 થી જાણીતો થયો છે.  ચીન માં 2019માં નીકળ્યો ત્યારે મનુષ્યોમાં પહેલા ના દેખાયેલો હોઇ COVID 19 નામ આપેલું.  કોરોના ફરીથી ચીનમાં વુહાન શહેર માં ૨૦૨૦ માં દેખાયો ત્યારે નવી સ્ટ્રેઈન  હોવાથી તેને નોવેલ કોરોના વાઇરસ નામ આપવામાં આવ્યું. આમ તો દુનિયા માં 210થી પણ વધારે પ્રકારના વાઇરસ