Skip to main content

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?


21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ. 


યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી.


વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી.


તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે.


યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠે આઠ અંગોને આત્મસાત કરવા એ કદાચ આજના યુગ માટે અતિશયોક્તિ કહી શકાય. પરતું કોઈ એક કે બે અંગોને સાતત્યતા પૂર્વક દરરોજ જીવનચર્યા સાથે સાંકળી લેવા એ પણ યોગ જ છે. યોગ ને પ્રચલિત કરવા માટે છેલ્લા દસકાથી જે યોગ દિવસ શરૂ થયો છે તે આના માટે જ છે. આ દિવસે યોગના આઠ અંગો પૈકી કોઈ એકને આપણી રોજબરોજની જિંદગી સાથે આંટી વાળીએ એ જ આ વિશ્વ યોગ દિવસનો ઉદ્દેશ છે.


પરતું અહીં આંટી પગથી લઈને પેટ સુધી મારીને ફોટોજિકી કરવામાં જ આપણે યોગદિવસ ઉજવી લઈએ છીએ. જે લોકોને થોડા ઘણાં અંગ મરોડ આવડે છે એ લોકો આમ તેમ વાંકાચૂંકા થઈને ફોટો પાડશે. આવા ફોટો સેશનના ચક્કરમાં ઘણીવાર આ અંગ મરોડના પ્રશ્નો યોગ દિવસની માસિક એનીવર્શરી સુધી પણ સળગતા રહે એવું બની શકે. કારણ કે આ તો વર્ષે એક વાર કરવાનું થતું હોય છે ને!


સૌથી હાસ્યાસ્પદ યોગદિવસ સરકારી કર્મચારીઓ મનાવે છે. બળજબરીપૂર્વક આદેશો કરીને માણસો ભેગા કરવામાં આવે છે અને પછી...? પછી કસરતના દાવની જેમ બે હાથ ઊંચા અને બે હાથ સામે એવા જીમ્નાસ્ટીકના દાવ કરીને બધા હોંશે હોંશે છૂટા પડે છે. વળી આવા જીમ્નાસ્ટીકના ફોટા નીચે યોગ દિવસની ઉજવણીના કેપ્શન મારીને ફરતા પણ કરે છે. ધૂળ પડી જીવતરમાં હે મનખા!


આયુષ્યમાન ભારત યોજના હેઠળ શરૂ કરવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કે જે હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ જ યોગ હતો. પરતું આ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસ સિવાય ક્યારેય લોકોને યોગ કરાવવામાં આવતો નથી. લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને રોગથી દૂર રાખવાનું આ કેન્દ્રોનું કાર્ય મોટાભાગે રોગ થયા પછી તેને એલોપેથી દવાઓનો મુખવાસ આપીને જ કરવામાં આવે છે. જોકે આ કેન્દ્રોમાં દરરોજ કેટલા લોકો યોગ કરે છે તેનો આંકડો કદાચ સંયુક્ત રાષ્ટ્રની પરિષદ સુધી પહોચતો હશે!


સૂર્યનમસ્કાર કે મેડિટેશનથી શરૂઆત કરીને યોગના એક પછી એક અંગોને આવડત અને અનુકૂળતા મુજબ એક્સપ્લોર કરી શકાય છે. યોગના આઠ અંગોને વિસ્તાર પૂર્વક સમજવા માટે સ્વામી વિવેકાનંદનું પુસ્તક 'રાજયોગ' વાંચી શકો છો અથવા યુટ્યુબ પર ઓડિયોબુક સ્વરૂપે આખું પુસ્તક ફ્રીમાં ઉપલબ્ધ છે, સાંભળી શકો છો. 2000 સ્ટેપ્સ ચાલીને 200 કેલેરીની બળતરા ઉજવનારા લોકો યોગ દિવસની અનિવાર્યતાને સમજે એવી આશા રાખીએ.


સુપર ઓવર: એક ફિઝિયોથેરાપી ક્લિનિકની બહાર સિઝનલ બોર્ડ મારેલું હતું. "વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરેલા અંગ મરોડના કારણે થતા દુઃખાવાની સારવાર કરી આપશું."


Comments

Post a Comment

Popular posts from this blog

કોરોનાનો માનવજાતને પત્ર...

  મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે. થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે ...

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...

સરકારી દવાખાનાના કેટલાક વીઆઇપી દર્દીઓ સાથે પરિચય

આ લેખની પાત્ર અને ઘટનાઓ જરાય કાલ્પનિક નથી. જેની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા થઈ શકે એવું પણ બની શકે અને જો એવું બને તો સમજવું કે આ વ્યક્તિ કે ઘટનાને ઉદ્દેશીને જ લખાયું છે. સરકારી દવાખાનામાં આવનારા કેટલાક દર્દીઓ (ના, ખરેખર આ લોકો દર્દીઓ નથી હોતા) પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો કોઈ પણ દર્દ વગર દવાખાનાના નામે કરતા જાય એ ખરેખર પ્રશંસાપાત્ર છે. આ મહાનુભાવોને કારણે જ દવાખાના આટલા વ્યસ્ત રહે છે જે હકીકતમાં સાચા દર્દીઓના સમયને મફતમાં ઓહિયા કરી જતા હોય છે. હવે આ શું માંડી યાર.. સાચા દર્દી અને ખોટા દર્દી..? એવું તે કાઈ હોતું હશે? હા... હોય.. જ્યાં મફતનું બોર્ડ લાગે ત્યાં ઘઉં સાથે કાકરા હોવાના જ... તો તમારી તર્કશક્તિ ને થોડો આરામ આપો અને હલકા ફૂલકા પણ કડવા સત્યને આ મહાનુભાવોના ચરિત્રદર્શન દ્વારા માણીએ.  🧐 ડોકટરના જ્ઞાનની ખરાઈ કરવાવાળા વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય. પણ અત્યારે વિશ્વાસ કરવો કોના પર? અને આ તો વળી દવાખાનાનો મામલો. કોણ જાણે શું વાંધો હોય અને ડોકટર શું નવુ કાઢીને બેસે? ગાડીને ગેરેજ પર લઇ જાઓ ત્યારે આપણે જે પ્રોબ્લેમ રિપેર કરવા ગયા હોય તેની સાથે બીજી એકાદ વસ્તુઓ પણ 'હવે ચાલે એમ નથ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

નવરત્ન દર્દીઓની શૌર્ય કથાઓ

દરેક વ્યવસાયમાં કેટલાક એવા લોકો સાથે સામનો થાય છે જ્યાં તમારું લોજીક અને વિનમ્રતા પાણી ભરતી હોય છે. કોઇપણ પ્રકારે આવા જીવો તમને તમારી કાર્યશૈલી છોડવા મજબૂર કરીને મગજના તાર છંછેડી દેતા હોય છે. મારા કિસ્સામાં આજકાલ અનુભવેલા કેટલાક કાયમી ઉદાહરણો આપની સમક્ષ રજૂ કરું છું.  ઘણી બધી કાપકૂપ મૂકીને છેલ્લે આ નવરત્ન તમારી સાથે વાગોળવા મૂકું છું પણ એ પહેલા એક ડિસક્લેમર આપી દઉં. આ નવેનવ પ્રકારના રત્નો જરાય કાલ્પનિક નથી અને એક એક રત્ન સાથે ઘણા બધા લોકોનો સંબંધ હોઈ શકે. તો આને માત્ર સંયોગ ન સમજવો પણ જાણીજોઈને કરેલ રજૂઆત જ સમજવી. રજૂઆત હળવી જરૂર છે પણ ગંભીરતાથી લેવી.  કેટલાક દર્દીઓના એવા વાણી વર્તનના નમૂનાઓ કે જેનાથી તમારી અંતર આત્મા ત્રાહીમામ પોકારી ઊઠે. 1. જ્યારે માવો ચોળતા ચોળતા દર્દી પૂછી લે કે ભાઈ આ દવા ખાવાથી ગરમ તો નહીં લાગે ને? ગયા વખતે દવા ખાધી તો પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને મોઢામાં ચાંદા પડ્યા હતા! આ તો એવી વાત થઈ કે આત્મહત્યા કરવા માટે છરી લઈને હાથની નસ કાપવી છે પણ હાથ પર કટ મૂકતી વખતે ઇન્ફેક્શન ન લાગે એટલે છરીને પહેલા સ્ટરિલાઇઝ કરીને જંતુમુક્ત કરી લઉં. મારા માવાથી ભલે મોઢું ખદબદતું ...

કોવિડપેથી: તમે કઈ દવા લીધી?

  વોર્નિંગ: કોરોનામાં કઈ દવા લેવી જોઈએ એનો જવાબ શોધવા અહીં ક્લિક કર્યું હોય તો પાછા વળી જજો. કોરોના થયા પછીનો ભય તેના લક્ષણો કરતા પણ વધુ હાનિકારક હોય છે. જેવી રીતે અજ્ઞાની હોવું એ સારું નથી તેમ અધૂરા જ્ઞાની હોવું પણ એટલું જ હાનિકારક છે. સૌથી વધુ મૂંઝવણ ત્યારે ઉભી થાય જ્યારે તમને એક સાથે બે કે ત્રણ પેથીઓમાંથી દરેકની ચાર થી પાંચ પ્રકારની સારવાર પદ્ધતિઓ આપના સ્વજનો અને હિતેચ્છુઓ પાસેથી મળે. આવા સમયે આવા સ્વજનોનો હેતુ એકદમ શુદ્ધ હોય છે તો વળી ક્યારેક તેનો પોતાનો અનુભવ પણ હોય છે. માટે દોષ એ લોકોનો અંશમાત્ર પણ ન કહી શકાય. દોષ છે એ કોરોના ગ્રસ્ત દર્દીનો કે જે આટલા બધા ઑપશનમાં મૂંઝાઈને પોતાના માટે ઉત્તમ શું એ પસંદ ન કરી શકે. ખાસ કરીને આઇસોલેશનમાં દર્દીની વિચારક્ષમતા અને કોવિડ પોઝિટિવનો મનમાં ઊંડે લાગેલો ટેગ પણ નિર્ણય ક્ષમતામાં મોટી અસર કરે છે. SOP કે ગાઈડલાઈન એ એવી વસ્તુ છે કે જે મોટાભાગના લોકો માટે સાચી હોય. પરંતુ અહીં મોટાભાગના એટલે દરેક એવું સમજવું ભૂલ ભરેલું છે. જેવી રીતે વેક્સિન લીધા બાદ તેની સાઈડ ઇફેક્ટ કે અસર દરેક શરીર પર થોડા ઘણે અંશે જુદી જુદી થાય એવી જ રીતે કોરોનાની અસર પણ દરેકને...

ઓમિક્રોન એટલે કોરોનાએ માનવજાતને સંધિ માટે મોકલેલો દૂત...⁉️

  Sorry Omicron, you are still on second position. આવું જ કંઈક ગઇકાલે ICMR દ્વારા કહેવામાં આવ્યું. એટલે કે ICMRના ડેટા મુજબ હજુ પણ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટ ઓછો ઘાતકી છે. વિશ્વભરમાંથી ટૂંકા સમય દરમિયાન મળેલ રિસર્ચ ડેટા પણ એવું જ કંઈક કહે છે કે ઓમિક્રોનથી સાવચેત રહેવાની જરૂર છે પણ નવા વાયરસમાં ખપાવીને ડરવાની જરૂર નથી. ઓમિક્રોન પરના કોઈ જ ડેટા કે ઇન્ફોર્મેશન કે બ્લા બ્લા બ્લા આગળ આ બ્લોગમાં તમને મળશે નહીં. માટે એવી આશા હોય તો અહીંથી જ અટકી જવું અને ગૂગલ પ્રભુનું શરણ લેવું. અહીં કઈક અલગ જ વિષય પર વાત કરવાની ઈચ્છા છે. કોરોના વાઇરસથી આપણે જેવી રીતે છેલ્લા બે વર્ષથી લડી રહયા છીએ એવી જ રીતે કોરોના વાઇરસ પણ મનુષ્ય સામે છેલ્લા બે વર્ષથી લડી રહ્યો છે એવું કહી શકાય. જો આ વાઈરસની નજરોથી જોવા જઈએ તો ભલે તેનું જીવન ક્ષણિક હોય પણ તેની ઈચ્છા પણ જીવી જવાની અને પોતાની પેઢીઓને જીવતી રાખવાની હોય છે. આવી રીતે કોઈ પણ પ્રકારે નવા નવા વેરીએન્ટ લોન્ચ કરીને કોરોના માનવજાત સાથે એક પ્રકારની ડીલ કરી રહ્યો છે. માનવજાત પણ નવા વેરીએન્ટ આવતાની સાથે જ પોતાને સજ્જ કરીને જાણે આ ડીલમાં તોલભાવ કરી ...

સોશિયલ મીડિયા સાથેના મારા છૂટાછેડાની બીજી વર્ષગાંઠ

   સોશિયલ મિડીયાનો ત્યાગ કરવો એ કોઈ ભીષ્મ પ્રતિજ્ઞા જેટલું અઘરું નથી. વળી, ત્યાગ કરવાથી તમે કોઈ સંત બની જશો એવું પણ નથી. સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવો એ સંસારમાંથી સંન્યાસ લેવા જેવું કપરું કામ નથી. આમ છતાં જો તમે સોશિયલ મીડિયા છોડી દો છો અને ત્યારબાદ તમને વીથડ્રોઅલ સિન્ડ્રોમની કિક લાગે તો સમજી લેવું કે સાલું આ તો સંસાર છોડવા જેવું કપરું કામ હતું!    ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયા હવે એક અનિવાર્ય ઓળખપત્ર બનતું જાય છે. જો તમે સોશિયલ મિડીયા પર નથી તો લોકો તમને શંકાની નજરે જોઈ શકે છે. ઘણીવાર તો એવું પણ વિચારી શકે કે તમે પોતાના નામે નહી પણ કોઈ એન્જલ કે પ્રિયાના નામે સોશિયલ મીડિયા પર અગ્નાતવાસ ભોગવી રહ્યા હો.    આ બધા આરોપ પ્રત્યારોપ વચ્ચે કેટલાક મહત્વના સોશિયલ મીડિયાના અમુક ઘાતક હથિયારો વિશે જાણીએ. અલ્ગોરિધમ      સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એટલે કાબુ બહારની વાત. જેણે પણ આ અલ્ગોરિધમ ડિઝાઇન કર્યું હશે એ મગજનો મહાનતમ જાણકાર ગણાય. એક જ વાત વિશે વિચારતા વિચારતા તેને લગત બીજી વાત પર તમે કઈ રીતે પહોંચી જાઓ છો તે તમને પણ ખ્યાલ રહેતો નથી.    ...

શું તમે પણ મોસ્કિટો મેગ્નેટ (Mosquito magnet) છો?

શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે?  પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે....