Skip to main content

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?


"વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો?"

 

અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે. ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો પહેલાં મને કોરોના થઈ જશે તો? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે.

 

સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે છે( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે. વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ લેતી વખતે નોંધેલા મોબાઈલ નંબર પર 27 માં દિવસે એક મેસેજ આવે છે જેમાં તમારે આવતીકાલે વેક્સિન લેવાનું છે તેનું રિમાઇન્ડર હોય છે જે સરકારશ્રીના કોવિન પોર્ટલ પરથી ઓટો જનરેટ થતો હોય છે. મેસેજ વાંચીને ખાસ કરીને ગામડામાં લોકો વેક્સિનેશન સેન્ટર પર આવીને કડાકૂટ કરતા હોય છે. તેમનો ગુસ્સો પણ સ્વાભાવિક છે. કારણ કે તેમને પહેલા ડોઝ વખતે કહેવાયું હતું કે હવે પછીનો ડોઝ તમારે 28 માં દિવસે લેવાનો છે. બીજીબાજુ આરોગ્ય કર્મચારીઓ પણ તેમને સમજાવતા હોય છે કે તમે નવી ગાઈડલાઈન પ્રમાણે ડોઝ લો તો લોકો પાસેથી દલીલ આવે છે કે તમે આરોગ્યવાળાઓએ તો બધાએ 28 દિવસે લઈ લીધો.   સામે પક્ષે હવે 'થાકેલો' આરોગ્ય કર્મી વધુ માથાકૂટ ના કરતા ડોઝ આપી દેશે અને પછી શરૂ થશે મારી તારી... 'તમે છગનભાઇ ને તો 28 દિવસે આપી દીધો મને કેમ 42 દિવસે કહો છો?'

 

અહીં મુખ્ય બે કારણો છે ગૂંચવણના.. એક તો પોર્ટલની ટેક્નિકલ ખામી અને બીજી દલીલ કરવા માત્ર પણ હવે જેની પાસે શક્તિ નથી રહી એવા માનસિક રીતે થાકેલા આરોગ્ય કર્મચારીઓની લોકોને ગળે વાત ઉતારી શકવાની મજબૂરી.

 

વેક્સિન હજુ પ્રથમ વર્ષગાંઠ પણ નથી આવી એટલી નાની છે મતલબ કે હજુ સમય જતાં તેમાં રિસર્ચના પરિણામે નવી નવી શક્યતાઓ ખુલશે અને વેક્સિન પાસેથી મહત્તમ આઉટપુટ કઈ રીતે મળે તમામ પરિબળોને ધ્યાને લઈને ચકાસણી સતત ચાલુ રહેશે. સંશોધનની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. દસ વર્ષ પહેલા જો નોકિયા 1100 ના ફોન પર દુનિયા અટકી ગઈ હોત તો આજે તમારા હાથમાં સ્માર્ટફોન હોત. સતત પરિવર્તન આપણને દુનિયા પર ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. કોવિશિલ્ડ વેક્સિન બાબતે પણ આવું છે. ટૂંકા સમયમાં જેટલું પણ આપણે જાણી શક્યા તેને તાત્કાલિક અમલમાં મૂકવું પડે એવી ભયાવહ પરિસ્થિતિ છે. એટલે 28 દિવસના પરીક્ષણો બાદ જે પ્રયાસો થયાં તેને અમલી બનાવી આગળ નવા પ્રયાસો શરૂ રહ્યા અને તેના તારણો એવા આવ્યા કે 42 દિવસથી 56 દિવસે બીજો બુસ્ટર ડોઝ લેવાથી વેક્સિનની કાર્યક્ષમતા 90 ટકા જેટલી વધી જાય છે જે 28 દિવસે મહત્તમ 70 ટકા જેટલી મળતી હતી. જો કે તેનો મતલબ એવો જરાય નથી કે 28 દિવસે લેવા વાળાને પ્રોટેક્શન નહિ મળે. તેને પણ મળશે પણ તેની સાપેક્ષે દોઢ થી બે મહિને વધુ સારા પરિણામો મળે છે. વાત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ના વડા અદાર પુનાવાલાએ જાહેર કરી છે. બસ વાત સમજી જશો તો ખોટી દલીલો કરીને તમે કોરોના વોરિયર્સ સાથે ઘર્ષણમાં નહિ ઉતરો.

 

કોરોનાની લહેરથી ડરીને કેટલાક લોકો કે જે ગઈકાલ સુધી વેક્સિનને પાણી કહીને હસી કાઢતાં હતા પણ લાઈનમાં ઉભા રહી ગયા છે. લોકો એવું સમજે છે કે એક સોય ખાઈને આપણે રાજા થઈ જશું. આવી માનસિકતાએ કોરોનાને છૂટો દોર આપ્યો છે. વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે છે પણ તેની તીવ્રતાથી બચી શકાય છે. પણ વેક્સિનને તમે કોઈ પણ રીતે લાગવગ લગાવીને કે પૈસા આપીને પણ મજબુર નહિ કરી શકો કે બે દિવસમાં તમને પ્રોટેક્શન આપતી થઈ જાય. પોતાનો સમય લઈને કામ કરશે. રહી વાત વેક્સિનની તંગીની તો અત્યારે હાલની તારીખ સુધી એવી કોઈ તંગી જણાતી નથી એટલે એવી ખોટી અફવાઓ ફેલાવવી નહિ કે પોલિટિકલ માઇલેજ આપવું નહિ. જો સરકારશ્રી નક્કી કરેલ વયજુથ મુજબ લોકો ધીરજ રાખશે તો બધું સમુસુતરુ પાર પડશે. પણ હાલમાં બહાર આવેલા કેટલાક કિસ્સાઓ મુજબ જો ફ્રન્ટ લાઇન વર્કરના નામે આડેધડ વેક્સિન લઈને સ્વાર્થી થઈશું તો આપણે ભોગવશું. કોરોના કાંઈ અમથો પાછો નથી વળ્યો. પોતાના સ્વાર્થી માનસમાંથી બહાર આવીને આપણે આપણા આસપાસના લોકોનો પણ વિચાર કરતા શીખશું તો આમાંથી બહાર નીકળી શકીશું નહિ તો અંદર ને અંદર ખૂંપતા જઈશું.

 

સુપર ઓવર: વેક્સિનને પાણી ગણાવતા કેટલાક બુદ્ધિજીવીઓને પણ કોરોનાની બીજી લહેરે મોં છુપાવીને વેક્સિનેશનની લાઇનમાં ઉભા કરી દીધા છે.


Comments

  1. Replies
    1. Thank you for going through whole article 🙏

      Delete
  2. Informative note 📝 good job brother 👍🏻👍🏻👌🏼

    ReplyDelete
  3. Informative note 📝 good job brother 👍🏻👍🏻👌🏼

    ReplyDelete
  4. ખૂબ સુંદર વાસ્તવિક વર્ણન

    ReplyDelete
  5. Very well explained... Nice job bhai

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...